Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • લોન ડિફોલ્ટરો પર RBIની તલવાર: હવે પૈસા હોવા છતાં લોન નહીં ભરો તો 6 મહિનામાં જ ‘વિલફૂલ ડિફોલ્ટર’ જાહેર થશો

લોન ડિફોલ્ટરો પર RBIની તલવાર: હવે પૈસા હોવા છતાં લોન નહીં ભરો તો 6 મહિનામાં જ ‘વિલફૂલ ડિફોલ્ટર’ જાહેર થશો

gujaratex@gmail.com April 29, 2026
BABA (20)
  • બેન્કોની મનમાની પર રોક: હવે ઓટોમેટિક સિસ્ટમ નક્કી કરશે કોની લોન ફસાઈ, માનવીય દખલગીરી બંધ

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશની બેન્કિંગ સિસ્ટમને વધુ કડક અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ બનાવવાની દિશામાં મોટું ડગલું ભર્યું છે. RBIના નવા પરિપત્ર મુજબ, હવે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે પૈસા હોવા છતાં જાણીજોઈને લોનના હપ્તા નહીં ભરે, તો તેને માત્ર 6 મહિનાની અંદર જ ‘વિલફૂલ ડિફોલ્ટર’ (જાણીજોઈને નાણાં ન ચૂકવનાર) જાહેર કરી દેવામાં આવશે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે.

નવા નિયમોની મુખ્ય અસરો

1. એક લોન ફસાશે તો તમામ એકાઉન્ટ સ્થગિત: નવી જોગવાઈ મુજબ, જો કોઈ ગ્રાહકે એક કરતા વધુ જગ્યાએથી લોન લીધી હોય અને તે માત્ર એક જ લોનમાં ડિફોલ્ટર બનશે, તો પણ તેને તમામ લોન ખાતામાં ડિફોલ્ટર ગણી લેવાશે. એટલું જ નહીં, આવા કિસ્સામાં તેના તમામ બેન્ક એકાઉન્ટ સ્થગિત (ફ્રીઝ) કરી દેવામાં આવશે.

Join Our WhatsApp Group

2. નુકસાનની પહેલેથી તૈયારી (ECL સિસ્ટમ)

અત્યાર સુધી બેન્કો લોન ફસાઈ ગયા પછી તેની જોગવાઈ (Provisioning) કરતી હતી. પરંતુ હવે ‘એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ’ (ECL) સિસ્ટમ અમલમાં આવશે. આનો અર્થ એ છે કે બેન્કે લોન આપતી વખતે જ તેના પર કેટલું જોખમ છે તે વિચારીને નફામાંથી અમુક રકમ અગાઉથી અલગ રાખવી પડશે. આનાથી બેન્કોના નફા પર ટૂંકા ગાળા માટે અસર પડી શકે છે, પરંતુ બેન્કિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત બનશે.

3. માનવીય દખલગીરી વગર ઓટોમેટિક પ્રોસેસ

ઘણીવાર બેન્ક અધિકારીઓની મિલીભગતથી મોટા લોન લેનારાઓ ડિફોલ્ટ થવા છતાં બચી જતા હતા. હવે RBI એ આદેશ આપ્યો છે કે તમામ કોમર્શિયલ બેન્કોએ ‘ઓટોમેટેડ સિસ્ટમ’ દાખલ કરવી પડશે. આ સિસ્ટમમાં માણસોની દખલ વગર ઓટોમેટિક રીતે લોન લેનારના પેમેન્ટ પર નજર રાખવામાં આવશે અને સમય મર્યાદા પૂરી થતા જ તેને NPA જાહેર કરી દેવાશે.

4. લોનનું વર્ગીકરણ: બેન્કોએ હવે લોનને ત્રણ કેટેગરીમાં વહેંચવી પડશે

કેટેગરી 1: જેમાં જોખમ સૌથી ઓછું હોય.

કેટેગરી 2: જેમાં ધિરાણ સામે વધુ જોખમ દેખાતું હોય.

કેટેગરી 3: જે લોન વર્તમાન ધોરણ મુજબ NPA (ફસાયેલી મૂડી) બની ગઈ હોય.

જોકે, હપ્તો ન ભરાય અને લોન NPA થાય તે માટેનો 90 દિવસનો જૂનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. ભારતની બેન્કો વૈશ્વિક ધોરણોની હરોળમાં આવે તે હેતુથી આ કડક પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – લોકશાહીનો અર્થ માત્ર બહુમતી નહીં, પરંતુ બહુવિધતા છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: લોકશાહીનો અર્થ માત્ર બહુમતી નહીં, પરંતુ બહુવિધતા છે
Next: બંગાળ ચૂંટણી: બીજા તબક્કામાં અનેક જગ્યાએ હિંસા, મારામારી અને EVM ખરાબીની ફરિયાદો, સુરક્ષા દળોએ સ્થિતિ સંભાળી

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.