Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન

જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T163510.812

ગાંધીનગર : જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકો માટે એક મહત્ત્વપૂર્ણ અને સુવિધાજનક નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ૩, ૪ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એડવાન્સ રિઝર્વેશનની કોઈ ઝંઝટ નહીં

આ સ્પેશિયલ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં એડવાન્સ બુકિંગનું કોઈ જ ટેન્શન નથી. ટ્રેનના તમામ કોચ જનરલ કેટેગરીના (અનારક્ષિત) રાખવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓ પ્રવાસના દિવસે જ રેલવે સ્ટેશનની બારી પરથી તાત્કાલિક ટિકિટ લઈને સરળતાથી મુસાફરી કરી શકશે. ૩ દિવસ દરમિયાન આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં કુલ ૬ ફેરા કરશે.

Join Our WhatsApp Group

જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનનું ટાઈમટેબલ

ટ્રેન નંબર અને નામ ઉપડવાનું સ્થળ – સમય પહોંચવાનું સ્થળ – સમય
09521: ગાંધીનગર-દ્વારકા સ્પેશિયલ ગાંધીનગર: રાત્રે ૨૦:૦૦ વાગ્યે દ્વારકા: સવારે ૦૫:૫૦ વાગ્યે (બીજા દિવસે)
09522: દ્વારકા-ગાંધીનગર સ્પેશિયલ દ્વારકા: સવારે ૦૬:૫૦ વાગ્યે ગાંધીનગર: સાંજે ૧૭:૦૦ વાગ્યે (તે જ દિવસે)

અમદાવાદ અને ગાંધીનગરથી રાત્રે ઉપડતી આ ટ્રેન ભક્તો માટે ઉત્તમ વિકલ્પ છે, કારણ કે રાત્રિ મુસાફરી કરી સવારે સીધા દ્વારકાધીશના દર્શનનો લાભ લઈ શકાશે.

આ સ્ટેશનો પર રહેશે ટ્રેનનું સ્ટોપેજ

મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન બંને દિશામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહત્ત્વના સ્ટેશનો પર રોકાણ કરશે. આ સ્ટેશનોમાં ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા નો સમાવેશ થાય છે. આ સ્ટોપેજના કારણે આસપાસના અનેક ગામો અને શહેરોના નાગરિકોને દર્શને જવામાં મોટી સુગમતા રહેશે.

આ પણ વાંચો – અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત
Next: અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.