Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • GFGNLના GM કલ્પેશકુમાર પટેલ પર આર્થિક અપરાધ અને સરકારી દસ્તાવેજોમાં આપરાધિક ક્ષેત્રપિંડીનો ગંભીર આક્ષેપ

GFGNLના GM કલ્પેશકુમાર પટેલ પર આર્થિક અપરાધ અને સરકારી દસ્તાવેજોમાં આપરાધિક ક્ષેત્રપિંડીનો ગંભીર આક્ષેપ

gujaratex@gmail.com April 19, 2026
BABA - 2026-04-19T154028.969

અભિષેક પાંડેય, અમદાવાદ : ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ(GFGNL) માં GM (General Manager- Commercial) તરીકે કાર્યરત કલ્પેશકુમાર ભક્તિભાઈ પટેલ સામે આર્થિક અપરાધ અને સરકારી દસ્તાવેજોમાં આપરાધિક ગેરરીતિ આચરવાના આરોપ સાથે ફરિયાદ થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ તેમની વિરુદ્ધ દસ્તાવેજોમાં ગડબડ, આપરાધિક સ્વભાવની આર્થિક ગેરરીતિઓ, સત્તાનો દુરુપયોગ અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતાના અભાવ જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.

માહિતી મુજબ GM કલ્પેશ પટેલ સામે નાણાકીય વ્યવહારો અને તેમની ભૂમિકાની વિગતવાર તપાસની માંગ કરવામાં આવી છે. તેમાં સંભવિત આપરાધિક સ્વભાવના આર્થિક અપરાધ, સરકારી દસ્તાવેજોમાં આપરાધિક છેડછાડ અને સત્તાનો ઉપયોગ કરીને વ્યક્તિગત લાભ મેળવવાના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ સરકારી દસ્તાવેજોમાં ગંભીર પ્રકારની છેડછાડ કરવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

કલ્પેશ પટેલ વિરુદ્ધ મલ્ટિપલ ફાઇનાન્શિયલ ગેરરીતિઓની ફરિયાદ કરવામાં આવી છે. તેમાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે તેઓ PSU કર્મચારી હોવા છતાં પ્રાઇવેટ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા છે તેમજ તેના લાભાર્થી છે. નિયમો મુજબ આવી સંડોવણી સ્પષ્ટ રીતે નિયમો વિરુદ્ધ ગણાય છે, જેના કારણે આ મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો છે.

Join Our WhatsApp Group

ફરિયાદોમાં દસ્તાવેજી ગેરરીતિઓના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદમાં સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો સામેલ છે. આ પ્રકારના આક્ષેપો માત્ર વિભાગીય નહીં પરંતુ ફોજદારી તપાસ સુધી પહોંચે તેવી ગંભીરતા ધરાવે છે.

ફરિયાદ બાદ અગાઉ થયેલી ફરિયાદો પણ ફરી ચર્ચામાં આવી ગઈ છે. અગાઉની ફરિયાદોમાં કલ્પેશ પટેલ સામે ડાર્ક ફાઇબરના ગેરકાયદેસર ઉપયોગ, vendor-based ગેરરીતિઓ અને કમિશનખોરીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપો મુજબ ચોક્કસ vendor ને લાભ પહોંચાડવા માટે પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સૂત્રો મુજબ આ ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે. જાણકારો માને છે કે આ આક્ષેપો ગંભીર સ્વરૂપના છે, તો તેની તપાસ અનિવાર્ય બની જાય છે.

 

આ પણ વાંચો – સીઈસી જ્ઞાનેશ કુમારને હટાવવા માટે વિપક્ષ સંસદમાં ફરીથી લાવશે પ્રસ્તાવ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સીઈસી જ્ઞાનેશ કુમારને હટાવવા માટે વિપક્ષ સંસદમાં ફરીથી લાવશે પ્રસ્તાવ
Next: સુરત રેલ્વે સ્ટેશન પર રવિવારે શું થયું? કેમ નથી રોકાતો પ્રવાસી મજૂરોનો પલાયન?

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.