Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ધોલેરાધામમાં ‘સદ્વિદ્યા સેવા યજ્ઞ’ હેઠળ 8 હજાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ કીટનું વિતરણ

ધોલેરાધામમાં ‘સદ્વિદ્યા સેવા યજ્ઞ’ હેઠળ 8 હજાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ કીટનું વિતરણ

gujaratex@gmail.com June 30, 2026
BABA (30)

ધોલેરા : શ્રી સ્વામિનારાયણ મંદિર-ધોલેરાધામ ખાતે શ્રી મદનમોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે પૂર્ણિમા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ‘સદ્વિદ્યા સેવા યજ્ઞ’ અંતર્ગત ભાલ પ્રદેશના અંદાજે 8,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય અભિયાન છબીલદાસ ડેવલપર્સ પ્રા. લિ., ધોલેરાના સહયોગથી હાથ ધરાયું હતું. ભાલ પ્રદેશની વિવિધ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આશીર્વચન આપતા વડતાલધામના ચેરમેન પૂજ્ય સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન ઉજ્જવળ સમાજના નિર્માણ માટે જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે સદાચાર, ચારિત્ર્ય, રાષ્ટ્રપ્રેમ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.

Join Our WhatsApp Group

કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણવિદ્ ભરતભાઈ પંડ્યા, આઈએએસ અધિકારી વી. જે. રાજપૂત, કમિશનર (દિવ્યાંગજન), બળવંત જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પૂજ્ય બાપુ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, હરિચરણદાસજી સ્વામી અને વિજયપ્રકાશ સ્વામી સહિત સંત-મહંતોએ પણ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં ભાલ પ્રદેશની વિવિધ સરકારી શાળાઓના આચાર્યો, શિક્ષકો, 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ, હરિભક્તો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આયોજકોના જણાવ્યા મુજબ ‘સદ્વિદ્યા સેવા યજ્ઞ’નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા વધારવાનો, અભ્યાસ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાનો અને મૂલ્યઆધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો – જળસંચયના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ઘેરાતું જળસંકટ : રિચાર્જ કરતાં બમણું પાણી ખેંચાઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ સૌથી ગંભીર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: જળસંચયના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ઘેરાતું જળસંકટ : રિચાર્જ કરતાં બમણું પાણી ખેંચાઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ સૌથી ગંભીર
Next: માફિયાઓની નવી ચાલાકી! કુરિયર મારફતે ડ્રગ્સ સપ્લાય કરતા રાજસ્થાની પેડલરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, ₹68 લાખનું MD જપ્ત

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.