Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

gujaratex@gmail.com June 23, 2026
BABA (7)

લખનઉ : ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં સુરત અને રાજકોટની યાદ અપાવે તેવી એક અત્યંત દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. લખનઉના વ્યસ્ત એવા અલીગંજ વિસ્તારમાં આવેલા ઉષા મહેતા માર્ગ પરની ત્રણ માળની કોમર્શિયલ ઈમારતમાં ભયાનક આગ લાગતા ૧૫ નિર્દોષ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૪ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યુવાનોની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની આસપાસ હોવાથી પીડિત પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

એનિમેશન ક્લાસમાં લાગી આગ, બચવાના તમામ રસ્તાઓ હતા બંધ

અલીગંજ વિસ્તાર એ કોચિંગ સેન્ટર્સનું હબ ગણાય છે. આગ લાગી તે ત્રણ માળની ઈમારતમાં એનિમેશન કોચિંગ સેન્ટર ચાલતું હતું. વર્કિંગ ડે હોવાથી સેન્ટરમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હાજર હતી.

Join Our WhatsApp Group

કેવી રીતે લાગી આગ?: પ્રાથમિક અટકળો મુજબ એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી.

અજાણ વિદ્યાર્થીઓ: આગ જ્યારે વિકરાળ બની ત્યારે જ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓને તેની જાણ થઈ હતી, ત્યાં સુધીમાં આખું બિલ્ડિંગ ધુમાડાના ગોટેગોટાથી ઘેરાઈ ચૂક્યું હતું.

બંધ દરવાજાએ લીધા જીવ

બિલ્ડિંગ ચારેબાજુથી પેક હોવાથી બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નહોતો. જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ બાથરૂમમાં ભરાઈ ગયા હતા, તો કેટલાકે ટેરેસ તરફ દોટ મૂકી હતી. પરંતુ સૌથી મોટી બેદરકારી એ હતી કે ટેરેસ પર જવાની સીડીના દરવાજે તાળું મારેલું હતું, જેના કારણે તેઓ બહાર ન જઈ શક્યા અને આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા. કેટલાક યુવાનોએ બારીમાંથી કૂદવાનો પ્રયાસ પણ કર્યો હતો.

બિલ્ડિંગમાં ગેમઝોન અને પેટ ક્લિનિક પણ હતા

આ ઈમારતમાં માત્ર કોચિંગ ક્લાસ જ નહીં, પરંતુ સૌથી ઉપરના માળે ગેમ ઝોન અને સૌથી નીચે પેટ ક્લિનિક (પશુઓનું દવાખાનું) પણ ચાલતું હતું. રિપોર્ટ્સ મુજબ આ દુર્ઘટનામાં ક્લિનિકમાં રહેલા કેટલાક પ્રાણીઓનાં પણ મોત થયા છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના ૧૪ થી વધુ વાહનો કામે લગાડવા પડ્યા હતા અને મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.

સીએમ યોગીએ પ્રવાસ ટૂંકાવ્યો, તપાસના આદેશ

આ ગોઝારી ઘટના સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢના પ્રવાસે હતા. ઘટનાની ગંભીરતા જોતા તેઓ પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક લખનઉ પહોંચ્યા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સીએમ યોગીએ પીડિત પરિવારોને સાંત્વના આપતા આ સમગ્ર અગ્નિકાંડની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

વળતરની જાહેરાત

દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

કેન્દ્ર સરકાર: પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.

યુપી સરકાર: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્ય સરકારના ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. ૫ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની વધારાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો – CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?
Next: શિવસેના UBTમાં મોટું ભંગાણ: 6 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો ફટકો

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.