Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન

સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-11T110618.765
  • માત્ર 1100 રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે આખું બેંક ખાતું ફ્રીઝ કરવું ગેરબંધારણીય: સાયબર ક્રાઇમને ગુજરાત હાઇકોર્ટની કડક ફટકાર
  • ₹1100 ના શંકાસ્પદ વ્યવહાર સામે આખું પગાર ખાતું ફ્રીઝ કરી દેવાતા હાઇકોર્ટ લાલઘૂમ, કહ્યું- સત્તાનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરો

અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, પરંતુ તેની તપાસના નામે સામાન્ય નાગરિકોને કેટલી હદે હેરાનગતિ ભોગવવી પડે છે તેનો એક કિસ્સો તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. માત્ર 1100 રૂપિયાના બે શંકાસ્પદ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને આધારે સાયબર ક્રાઇમ દ્વારા ખાતાધારકનું આખેઆખું બેંક એકાઉન્ટ ફ્રીઝ (સ્થગિત) કરી દેવાના મામલે ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો આપ્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ નિરલ આર. મહેતાએ સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, ફોજદારી કેસમાં ખાતાધારકની સીધી સંડોવણી સાબિત કર્યા વિના તેનું આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવું એ નાગરિકના મૂળભૂત અને બંધારણીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.

શું હતો સમગ્ર મામલો?

Join Our WhatsApp Group

આ કેસની વિગત મુજબ, અરજદાર ગાંધીનગરની ઇન્ફોસિટી બ્રાંચની HDFC Bank માં પોતાનું સેવિંગ (બચત) એકાઉન્ટ ધરાવે છે. તેમના ખાતામાં ક્રેડિટ કાર્ડ મારફતે બે ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કુલ રકમ માત્ર 1100 રૂપિયા હતી. આ ટ્રાન્ઝેક્શન અંગે નોંધાયેલી બે ફરિયાદોના આધારે સાયબર ક્રાઇમ સત્તાવાળાઓએ સીધી કાર્યવાહી કરતા અરજદારનું આખું બેંક એકાઉન્ટ જ ફ્રીઝ કરી દીધું હતું.

ખાતામાં રૂપિયા હોવા છતાં નાગરિક લાચાર બન્યો

સાયબર ક્રાઇમની આ અણધારી અને અપ્રમાણસર કાર્યવાહીના કારણે અરજદાર ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દર મહિને તેમનો પગાર આ જ ખાતામાં જમા થતો હતો. એકાઉન્ટ ફ્રીઝ થઈ જવાને કારણે પગાર જમા તો થયો, પરંતુ તેઓ તેમાંથી એક પણ રૂપિયો ઉપાડી શક્યા નહીં. પરિણામે, તેમના માથે ઘરનું ભાડું ચૂકવવાનું, લોનના EMI ભરવાનું અને ઘરખર્ચ ચલાવવાનું મોટું સંકટ ઊભું થઈ ગયું હતું. પોતાના જ હકના રૂપિયા ખાતામાં હોવા છતાં તેઓ પાઈ-પાઈ માટે લાચાર બની ગયા હતા. અંતે ન્યાય માટે તેમણે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

હાઇકોર્ટના આકરા તારણો: “સત્તાનો ઉપયોગ વિવેકબુદ્ધિથી થવો જોઈએ”

આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ નિરલ આર. મહેતાની સિંગલ જજ બેન્ચે તપાસ એજન્સીઓની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કોર્ટે નોંધ્યું કે, સીઆરપીસી (હવે BNSS) હેઠળ પોલીસ કે તપાસ એજન્સીઓને બેંક ખાતા ફ્રીઝ કરવાની સત્તા ચોક્કસ છે અને તેની પર કોઈ વિવાદ નથી. પરંતુ આવી સત્તાનો ઉપયોગ અત્યંત વાજબી, તર્કસંગત અને વિવેકબુદ્ધિથી થવો જરૂરી છે.

માત્ર 1100 રૂપિયાના વિવાદ માટે લાખો રૂપિયાનું બેલેન્સ ધરાવતું આખું ખાતું ફ્રીઝ કરવું એ ‘રાઈટ ટુ લાઈફ’ (જીવવાનો અધિકાર) અને આજીવિકાના અધિકાર પર તરાપ મારવા સમાન છે.

હાઇકોર્ટનો હુકમ: 1100 રૂપિયા હોલ્ડ પર રાખી ખાતું ચાલુ કરો

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, ગુજરાત હાઇકોર્ટે અરજદારને મોટી રાહત આપતા HDFC બેંક અને સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે અરજદારનું ખાતું તાત્કાલિક ડી-ફ્રિઝ (Defreeze) કરવામાં આવે. અદાલતે એક વચલો અને ન્યાયિક રસ્તો કાઢતા આદેશ કર્યો કે, શંકાસ્પદ વ્યવહારની માત્રા જેટલી રકમ એટલે કે માત્ર 1100 રૂપિયા પર ‘લીયન’ (Hold) રાખવામાં આવે, અને બાકીની તમામ રકમનો ઉપયોગ કરવા માટે ખાતાધારકને મંજૂરી આપવામાં આવે.

જોકે, અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ મામલાનો આખરી નિર્ણય પોલીસ તપાસના પરિણામને આધીન રહેશે. હાઇકોર્ટના આ ચુકાદાથી સાયબર ક્રાઇમની તપાસના નામે આખા બેંક ખાતા ફ્રીઝ થવાનો ભોગ બનેલા હજારો સામાન્ય નાગરિકોને મોટી આશા જન્મી છે.

આ પણ વાંચો – મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
Next: ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.