Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • મિડલ ઇસ્ટનું રહસ્ય : અરામકો હુમલામાં ઇઝરાયેલનું કનેક્શન અને સાઉદીનો ઐતિહાસિક ઇન્કાર

મિડલ ઇસ્ટનું રહસ્ય : અરામકો હુમલામાં ઇઝરાયેલનું કનેક્શન અને સાઉદીનો ઐતિહાસિક ઇન્કાર

gujaratex@gmail.com March 4, 2026
3

મિડલ ઇસ્ટમાં તણાવની આગ વધુ ભભૂકી ઊઠી છે. તાજેતરમાં સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામકોની રાસ તનુરા રિફાઇનરી પર થયેલા ડ્રોન હુમલાને લઈને નવું વિવાદ ઊભું થયું છે. સાઉદી અરેબિયા અને અમેરિકા આ હુમલાને ઇરાનની કરામત કહી રહ્યા છે, પરંતુ ઇરાને આ આરોપને સાફ નકારી કાઢ્યો છે. ઇરાની મિલિટરી સોર્સિસના જણાવ્યા મુજબ, આ હુમલો ઇરાને નહીં, પરંતુ ઇઝરાયેલે કર્યો છે – અને તે પણ એક “ફોલ્સ ફ્લેગ” ઓપરેશન તરીકે! આ ખુલાસો મિડલ ઇસ્ટના જટિલ રાજકારણને વધુ ગૂંચવણભર્યું બનાવી રહ્યો છે, જ્યારે બીજી તરફ સાઉદી અરેબિયા ઐતિહાસિક રીતે અમેરિકાને ઇરાક પર હુમલો કરવા માટે ક્યારેય પ્રોત્સાહિત કર્યું નથી, તેવો તેમનો ઇન્કાર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બંને મુદ્દાઓને જોડીને જોઈએ તો સ્પષ્ટ થાય છે કે મિડલ ઇસ્ટમાં તેલ, શક્તિ અને રાજકીય ચાલબાજીનું એક મોટું જાળું વણાઈ રહ્યું છે.

પહેલા વાત કરીએ અરામકો હુમલાની. 2 માર્ચ, 2026ના રોજ સાઉદી અરેબિયાની રાસ તનુરા રિફાઇનરી પર ડ્રોન હુમલો થયો, જેમાં બે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા પરંતુ તેમના કાટમાળથી આગ લાગી. આ રિફાઇનરી વિશ્વની સૌથી મોટીમાંની એક છે અને દરરોજ 5.5 લાખ બેરલ તેલ પ્રોસેસ કરે છે. સાઉદી ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ હુમલાને ઇરાની પ્રતિક્રિયા તરીકે જોયો, કારણ કે અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલા કર્યા પછી તેહરાને પ્રતિકાર કર્યો છે. પરંતુ ઇરાની ન્યૂઝ એજન્સી તસ્નીમે મિલિટરી સોર્સને ટાંકીને કહ્યું કે આ હુમલો ઇઝરાયેલનું કાવતરું છે. તેમના મુજબ, ઇઝરાયેલ આવા હુમલા કરીને પોતાના ઇરાનમાં સિવિલિયન સાઇટ્સ પર હુમલાને છુપાવવા માંગે છે અને વિભાજન પેદા કરે છે. આ ક્લેમથી તેલના વૈશ્વિક ભાવમાં 7%નો વધારો થયો છે, અને મિડલ ઇસ્ટમાં તેલ સપ્લાયનું જોખમ વધ્યું છે.

તો બીજી તરફ એક એવા સમાચાર સામે આવ્યા હતા કે, સાઉદી અરેબિયાએ ઈરાક ઉપર હુમલાને લઈને અમેરિકાને સમર્થન આપ્યું હતું. જોકે, હવે સાઉદી અરેબિયા તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેમણે ક્યારેય અમેરિકાને ઈરાક ઉપર હુમલો કરવા માટે કહ્યું નથી. સાઉદી અરેબિયા તરફતી નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જો અમે ફોન કોલ્સ થકી ઈરાક ઉપર હુમલો કરવાની વાતને સમર્થન આપ્યું છે તો તે અંગેના પુરાવા અમેરિકાએ રજૂ કરવા જોઈએ.

Join Our WhatsApp Group

ઈરાક સામે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયેલ-અમેરિકા તરફથી એવા નિવેદન આપવામાં આવ્યા છે, જેનાથી ઈરાક અને અન્ય મુસ્લિમ દેશો એકબીજા સાથે યુદ્ધમાં ઉતરે. તો સાઉદી અરેબિયાની તેલ કંપની ઉપર પણ હુમલા પાછળ પણ ઈરાક અને સાઉદી અરેબિયા વચ્ચે યુદ્ધ શરૂ કરવાના કાવતરા તરીકે દેખવામાં આવી રહ્યું છે. ઈરાકના નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, સાઉદી અરેબિયાની તેલ કંપની ઉપર ઈરાકે હુમલો કર્યો નથી. ઈરાકે કહ્યું છે કે, તેને અમેરિકા અને મૌસાદના એજન્ટોને જ નિશાના બનાવ્યા છે. તેલ કંપની ઉપર તેમણે નહીં પરંતુ ઈઝરાયેલે હુમલો કર્યો હોવાની વાત ઈરાકે કરી છે.

આ હુમલાને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો 2019માં અબકાઇક અને ખુરાઇસ પર થયેલા હુમલામાં પણ ઇરાનને બ્લેમ કરવામાં આવ્યું હતું, જેને યેમેનના હુતી રેબલ્સે ક્લેમ કર્યું હતું. પરંતુ હવે ઇરાનના આરોપથી પ્રશ્ન ઊભો થાય છે કે શું ઇઝરાયેલ ખરેખર આવા ફોલ્સ ફ્લેગ ઓપરેશન્સ કરીને ઇરાનને બદનામ કરી રહ્યું છે? અને આમાં સાઉદી અરેબિયાની ભૂમિકા શું છે, જે અમેરિકા અને ઇઝરાયેલના સાથી તરીકે જાણીતું છે?

આ ખુલાસાઓ પછી યુદ્ધમાં કેટલાક નવા પરિપ્રેક્ષ્ય પણ જોવા મળી શકે છે. આ બધી ઘટના પછી પણ સાઉદી અરેબિયાનું ઈરાક પર હુમલો કરવાનું ઈન્કાર કર્યું છે.

આ પણ વાંચો-ઈરાનને નવો સુપ્રીમ લીડર મળ્યો, અસેમ્બલી ઑફ એક્સપર્ટ્સે મોજતબા ખામેનેઈના નામ પર મારી મહોર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભાવનગરમાં ચેક બાઉન્સના કેસમાં હીરા વેપારીને કડક સજા : 1 વર્ષની જેલ સાથે 43.20 લાખનો દંડ
Next: રશિયા-ચીનની ચેતવણી : ઇરાન પર હુમલા બંધ નહીં થાય તો મધ્ય પૂર્વમાં ભભૂકશે ભયંકર આગ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.