Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ: હવે કાપડ, હીરા અને ઝવેરાતની થશે જકાતમુક્ત નિકાસ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ: હવે કાપડ, હીરા અને ઝવેરાતની થશે જકાતમુક્ત નિકાસ

gujaratex@gmail.com April 28, 2026
BABA (1)
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર સંપન્ન: $20 અબજનું રોકાણ અને 100% જકાતમુક્ત નિકાસનો માર્ગ મોકળો

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement – FTA) પર સહી-સિક્કા કર્યા છે. આ કરાર હેઠળ બંને દેશો એકબીજાને સંપૂર્ણ 100 ટકા જકાતમુક્ત (Duty-Free) નિકાસ કરી શકશે. ખાસ કરીને ભારતના કાપડ, ચામડાના જૂતા, હીરા અને ઝવેરાત જેવા ક્ષેત્રોને આનો સીધો અને મોટો ફાયદો મળશે.

વર્ષના અંત સુધીમાં અમલીકરણ

ભારતીય કેન્દ્રીય મંત્રીમંડળે આ વેપાર સમજૂતીને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. હવે આ કરારને ન્યૂઝીલેન્ડની સંસદની સંમતિની જરૂરિયાત હોવાથી, તે ચાલુ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ રીતે અમલી બનશે તેવી સંભાવના છે. આ સમજૂતી પર ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ પિયુષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર પ્રધાન ટોડ મેકલે દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Group

રોકાણની મોટી પ્રતિબદ્ધતા

ભારત માટે આ એવું બીજું ટ્રેડ ડીલ છે જેમાં આગામી 15 વર્ષ કે તેથી વધુ સમયગાળામાં 20 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાર દેશોના યુરોપીયન બ્લોક (EFTA) તરફથી પણ ભારતને 100 અબજ ડોલરના રોકાણનું વચન મળ્યું છે. આ નવા કરાર બાદ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને 5 અબજ ડોલર થઈ જવાનો અંદાજ છે.

PM મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એફટીએ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આનાથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, MSME, કલાકારો, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને નોંધપાત્ર ફાયદો થશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉમેર્યું કે, $20 અબજનું આ રોકાણ આપણા કૃષિ, ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુકસને આને ‘સદીઓમાં એકવાર થતા કરાર’ તરીકે ઓળખાવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી ન્યૂઝીલેન્ડના નિકાસકારોને વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર અને 1.4 અબજ લોકોના વિશાળ ભારતીય બજારનો સીધો એક્સેસ મળશે.

આ પણ વાંચો – ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રમાં મોટી હલચલ, 65 જેટલા અધિકારીઓની બદલી અને બઢતીથી સચિવાલય ગુંજ્યું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રમાં મોટી હલચલ, 65 જેટલા અધિકારીઓની બદલી અને બઢતીથી સચિવાલય ગુંજ્યું
Next: મુંબઈમાં ભયાનક દુર્ઘટના: રાત્રે બિરયાની અને તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.