Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

gujaratex@gmail.com July 17, 2026
BABA (73)

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને રાજ્યમાં ફેલાયેલા આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. પાકિસ્તાન સ્થિત ખૂંખાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા અને ગુજરાતમાં ગુપ્ત રીતે સક્રિય રહેલા વધુ ૫ આતંકીઓને ATS ની ટીમે ઝડપી પાડ્યા છે. આ તમામ આતંકીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી સક્રિય રહીને પોતાના નાપાક મનસૂબાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા, જેમને એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને દબોચી લેવામાં આવ્યા છે.

અગાઉ ઝડપાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ઘટસ્ફોટ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATS દ્વારા તાજેતરમાં જ આ જ મોડ્યુલના ૮ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની સઘન પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન તેમના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સભ્યોના નામ સામે આવ્યા હતા. કસ્ટડીમાં રહેલા આતંકીઓએ જે વિગતો ઓકી હતી અને નેટવર્ક અંગે જે ખુલાસા કર્યા હતા, તેના આધારે ATS એ રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું હતું. આ આતંકીઓનું નેટવર્ક રાજ્યમાં વધુ વ્યાપ ફેલાવે અને કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ATSએ સતર્કતા દાખવીને આ નવા ૫ આતંકીઓની ધરપકડ કરી લીધી છે.

Join Our WhatsApp Group

ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ધમરોળવાના અને અશાંતિ ફેલાવવાના આ મનસૂબાનો પર્દાફાશ કરવા માટે રાજ્યનું પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અત્યંત એલર્ટ મોડ પર છે. આ કેસની કડીઓ મેળવવા માટે ATS દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યક્તિઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. તેમના નિવેદનો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એકત્ર કરાયેલા મજબૂત પુરાવાઓને પગલે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. હાલ આ તમામની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં ભવિષ્યમાં હજુ પણ કેટલાક મોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો – POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવોરાજ્યને ધમરોળવાના મનસૂબા પર ફેરવાયું પાણી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
Next: વૈષ્ણોદેવીથી તપોવન સર્કલના કેફે હવે ફક્ત હુક્કા બાર નહીં, સાયબર ગુનેગારોની ‘ઓફિસ’

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.