Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે

વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે

gujaratex@gmail.com June 3, 2026
BABA - 2026-06-03T004753.093
  • ક્રૂડ ઓઇલમાં ભડકાની તૈયારી: 160 ડૉલરને પાર જઈ શકે છે ભાવ, અમેરિકા-ઈરાન યુદ્ધે વધાર્યું ઊર્જા સંકટ
  • વૈશ્વિક મંદીના ભણકારા! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બંધ રહેતાં ઓઇલ રિઝર્વ ખાલીખમ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે કમરતોડ વધારો
  • ઓઇલ કંપનીઓની મોટી ચેતવણી: આગામી 2-3 સપ્તાહમાં દુનિયામાં ઇંધણના ભાવમાં થશે ભયંકર વિસ્ફોટ

દુનિયાભરમાં આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઇંધણના ભાવમાં ભયંકર વિસ્ફોટ થઈ શકે છે તેવી ઓઇલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ આપેલી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડતો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) હાલ સંપૂર્ણપણે ઠપ્પ છે.

રોજિંદા 1.3 કરોડ બેરલ તેલની અછત અને ખાલી થતા રિઝર્વ

આ નાકાબંધીને કારણે માર્કેટમાંથી દરરોજ આશરે 1.2 થી 1.3 કરોડ બેરલ તેલનો સપ્લાય ગાયબ થઈ ચૂક્યો છે. જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાક્સ જેવી વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકોના વિશ્લેષણ અનુસાર, બજારમાં તેલની આ અછતને પહોંચી વળવા માટે અત્યાર સુધી વિવિધ દેશો પોતાના ઈમરજન્સી અને સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ (તેલ ભંડાર) નો બેફામ ઉપયોગ કરી રહ્યા હતા, જે હવે અંતિમ આરે પહોંચી ગયા છે. બીજી તરફ ચીન પણ પોતાના 1.4 અબજ બેરલના ગુપ્ત વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ ખાલી કરી રહ્યું છે.

Join Our WhatsApp Group

ઓઇલ કંપનીઓની ચેતવણી: બજારમાં આવશે મોટું તોફાન

ઓઇલ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની ‘શેવરોન’ (Chevron) ના સીઈઓ માઈક વર્થ અને ‘એક્સોન’ (Exxon) ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીલ ચેપમેને સંયુક્ત રીતે ઓઇલ માર્કેટમાં એક મોટું તોફાન આવવાની ભીતિ વ્યક્ત કરી છે. તેમના મતે, અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન અને અન્ય સરકારી તંત્રો દ્વારા ઈરાન સાથે ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે તેવા ખોટા સંકેતો આપીને બજારને કૃત્રિમ રીતે શાંત રાખવાનો પ્રયાસ કરાયો હતો. જેના કારણે ગત સપ્તાહે ક્રૂડના ભાવમાં 10 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે આવો કોઈ જ કરાર થતો દેખાતો નથી. પરિણામે, જૂન અને ખાસ કરીને જુલાઈ મહિનામાં આ દબાણ સીધું કિંમતો પર દેખાશે.

ક્રૂડ 160 ડૉલરને પાર જવાની શક્યતા, મંદીનું જોખમ

એક્સપર્ટ્સનું માનવું છે કે વૈશ્વિક ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 150 થી 160 ડૉલર પ્રતિ બેરલની ઐતિહાસિક સપાટી વટાવી શકે છે, જે સામાન્ય દેશોના અર્થતંત્રની કમર તોડી નાખશે. જો આગામી દિવસોમાં વૈશ્વિક ભંડારો સંપૂર્ણ ખાલી થઈ જશે, તો બજારમાં કિંમતો એટલી હદે વધી જશે કે લોકોની ખરીદશક્તિ જ ખતમ થઈ જશે (Demand Destruction). આ ઊર્જા સંકટ જો લાંબો સમય ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર સીધું જ ભયંકર મંદીની ખાઈમાં ધકેલાઈ જશે તે નક્કી છે.

સ્થિતિ સામાન્ય થવામાં વર્ષો લાગી શકે છે

સ્થિતિ એટલી ગંભીર છે કે જો આજે જ આ યુદ્ધ અટકી જાય તો પણ આગામી વર્ષ સુધી બજાર સામાન્ય થાય તેમ નથી. સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સરકારી ઓઇલ કંપની ‘Adnoc’ ના પ્રમુખ સુલ્તાન અલ-જાબેરના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી પણ માત્ર 80 ટકા સપ્લાય બહાલ કરવામાં ઓછામાં ઓછા ચાર મહિનાનો સમય લાગશે, જ્યારે પૂર્ણ ક્ષમતાથી ઓઇલ સપ્લાય શરૂ થતાં 2027 ના પ્રથમ કે બીજા ક્વાર્ટર સુધીની રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો – ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ
Next: દિલ્હીમાં 6 માળની હોટલમાં ભીષણ આગ, 21 ના મોત; મોટાભાગના મૃતકો વિદેશી

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.