Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો

ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-11T152938.433
  • ગુજરાત પોલીસનો પ્રજાલક્ષી નિર્ણય: DGP જી.એસ. મલિકનો આદેશ, હવે અધિકારીઓએ રોજ ૨ કલાક નાગરિકોને ફરજિયાત સાંભળવા પડશે

ગાંધીનગર: રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાની નાની-મોટી ફરિયાદો કે ન્યાયિક રજૂઆતો માટે છેક ગાંધીનગર, ડીજીપી કચેરી કે સચિવાલયના ધક્કા ન ખાવા પડે, તે દિશામાં ગુજરાત પોલીસ તંત્રે એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી કદમ ઉઠાવ્યું છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

આ નવા આદેશ મુજબ, હવે પોલીસ ખાતાના તમામ અધિકારીઓએ—પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કમિશનર સુધી—નાગરિકોની રજૂઆતો સાંભળવા માટે દરરોજ ફરજિયાત બે કલાક ફાળવવા પડશે. આ વ્યવસ્થાનો મૂળ હેતુ પોલીસ પ્રશાસનમાં પારદર્શિતા લાવવાનો અને લોકોની સમસ્યાઓનો સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ કરવાનો છે.

ઉચ્ચ કચેરીઓ માટે નિર્ધારિત સમય (બપોરે ૧૨ થી ૨)

Join Our WhatsApp Group

ડીજીપીના કચેરી હુકમ અનુસાર, રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે પબ્લિક મીટિંગનો સમય ફિક્સ કરી દેવામાં આવ્યો છે.

કોને લાગુ પડશે? પોલીસ કમિશનર (CP), જોઈન્ટ CP, એડિશનલ CP, ડેપ્યુટી CP, આસિસ્ટન્ટ CP, રેન્જ વડા (IG/DIG) અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP).

સમય: દરરોજ બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ (૨:૦૦) કલાક સુધી

આ સમયગાળા દરમિયાન અધિકારીઓએ પોતાની કચેરીમાં અચૂક હાજર રહીને અરજદારોની લેખિત અરજીઓ સ્વીકારવાની રહેશે અને તેના પર સત્વરે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની રહેશે.

અધિકારીની ગેરહાજરીમાં પણ કામ નહીં અટકે

ઘણીવાર અધિકારીઓ વીઆઈપી બંદોબસ્ત કે અન્ય સરકારી કામકાજમાં વ્યસ્ત હોવાથી અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડતું હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન રહી શકે, તો તેમના સ્થાને કોઈપણ સિનિયર અધિકારી અથવા રીડર દ્વારા નાગરિકોની રજૂઆત સાંભળીને તેમની અરજી રજિસ્ટર કરવાની રહેશે.

પોલીસ મથકોમાં પીઆઈ માટેનો સમય (સાંજે ૪ થી ૬)

માત્ર ઉચ્ચ કચેરીઓ જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર એટલે કે પોલીસ સ્ટેશન સ્તરે પણ આ નિયમ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ગુનાની તપાસ, પેટ્રોલિંગ કે કોર્ટના કામકાજમાં વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ હવેથી દરેક થાણા અમલદારે દરરોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાક દરમિયાન પોતાના પોલીસ મથકમાં ફરજિયાત હાજર રહેવું પડશે.

આ સમય દરમિયાન પીઆઈએ રૂબરૂ આવીને અરજદારોને સાંભળવાના રહેશે અને તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.

ગુજરાત પોલીસના આ પગલાથી સિસ્ટમમાં ‘ઓપન ડોર પૉલિસી’ (Open Door Policy) વધુ સુદૃઢ બનશે અને પોલીસ તથા પ્રજા વચ્ચેનું અંતર ઘટશે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

આ પણ વાંચો – સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
Next: મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ બની વિધવાઓને ફસાવતો કરીમ સિપાઈ ઝડપાયો

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.