Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • શિવસેના UBTમાં મોટું ભંગાણ: 6 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો ફટકો

શિવસેના UBTમાં મોટું ભંગાણ: 6 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો ફટકો

gujaratex@gmail.com June 23, 2026
BABA (8)
  • ‘આ વખતે સિક્સર ફટકારી છે’: ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદોને તોડ્યા બાદ એકનાથ શિંદેનો હુંકાર, પક્ષપલટા કાનૂનથી પણ બચ્યા

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. શિવસેના યુબીટી (UBT) ના છ લોકસભા સાંસદો સોમવારે ઔપચારિક રીતે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. આ બળવાથી શિવસેના UBT પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને અત્યંત મોટો રાજકીય ફટકો પડ્યો છે. તેમની પાર્ટીના કુલ નવ લોકસભા સાંસદોમાંથી છ સાંસદોએ એકસાથે પક્ષપલટો કરી લેતા હવે સંસદમાં ઠાકરે જૂથનું સંખ્યાબળ ઘટીને માત્ર ત્રણ જ રહી ગયું છે.

આ ઘટનાક્રમ સાથે જ શિવસેના UBT ના સંસદીય દળમાં ઔપચારિક રીતે વિભાજન થઈ ગયું છે અને લોકસભામાં એકનાથ શિંદેની પાર્ટીને મોટી મજબૂતી મળી છે.

કોણે-કોણે છોડ્યો સાથ?

Join Our WhatsApp Group

શિવસેના UBT છોડીને એકનાથ શિંદે જૂથમાં જોડાનાર છ સાંસદોના નામ નીચે મુજબ છે.

  • ઓમરાજે નિંબાળકર
  • સંજય દીના પાટીલ
  • સંજય જાધવ
  • સંજય દેશમુખ
  • નાગેશ પાટીલ આષ્ટીકર
  • ભાઉસાહેબ વાકચૌરે

આ તમામ છ સાંસદોએ ગત ૧૭ જૂને નવી દિલ્હીમાં બોલાવવામાં આવેલી શિવસેના UBT ની સંસદીય દળની બેઠકમાં હાજરી આપી ન હતી. ત્યારથી જ તેમના બળવાની અટકળો તેજ બની ગઈ હતી. તે બેઠકમાં પાર્ટીના માત્ર ત્રણ સાંસદો જ પહોંચ્યા હતા.

પક્ષપલટા કાનૂનથી કેવી રીતે બચશે?

લોકસભામાં શિવસેના UBT ના કુલ ૯ સાંસદો હતા. પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) હેઠળ, કોઈપણ જૂથને વિભાજન પછી ગેરલાયકાતથી બચવા માટે ઓછામાં ઓછા બે-તૃતીયાંશ (2/3) સાંસદોના સમર્થનની જરૂર પડે છે. ૯ માંથી ૬ સાંસદો સાથે શિંદે જૂથ આ બે-તૃતીયાંશનો આંકડો હાંસલ કરવામાં સફળ રહ્યું છે. જેથી કાનૂની રીતે પણ આ તમામ સાંસદોની સ્થિતિ એકદમ મજબૂત અને સુરક્ષિત માનવામાં આવી રહી છે.

શિંદેનો હુંકાર: ‘મારી સાથે છ વાઘ આવ્યા છે, આ વખતે સિક્સર ફટકારી છે’

સાંસદોના પક્ષપ્રવેશને લઈને મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એકનાથ શિંદેએ નવા સાંસદોનું સ્વાગત કરતા કહ્યું કે આ તેમની પાર્ટી માટે બહુ મોટી ઉપલબ્ધિ છે.

સિક્સર ફટકારી: શિંદેએ કહ્યું, “આજે મારી સાથે એક નહીં, પરંતુ છ વાઘ હાજર છે. આ વખતે અમે રાજકીય મેદાનમાં સિક્સર ફટકારી છે.”

અસલી શિવસેના: વર્ષ 2022 ના બળવાને યાદ કરતા તેમણે જણાવ્યું કે તે સમયે પાર્ટીની હિન્દુત્વની વિચારધારા અને ‘તીર-કામઠું’ (ધનુષ-બાણ) ચૂંટણી ચિન્હને બચાવવા માટે બળવો કરવામાં આવ્યો હતો.

તેમણે ઉમેર્યું, “આ પગલું શિવસેનાના વિસ્તરણનો બીજો તબક્કો છે. આ લોકસભા સભ્યો હવે એ અસલી શિવસેનામાં જોડાયા છે જે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોને અનુસરે છે.”

‘ઓપરેશન ટાઈગર’ સફળ: દેવેન્દ્ર ફડણવીસનો કટાક્ષ

શિંદે છાવણીએ આ સમગ્ર રાજકીય ઓપરેશનને ‘ઓપરેશન ટાઈગર’ નામ આપ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરે પર સીધો રાજકીય કટાક્ષ કરતા કહ્યું, “ઓપરેશન સફળ રહ્યું છે અને દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જેમને આત્મચિંતન કરવું જોઈએ, તેઓ કરે.”

📍 #मुंबई |

शिवसेना उद्धव बाळासाहेब ठाकरे गटाच्या सहा विद्यमान खासदारांनी आज शिवसेनेचे मुख्य नेते व उपमुख्यमंत्री मा. ना. श्री. एकनाथ शिंदे यांच्या प्रमुख उपस्थितीत हाती भगवा झेंडा घेत #शिवसेना पक्षात प्रवेश केला. मुंबईतील यशवंतराव चव्हाण सेंटर येथे पार पडलेल्या या पक्षप्रवेश… pic.twitter.com/xQ6Nykgy23

— Shivsena – शिवसेना (@Shivsenaofc) June 22, 2026

બળવાખોર સાંસદોએ શું કારણ આપ્યું?

શિંદે જૂથમાં જોડાયેલા સાંસદોએ પક્ષપલટા માટે મુખ્ય કારણ તેમના મતવિસ્તારના વિકાસ કાર્યો માટે પૂરતું ભંડોળ ન મળવાનું જણાવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે સરકાર જનતાના હિતોને પ્રાધાન્ય આપશે અને તેમના વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે કોઈપણ પ્રકારના ભંડોળની કમી આવવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો – લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

Related News

BABA (7)

લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

gujaratex@gmail.com June 23, 2026
BABA (2)

રામ મંદિર સુરક્ષામાં ₹10 કરોડનો ધુમાડો કર્યો છતાં થઈ કરોડો રૂપિયાની ચોરી, દિગ્ગજોની સંડોવણીની આશંકા

gujaratex@gmail.com June 19, 2026
BABA

G-7 માં એક વર્ષ બાદ મળ્યા પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ: જાણો મુલાકાતમાં શું થઈ ચર્ચા અને શું છે તેના કૂટનીતિક અર્થ?

gujaratex@gmail.com June 18, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • શિવસેના UBTમાં મોટું ભંગાણ: 6 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો ફટકો
  • લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા
  • CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?
  • અમદાવાદમાં એન્ટી-બેગિંગ ડ્રાઈવ શરૂ: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ કરી શાળામાં અપાશે પ્રવેશ
  • અમદાવાદ: વસ્ત્રાલના સ્પામાં મસાજની આડમાં પીરસાતું હતું MD ડ્રગ્સ, ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં બે સંચાલકો ઝડપાયા

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.