Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (70)
  • અમદાવાદના કરોડોના ડ્રગ્સ માર્કેટનો અસલી ખેલાડી ‘થર્ડ લેયર’, ગરીબ અને ગુનેગારો તો માત્ર સફેદપોશ આકાઓનો નકાબ!

અભિષેક પાંડેય, અમદાવાદ : ગુજરાત એક્સક્લૂસિવની ડ્રગ્સ નેટવર્ક પરની વિશેષ તપાસ શ્રેણીના અત્યાર સુધીના સાત ભાગમાં આપણે જોયું કે અમદાવાદમાં કયા પ્રકારના ડ્રગ્સ પ્રચલિત છે, તે ક્યાંથી આવે છે, સ્પા સેન્ટરોના ઓઠા હેઠળ કયું ‘હની મોડેલ’ ચાલે છે અને કેવી રીતે ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારો આ દળદળમાં હોમાઈ રહ્યા છે.

અત્યાર સુધી સામાન્ય જનતા અને કાયદા અમલીકરણ એજન્સીઓની નજરમાં પણ એવું જ રહ્યું છે કે આ ડ્રગ્સ નેટવર્ક પાછળ ગરીબ, મજબૂર, અશિક્ષિત અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો જ સક્રિય છે. પરંતુ આ શ્રેણીના આઠમા ભાગમાં અમે ડ્રગ્સ નેટવર્કના એ ‘થર્ડ લેયર’ (ત્રીજા સ્તર) પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ, જે આ કરોડો રૂપિયાના કાળા કારોબારનો અસલી આર્કિટેક્ટ છે.

વાસ્તવિકતા એ છે કે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબ પેડલર્સ કે મધ્યમ સ્તરના સપ્લાયર્સ તો માત્ર અસલી ડ્રગ માફિયાઓના મોહરા અને નકાબ છે, જ્યારે ડ્રગ્સનો અસલી અને મોટો ખેલ આ ત્રીજા સ્તરના વ્હાઇટ-કોલર લોકો દ્વારા સંચાલિત થઈ રહ્યો છે.

Join Our WhatsApp Group

આ ભયાનક નેટવર્કના અસલી ચહેરાઓ સુધી પહોંચતા પહેલાં આ ગુનાહિત સામ્રાજ્યના પ્રથમ અને દ્વિતીય સ્તરના વર્ગીકરણને સ્પષ્ટપણે સમજવું જરૂરી છે.

ડ્રગ્સ નેટવર્કનું પ્રથમ લેયર (સ્તર) એ છે, જે બજારમાં ડ્રગ્સના નવા ગ્રાહકો તૈયાર કરે છે અથવા તૈયાર ગ્રાહકોના હાથ સુધી માલ પહોંચાડવાનું ગ્રાઉન્ડ લેવલનું કામ કરે છે. આ પ્રથમ લેયરમાં સ્પા સેન્ટરોમાં કામ કરતી મજબૂર યુવતીઓ અથવા એવા વ્યસનીઓનો સમાવેશ થાય છે, જેઓ પોતાના નશાનો ખર્ચ કાઢવા માટે અથવા ચાર પાઉચ વેચવા બદલ મળતા એક મફત પાઉચની લાલચમાં અન્ય લોકોને પણ નશાના રવાડે ચઢાવે છે.

આ સિવાય, આઝમ ઉર્ફે ટાઇગર કે ફૈઝાન અન્સારી જેવા ગરીબ યુવાનો અને સગીરો પણ આ જ સ્તરમાં આવે છે, જેઓ સામાન્ય કમિશન અથવા નશાના પાઉચના બદલામાં ડિલિવરી બોય અને કેરિયર તરીકે બજારમાં છૂટક (રિટેલ) પાઉચ વેચે છે. પોલીસ રેડ દરમિયાન સામાન્ય રીતે સૌથી પહેલાં આ જ લોકો ઝડપાય છે.

આ પ્રથમ સ્તરની બરાબર ઉપર ડ્રગ્સ નેટવર્કનું સેકન્ડ લેયર (બીજું સ્તર) કાર્યરત હોય છે, જે બજારમાં રિટેલર અને ગ્રાહકોની સાંકળ (કસ્ટમર ચેઇન) તૈયાર કરવાનું આયોજન કરે છે.

આ સ્તરમાં વસ્ત્રાલમાં ક્રાઇમ બ્રાન્ચની ડ્રગ્સ રેડ દરમિયાન સામે આવેલા પવન શર્મા જેવા સ્પા સંચાલકોનો સમાવેશ થાય છે. આ જ સ્તરની સમાનાંતર ફમ્મો ઉર્ફે ફરઝાના અન્સારી, મજ્જો અને રુક્કો ઉર્ફે રુખસાના જેવા સ્થાનિક સપ્લાયર્સ અને રિટેલર્સ કાર્યરત છે, જેઓ પોતાના ચોક્કસ વિસ્તાર પૂરતા સીમિત રહીને સામાન્ય રીતે એક કિલોથી ઓછા જથ્થામાં પોતાનો કારોબાર ચલાવે છે.

જોકે, આંતરિક સ્ત્રોતોના જણાવ્યા મુજબ વસીમ અહેમદ ઉર્ફે વસિયોની ધરપકડ બાદ હવે ફમ્મો ઉર્ફે ફરઝાના અન્સારી પોતે સપ્લાય લાઇનનું કામ પણ સંભાળી રહી છે. તેમ છતાં તેનો છૂટક વેચાણનો મૂળ ધંધો હજુ પણ યથાવત છે.**

પરંતુ અહીં સૌથી મોટો યક્ષપ્રશ્ન એ ઊભો થાય છે કે શું અમદાવાદ શહેરમાં દરરોજ ચાલતા કરોડો રૂપિયાના આ ડ્રગ્સ માર્કેટના અસલી માલિકો ફમ્મો, મજ્જો કે પવન શર્મા જેવા લોકો છે?

તપાસ દરમિયાન જાણકારો અને સ્ત્રોતો દ્વારા થયેલા ખુલાસા મુજબ, આ લોકો તો માત્ર કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે આગળ કરાયેલા મોહરા છે. આ કરોડો રૂપિયાના દૈનિક ટર્નઓવર ધરાવતા આ બિઝનેસનો અસલી ખેલ તો ‘થર્ડ લેયર’માં બેઠેલા સફેદપોશ ખેલાડીઓથી શરૂ થાય છે.

આ ત્રીજું સ્તર અત્યંત સભ્ય, સુશિક્ષિત અને હાઈ-પ્રોફાઇલ સોસાયટીનો હિસ્સો છે. તેઓ શહેરના આલીશાન બંગલાઓ અને લક્ઝુરિયસ ફ્લેટ્સમાં રહીને એસ્થેટિક જીવનશૈલી જીવે છે.

કાયદાકીય રક્ષણ મેળવવા માટે આ સફેદપોશ આકાઓ દ્વારા સ્પા સેન્ટરોનું એક અનોખું મોડેલ અપનાવવામાં આવે છે. તેમાં તેઓ કરોડોની કિંમતી મિલકતો ખરીદે છે, આધુનિક સ્પા સેન્ટરો તૈયાર કરે છે અને ત્યારબાદ કોઈ ત્રીજી વ્યક્તિને સંચાલક તરીકે રાખીને તેના નામે રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) કરી દે છે.

દુનિયા અને કાયદાની નજરમાં સ્પાનો માલિક તે સંચાલક જ દેખાય છે, પરંતુ વાસ્તવિકતામાં તે સંચાલકને માત્ર સામાન્ય પગાર અથવા કમિશન મળે છે, જ્યારે સ્પા અને નશાના કાળા કારોબારની મોટાભાગની કમાણી ભાડા અથવા રોકડ સ્વરૂપે સીધી આ સફેદપોશ લોકો સુધી પહોંચે છે.

સ્ત્રોતોના જણાવ્યા મુજબ અમદાવાદના અનેક પ્રતિષ્ઠિત ચહેરાઓ ભાડા કરારની આ કાનૂની આડમાં છુપાઈને સ્પા અને ડ્રગ્સના આ કાળા વ્યવસાયમાં મોટો ખેલ રમી રહ્યા છે.

ડ્રગ્સ સપ્લાયના આ સમગ્ર આર્કિટેક્ચરમાં વ્હાઇટ-કોલર માફિયાઓ પોતાની અને ગ્રાઉન્ડ લેવલના પેડલર્સ વચ્ચે સુરક્ષાનું એક વધારાનું પડ ઊભું કરે છે.

તેઓ ફમ્મો, મજ્જો કે રુખસાના જેવા નાના રિટેલર્સની ઉપર આમિર ખાન પઠાણ અને વસીમ અહેમદ ઉર્ફે વસિયો જેવા મધ્યમ કક્ષાના મોટા સપ્લાયર્સને રાખે છે. આ લોકો દૈનિક સપ્લાય અને બજારમાંથી કલેક્શનનું કામ સંભાળે છે, જેમની ઓપરેટિંગ રેન્જ સામાન્ય રીતે 500 ગ્રામથી લઈને 5 કિલો સુધીના MDMAના જથ્થાની હોય છે.

આ સુનિયોજિત કાનૂની ઢાલ (Legal Shield) અને મજબૂત કવચના કારણે જ અમદાવાદમાં ગ્રાઉન્ડ લેવલ પર રોજ નાની-મોટી ધરપકડો થતી હોવા છતાં આજદિન સુધી શહેરના ડ્રગ્સ નેટવર્કના એક પણ ખરા અર્થમાં મોટા સપ્લાયર કે વ્હાઇટ-કોલર આકાની સત્તાવાર ધરપકડ થઈ શકી નથી, કે તેમનું નામ ક્યારેય સત્તાવાર રેકોર્ડ પર સામે આવ્યું નથી.

જ્યાં સુધી સિસ્ટમ આ ત્રીજા સ્તરના સફેદપોશ આકાઓ સુધી પહોંચવા માટે કમર નહીં કસે, ત્યાં સુધી ગ્રાઉન્ડ લેવલ પર ગમે તેટલી ધરપકડો થાય, અમદાવાદ આમ જ બરબાદ થતું રહેશે.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-7): હાઇપ્રોફાઇલ સોસાયટીઓમાં ડ્રગ્સની એન્ટ્રી કેવી રીતે થાય છે? ‘હની મોડેલ’નો ખુલાસો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?
Next: અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.