Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ

ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-02T124227.328

નવી દિલ્હી/લખનૌ: ઉત્તર પ્રદેશમાં શુક્રવારે (૨૯ મે) રાત્રે ફૂંકાયેલા ભયંકર આંધી-તોફાને ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં ૨૮ લોકોના કરુણ મોત નીપજ્યા છે. મોટાભાગના લોકો મકાનો ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી અથવા તો ઉખડી ગયેલા થાંભલા અને વૃક્ષો નીચે દબાઈ જવાથી જીવ ગુમાવી બેઠા છે. ‘ધ ટેલિગ્રાફ’ ના અહેવાલ મુજબ, સહારનપુરના શાકુંભરી દેવી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગાંડીતૂર બનેલી નદી પાર કરવાના પ્રયાસમાં બે મહિલાઓના ડૂબી જવાથી મોત થયા છે.

પૂર્વ અને મધ્ય જિલ્લાઓમાં સૌથી વધુ અસર

તોફાનની સૌથી વ્યાપક અસર રાજ્યના પૂર્વ અને મધ્ય જિલ્લાઓ પર જોવા મળી છે. અહીં અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયો હતો. આંધી-તોફાન વચ્ચે માત્ર બુંદેલખંડમાં જ ૧૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં હમીરપુર અને બાંદા જિલ્લામાં મકાન પડવાથી ૩-૩ લોકોના, જ્યારે મહોબા તથા ઉરઈ જિલ્લામાં ૨-૨ લોકોના મોત થયા છે.

Join Our WhatsApp Group

આ ઉપરાંત પૂર્વ જિલ્લા કૌશાંબીમાં ૪ અને પ્રતાપગઢમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આઝમગઢ, બલિયા અને ભદોહીમાં પણ ૧-૧ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કાનપુર, ચિત્રકૂટ, દેવરિયા અને મહારાજગંજથી પણ લોકોના મોતના અહેવાલો મળ્યા છે.

રેલવે વ્યવહાર ખોરવાયો, મુસાફરો અટવાયા

આ તોફાન દરમિયાન રેલવે નેટવર્કને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. કાનપુર-ઉરઈ રેલખંડ પર જલૌન પાસે રેલવે ભવનની છતના પતરાં ઉડીને ઓવર હેડ ઈલેક્ટ્રિક (OHE) લાઈન પર પડ્યા હતા. જેના કારણે તાર તૂટી ગયા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો. પરિણામે ઉરઈ વાયા દોડતી ટ્રેનોનું સંચાલન છ કલાક સુધી ઠપ રહ્યું હતું. ગોરખપુરમાં પણ રેલવે ટ્રેક પર વૃક્ષ પડવાથી OHE તાર તૂટી જતા ૧૦ થી વધુ ટ્રેનો અટવાઈ ગઈ હતી.

હવામાન વિભાગના આંકડા અને ચેતવણી

હવામાન વિભાગે શુક્રવારે અયોધ્યામાં ૯૦ મિમી, અલ્હાબાદમાં ૬૧ મિમી, ઉન્નાવમાં ૫૯ મિમી, સિદ્ધાર્થનગરમાં ૫૧ મિમી અને સહારનપુરમાં ૩૨ મિમી વરસાદ નોંધ્યો છે. વિભાગની આગાહી મુજબ હજુ પણ રાજ્યના કેટલાક અલગ-અલગ ભાગોમાં તેજ પવન સાથે તોફાન આવવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મે મહિનાની શરૂઆતમાં પણ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વીજળી પડવા અને ભારે કરાની વૃષ્ટિના કારણે ૧૧૧ લોકોના મોત થયા હતા. તે સમયે દિવાલ અને ઝાડ પડવાની વ્યાપક ઘટનાઓ સામે આવી હતી. રશિયા, UAE અને સિંગાપોર જેવા દેશોના નેતાઓએ પણ તે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તે આપત્તિ પર તાત્કાલિક કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નહોતું.

હિમાચલમાં પણ ‘યલો એલર્ટ’

આ દરમિયાન હિમાચલ પ્રદેશના કેટલાક પહાડી ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડ્યા છે. જેને પગલે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ (Yellow Alert) જારી કર્યું છે. શુક્રવારે સાંજે શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડતાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.

આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
Next: અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

Related News

BABA (70)

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (64)

અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

gujaratex@gmail.com July 13, 2026
BABA (62)

ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

gujaratex@gmail.com July 12, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.