Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઈરાન યુદ્ધથી ભારત-ચીન પર ભારે અસર, રશિયાને મોટો ફાયદો : તેલના ભાવમાં રેકોર્ડ ઉછાળો

ઈરાન યુદ્ધથી ભારત-ચીન પર ભારે અસર, રશિયાને મોટો ફાયદો : તેલના ભાવમાં રેકોર્ડ ઉછાળો

gujaratex@gmail.com March 12, 2026
1

તુંવર મુજાહિદ, ગુજરાત એક્સક્લૂઝિવ સિનિયર કોપી એડિટર :  ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલાઓએ વૈશ્વિક ઊર્જા બજારને હલાવી દીધું છે. તેલના ભાવમાં તીવ્ર ઉછાળો, જહાજોની હિલચાલ રોકાઈ, સપ્લાય ચેઈનમાં ખલેલ અને મોંઘવારીનો ભય, આ બધું હવે ભારત અને ચીન જેવા મોટા તેલ આયાતકાર દેશો માટે મોટી મુશ્કેલી બની ગયું છે. બીજી તરફ રશિયાને આ સંકટમાંથી અચાનક મોટો ફાયદો થઈ રહ્યો છે.

ચીન માટે મોટી મુશ્કેલી

ચીન વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર છે અને ઈરાન તેના મુખ્ય સપ્લાયર્સમાંનું એક છે. ગયા વર્ષે ઈરાનમાંથી વેચાયેલા તેલનો 80%થી વધુ ભાગ ચીને ખરીદ્યો હતો. રોજના સરેરાશ 13.8 લાખ બેરલ. આ ચીનની કુલ ઊર્જા સપ્લાયનો આશરે 13% ભાગ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા હુમલાઓ અને ઈરાનની ધમકીઓને કારણે આ સપ્લાયમાં ખલેલ પડી રહી છે.

Join Our WhatsApp Group

ચીન માટે આ સમસ્યા બેવડી છે. એક તરફ તેલના ભાવમાં ઉછાળો અને બીજી તરફ સપ્લાય ચેઈનની અસ્થિરતા. ઈરાન પરના પશ્ચિમી પ્રતિબંધોને કારણે ચીન ઈરાની તેલને મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોના લેબલ સાથે ખરીદે છે, જે હવે જોખમમાં છે. આ સાથે ટ્રમ્પની આગામી ચીન મુલાકાતમાં પણ વિલંબ થઈ શકે છે, જેનાથી ટેરિફ પરની વાટાઘાટો પર અસર પડશે.

ભારતની સ્થિતિ નાજુક

ભારત પણ આ સંકટથી બહાર નથી. દેશના લગભગ અડધા ભાગનું ક્રૂડ ઓઈલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે. તેલના ભાવમાં થયેલો ઉછાળો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારશે, જેની અસર મોંઘવારી અને રોજિંદા જીવન પર પડશે. ભારત રશિયન તેલની ખરીદીમાંથી દૂર જઈ રહ્યું હતું, પરંતુ હવે ફરી રશિયા તરફ પાછું વળવું પડી શકે છે.

આ સાથે ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીય પ્રવાસીઓ દ્વારા મોકલાતા પૈસા અને બાસમતી ચોખાના નિર્યાત પર પણ અસર પડી શકે છે. ભારતીય અર્થતંત્ર માટે આ સમય ખૂબ જ નાજુક છે. ખાડી દેશોમાંથી આવતા એલપીજી ગેસનો પૂરવઠો પણ રોકાઈ ગયો હોવાના કારણે આગામી દિવસો વધારે ચિંતાજનક બની શકે છે. હાલથી દેશભરમાં એલપીજી સિલેન્ડરોની અછત ઉભી થઈ ગઈ છે. તેવામાં આગામી સમયમાં યુદ્ધનો અંત આવશે નહીં તો ભારતીય ઈકોનોમી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સાથે જ મીડલ ક્લાસ અને ગરીબોના જીવન પર સૌથી ભયંકર નકારાત્મક અસર થઈ શકે છે.

હોર્મુઝનું મહત્વ અને વૈશ્વિક અસર

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વના સમુદ્રી માર્ગોમાંનો એક છે. આ સંકરા માર્ગમાંથી રોજના 1.9 કરોડ બેરલ તેલ અને લિક્વિડ નેચરલ ગેસની સપ્લાય થાય છે. જે વિશ્વના કુલ તેલના 20% જેટલું છે. સાથે જ આ માર્ગ રાસાયણિક ખાતર, પેટ્રોકેમિકલ, સલ્ફર, ચૂનાના પથ્થર અને સિમેન્ટ જેવા મહત્વના કાચા માલની સપ્લાય માટે પણ જરૂરી છે.

ઈરાનની ધમકીઓ અને હુમલાઓને કારણે જહાજોની આવન-જાવન લગભગ થંભી ગઈ છે. ઈન્શ્યોરન્સ કંપનીઓએ “યુદ્ધ જોખમ”ને કારણે પ્રીમિયમ 50% સુધી વધારી દીધા છે અને કેટલીક મોટી કંપનીઓએ હોર્મુઝનો રસ્તો છોડીને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપનો રસ્તો અપનાવ્યો છે. જેનાથી મુસાફરી હજારો કિલોમીટર લાંબી અને ખર્ચાળ બની ગઈ છે.

ભારત માટે ચિંતાની વાત તે માટે છે કેમ કે, ભારતમાં ક્રૂડ ઓઈલથી લઈને ઉર્જાનો મોટા ભાગનો સ્ત્રોત એટલે કે 80 ટકાથી વધારે સામાન હોર્મુઝ સ્ટ્રેટ થઈને આવે છે. દેશને એક અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમવા માટે તૈયાર રહેવું પડશે.

યુરોપ માટે નવું ઊર્જા સંકટ

યુરોપ પહેલેથી જ રશિયન ગેસથી દૂર થવાના પ્રયાસમાં છે, પરંતુ હવે લિક્વિડ નેચરલ ગેસ (LNG) પરની નિર્ભરતાએ તેને નવા જોખમમાં મૂકી દીધું છે. કતાર યુરોપના કુલ LNG આયાતનો 15% ભાગ પૂરો પાડે છે, અને હોર્મુઝ તેનો એકમાત્ર માર્ગ છે. જો આ માર્ગ બંધ થશે તો યુરોપમાં ગેસની અછત થઈ શકે છે.

જર્મનીમાં ગેસનો સ્ટોક હાલમાં માત્ર 20% ક્ષમતા પર છે. વસંતમાં તેને ભરવાનો સમય છે, પરંતુ આ સ્તર ઐતિહાસિક રીતે નીચું છે. વિશ્લેષકોનું માનવું છે કે જો આ સંકટ લાંબો ચાલશે તો યુરોપિયન ગેસના ભાવ 130% સુધી વધી શકે છે. જે 2022ના યુક્રેન યુદ્ધ પછીનો સૌથી મોટો ઝટકો હશે.

વૈશ્વિક અર્થતંત્ર પર અસર

આ યુદ્ધ ટૂંકા ગાળાનો નથી રહ્યો. તે વૈશ્વિક મોંઘવારી, ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઈનને લાંબા સમય સુધી અસર કરશે. ભારત અને ચીન જેવા દેશો માટે તેલના ભાવમાં ઉછાળો મોંઘવારીનું નવું ચક્ર શરૂ કરી શકે છે, જ્યારે રશિયા આ સંકટમાંથી આર્થિક રાહત મેળવી રહ્યું છે.

આ સ્થિતિ હવે માત્ર મધ્ય પૂર્વનો મુદ્દો નથી રહી. તે વૈશ્વિક અર્થતંત્ર માટે એક મોટો પડકાર બની ગઈ છે.

 

આ પણ વાંચો – અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; અપના બજાર બિલ્ડિંગના વિભાગો કરાવ્યા ખાલી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાકમાં અમેરિકી તેલ ટેન્કર પર હુમલો : એક ભારતીયનું મોત, બાકીના 15 ક્રૂ મેમ્બર સુરક્ષિત – આકાશે આંબ્યા ભાવ
Next: ક્રીમી લેયરની નવી વ્યાખ્યા : શું સુપ્રીમ કોર્ટે મંડલના મૂળ દર્શનને ફરી જીવંત બનાવ્યું?

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.