દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના હેતુથી આગળ વધારવામાં આવી રહેલા ‘વન નેશન, વન ઈલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી) પ્રોજેક્ટને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે કવાયત વધુ તેજ કરી છે. આ ઐતિહાસિક બંધારણીય સુધારા અંગે વિવિધ રાજ્યોના અભિપ્રાયો એકત્ર કરવા માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) હાલમાં ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.
ગિફ્ટ સિટીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ક્લબ ખાતે રોકાયેલા JPCના સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ટોચના વહીવટી અધિકારીઓ અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સઘન પરામર્શ કરી રહ્યા છે. કાયદાવિદ અને સાંસદ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યરત આ 39 સભ્યોની સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે.
આ બેઠકોમાં રાજ્યના બ્યુરોક્રેટ્સ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઐતિહાસિક ચર્ચા કરવામાં આવી રહી છે. આજની મહત્વપૂર્ણ બેઠકમાં ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસ, લિગલ સેક્રેટરી ઉપેન્દ્ર ભટ્ટ અને ઇન્ચાર્જ ડીજીપી કે.એલ.એન. રાવ સહિત નાણા અને અન્ય વિભાગોના 10થી વધુ વરિષ્ઠ IAS અધિકારીઓ (જેમ કે સંજીવ કુમાર, મમતા વર્મા, ટી. નટરાજન વગેરે) ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Tumakuru, Karnataka | Congress MLA KN Rajanna says, “One Nation One Election is the agenda of BJP. We will see how they will implement it. Implementation requires a lot of amendments in the constitution… West Bengal elections went recently and it is next year for UP,… pic.twitter.com/f0o3kuZbnB
— ANI (@ANI) May 18, 2026
સમય અને નાણાંની બચતનો ઉદ્દેશ્ય
આ મુલાકાત દરમિયાન JPC સભ્ય પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ વર્ષો જૂનું સપનું છે અને સરકાર આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યું કે એકસાથે ચૂંટણીઓ યોજાવાથી દેશના સમય અને નાણાંની જંગી બચત થશે અને વારંવાર આવતી ચૂંટણીઓમાંથી મુક્ત થઈને દેશ સળંગ પાંચ વર્ષ સુધી વિકાસના માર્ગે આગળ વધી શકશે. સમિતિના અન્ય સભ્ય ઘનશ્યામ તિવારીએ આશા વ્યક્ત કરી હતી કે વર્ષ 2029 કે 2034ની ચૂંટણીઓ ‘વન નેશન, વન ઇલેક્શન’ના આધારે યોજાઈ શકે છે.
અન્ય રાજ્યોની મુલાકાત અને રાજકીય પ્રતિભાવો
આ અગાઉ, 16 મે 2026ના રોજ આ સમિતિએ કર્ણાટકની મુલાકાત લીધી હતી, જ્યાં શાસક અને વિપક્ષ વચ્ચે વિરોધાભાસી વલણ જોવા મળ્યું હતું. ભાજપ અને જેડીએસએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, જ્યારે કોંગ્રેસના ડીકે શિવકુમારે તેને સંઘીય વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તે પહેલાં JPC મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની પણ મુલાકાત લઈ ચૂકી છે.
‘𝐎𝐧𝐞 𝐍𝐚𝐭𝐢𝐨𝐧, 𝐎𝐧𝐞 𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧’ Back In Focus :
BJP leader PP Chaudhary claims the system can reduce massive election expenses and save nearly ₹7 lakh crore for development purposes.#OneNationOneElection #ElectionDebate pic.twitter.com/cmwnmNQDN6— VARTA ( वार्ता ) (@varta24news) May 18, 2026
ગુજરાતમાં 20 મે, 2026ના રોજ વિવિધ રાજકીય પક્ષોને પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મુદ્દે ભાજપે પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે, જ્યારે કોંગ્રેસે પ્રજાના અધિકારો અંગેની પોતાની ચિંતાઓ સમિતિ સમક્ષ મૂકવાની વાત કહી છે.
આ સમગ્ર પ્રક્રિયાનો પાયો 2 સપ્ટેમ્બર 2023ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી પેનલ દ્વારા નંખાયો હતો. આ પેનલે 18,626 પાનાનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી 14 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો હતો. હવે JPC દ્વારા 2026ના ચોમાસુ સત્ર સુધીમાં પોતાનો અંતિમ રિપોર્ટ સંસદમાં સબમિટ કરવામાં આવશે, જેના આધારે આગળનું વોટિંગ નક્કી થશે.
આ પણ વાંચો – ભારત સરકારે નાગરિકતા નિયમ 2009માં કર્યો મોટો સુધારો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન-બાંગ્લાદેશના અરજદારો માટે નવો નિયમ લાગુ
