Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં ઐતિહાસિક ચુકાદો, 9 પોલીસકર્મીઓને ફાંસી

સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં ઐતિહાસિક ચુકાદો, 9 પોલીસકર્મીઓને ફાંસી

gujaratex@gmail.com April 6, 2026
BABA (100)
  • પિતા-પુત્ર જયરાજ અને બેનિક્સના મોત મામલે કોર્ટ કડક, પોલીસ અત્યાચાર સામે કડક સંદેશ

વર્ષ 2020માં સમગ્ર દેશને હચમચાવી દેનારા સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મદુરાઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જી. મુથુકુમારે પિતા પી. જયરાજ અને પુત્ર જે. બેનિક્સની હત્યાના ગુનામાં તત્કાલીન ઇન્સ્પેક્ટર એસ. શ્રીધર સહિત કુલ 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે.

આ કેસે દેશભરમાં પોલીસ અત્યાચાર અને કસ્ટોડિયલ હિંસાના મુદ્દે ગંભીર ચર્ચા ઉભી કરી હતી. હવે આવેલા આ ચુકાદાને પોલીસ તંત્ર માટે કડક ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

Join Our WhatsApp Group

19 જૂન, 2020ના રોજ લોકડાઉન દરમિયાન નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં પિતા-પુત્ર જયરાજ અને બેનિક્સની પોલીસે અટકાયત કરી હતી.

અટકાયત બાદ બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રાત્રિ દરમિયાન બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર, બંને પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યા હતા અને તેમને નગ્ન કરી ક્રૂર રીતે પીટવામાં આવ્યા હતા.

આ અત્યાચાર બાદ 22 જૂને બેનિક્સ અને 23 જૂને જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.

તપાસ અને કોર્ટની કડક નોંધ

આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટએ સુઓમોટો અરજી દાખલ કરી હતી અને બાદમાં તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એક અભૂતપૂર્વ આદેશ આપતા રેવન્યુ અધિકારીને પોલીસ સ્ટેશનનો કબજો લેવા જણાવ્યું હતું. ભારતીય પોલીસ ઈતિહાસમાં આ પ્રકારનો આદેશ અત્યંત દુર્લભ માનવામાં આવે છે.

‘ન્યાય માટે કડક સજા જરૂરી’

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે જો હાઈકોર્ટની સતત દેખરેખ ન હોત, તો કદાચ સત્ય બહાર આવી શક્યું ન હોત. પોલીસ વિભાગમાં કડક સંદેશ પહોંચાડવા માટે આજીવન કેદ પૂરતી નથી, તેથી આ કેસમાં ફાંસીની સજા યોગ્ય અને અનિવાર્ય ગણાઈ છે.

આ ચુકાદા સાથે પિતા-પુત્રને અંતે ન્યાય મળ્યો છે અને દેશભરમાં પોલીસ જવાબદારી અંગે એક મજબૂત સંદેશ પહોંચ્યો છે.

આ પણ વાંચો – ટ્રમ્પે અપશબ્દ સાથે આપી ચેતવણી, ઈરાની દૂતાવાસે કહ્યું – ‘અમેરિકા તો પહેલેથી જ પાષાણ યુગમાં પહોંચી ગયું છે’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ટ્રમ્પે અપશબ્દ સાથે આપી ચેતવણી, ઈરાની દૂતાવાસે કહ્યું – ‘અમેરિકા તો પહેલેથી જ પાષાણ યુગમાં પહોંચી ગયું છે’
Next: અદાણી સમૂહ વિરુદ્ધ અપીલ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર

Related News

BABA - 2026-04-17T180702.021

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો

gujaratex@gmail.com April 17, 2026
Raghav Chadha BJP

શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાશે? સાંસદ મનોજ તિવારીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

gujaratex@gmail.com April 16, 2026

સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થયા પૂર્વે સીમાંકનનો વિરોધ, તમિલનાડુ CM સ્ટાલિને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.