Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T161733.899

આણંદ : ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઊભી કરનાર આણંદના પૂર્વ અધિક કલેક્ટર (RAC) કેતકી વ્યાસની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રૂ. ૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકત વસાવવાના ચકચારી કેસમાં ACB ની વિશેષ અદાલતે કેતકી વ્યાસની જામીન અરજી આકરી ટિપ્પણીઓ સાથે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવા આર્થિક ગુનાઓની સમાજ પર વ્યાપક અને નકારાત્મક અસર પડે છે.

કોર્ટનું કડક અવલોકન અને આકરી ટિપ્પણીઓ

જામીન અરજી નામંજૂર કરતા વિશેષ અદાલતે અત્યંત ગંભીર અવલોકનો કર્યા હતા:

Join Our WhatsApp Group

તંત્ર પરથી વિશ્વાસ ઉઠે છે: આર્થિક અને ગેરકાયદે સંપત્તિના ગુનાઓ સીધી રીતે પ્રજાના સરકારી તંત્ર પરના વિશ્વાસને મોટું નુકસાન પહોંચાડે છે.

ભાગી જવાની શક્યતા: કેતકી વ્યાસ મહેસૂલી કાયદાથી સારી રીતે વાકેફ એવા વર્ગ-૧ ના જવાબદાર અધિકારી હોવા છતાં, તેઓ લાંબા સમય સુધી ACB ની તપાસથી દૂર રહ્યા હતા. આવા વર્તનને જોતા તેમને જામીન પર મુક્ત કરવાથી ટ્રાયલ વખતે તેમના ભાગી જવાની શક્યતા નકારી શકાય નહીં.

અધિકૃતતા વિનાના દસ્તાવેજો: અરજદારે આવક અને રોકાણના જે દસ્તાવેજો રજૂ કર્યા હતા, તેના પર અરજદાર કે CA ના કોઈ સહી-સિક્કા ન હોવાથી કોર્ટે તેને હાલ પૂરતા માન્ય રાખવાનો ઇનકાર કર્યો હતો.

કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી: વિવિધ સ્થળોએ ખરીદેલી બેનામી મિલકતો અને બેંક વ્યવહારોના મૂળ સુધી પહોંચવા માટે આરોપી મહિલાની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું છે.

આગોતરા જામીન રદ થતાં CID ક્રાઈમે કરી હતી ધરપકડ

પૂર્વ RAC કેતકી વ્યાસ સામે રૂ. ૩.૫૬ કરોડ જેટલી માતબર રકમની મિલકતો પોતાના અને સગા-સંબંધીઓના નામે ગેરકાયદેસર રીતે વસાવી હોવાનો ગુનો ACB માં દાખલ થયો હતો. ધરપકડ ટાળવા માટે તેમણે લાંબા સમય સુધી પોલીસને હંફાવી હતી અને સેશન્સ તેમજ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બંને કોર્ટમાંથી અરજી રદ થયા બાદ અંતે CID ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ હાલ અત્યંત નાજુક તબક્કે છે અને ચાર્જશીટ ફાઈલ થવાની બાકી છે.

કેતકી વ્યાસના બચાવની દલીલો જે કોર્ટે નકારી કાઢી

પોતાને નિર્દોષ ગણાવી દાવો કર્યો કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તપાસની મંજૂરી મળ્યાના ૨ વર્ષ અને ૮ મહિના પછી ફરિયાદ નોંધાઈ છે.

વિરમગામમાં રહેતા માતા-પિતા અલગ આવક અને રોકાણ ધરાવતા હોવાની દલીલ કરી.

પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પતિની તપાસ સમયગાળા દરમિયાનની આશરે રૂ. ૮૯ લાખની આવક ACB એ ધ્યાને ન લીધી હોવાનો આક્ષેપ કર્યો.

ACB દ્વારા ગણવામાં આવેલી ૬૮.૮૪% ની રકમ માત્ર બજાર કિંમતના આધારે ગણેલી કાલ્પનિક અને ભૂલભરેલી ગણતરી હોવાનો બચાવ રજૂ કર્યો હતો. જોકે, કોર્ટે પ્રથમ દર્શનીય ગુનામાં સંડોવણી જણાતી હોવાથી જામીન આપ્યા ન હતા.

આ પણ વાંચો – નેતાઓ અને કંપનીઓની મિલીભગત? ધોળકામાં 11મા દિવસે આંદોલન આક્રમક, ભાજપના ધારાસભ્યને જનતાની સીધી ચીમકી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત
Next: જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન

Related News

BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.