Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • જળસંચયના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ઘેરાતું જળસંકટ : રિચાર્જ કરતાં બમણું પાણી ખેંચાઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ સૌથી ગંભીર

જળસંચયના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ઘેરાતું જળસંકટ : રિચાર્જ કરતાં બમણું પાણી ખેંચાઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ સૌથી ગંભીર

gujaratex@gmail.com June 29, 2026
BABA (29)
  • ગુજરાતમાં ડરામણું જળસંકટ: કરોડોના ખર્ચ છતાં ભૂગર્ભ જળ ગયા તળિયે, ગાંધીનગર-મહેસાણામાં બેફામ ખેંચાઈ રહ્યું છે પાણી

ગાંધીનગર : રાજ્યમાં દર વર્ષે જળસંચય અભિયાનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવાના સરકારી દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની વાસ્તવિકતા આ દાવાઓ કરતા સાવ વિપરીત અને અત્યંત ડરામણી છે. એક તરફ પાણી બચાવવાના નામે તાયફાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ રાજ્યમાં ભૂગર્ભ જળનું સ્તર દિવસેને દિવસે ખૂબ જ ઊંડું જઈ રહ્યું છે. જો પરિસ્થિતિ આવી જ રહી તો આગામી દિવસોમાં ગુજરાત એક ભયાનક જળ કટોકટીનો સામનો કરશે.

ઉત્તર ગુજરાતમાં પાણીનો બેફામ ખેંચાણ

સરકારી આંકડાઓ જ ચાડી ખાય છે કે રાજ્યમાં જમીનમાં પાણી રિસાયકલ કે રિચાર્જ કરવા કરતાં પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે. ચોમાસા દરમિયાન જેટલું પાણી જમીનમાં ઉતરે છે, તેના કરતાં બમણું પાણી બોરવેલ અને કૂવાઓ દ્વારા ખેંચી લેવામાં આવે છે.

Join Our WhatsApp Group

સૌથી વધુ વપરાશ (રેડ ઝોન): ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હજારો ફૂટ ઊંડા બોર કરીને ખેતી અને ઉદ્યોગો માટે સૌથી વધુ પ્રમાણમાં ભૂગર્ભ જળ ખેંચવામાં આવી રહ્યું છે. આ વિસ્તારો ઝડપથી પાણી વગરના સૂકા પ્રદેશ (ડાર્ક ઝોન) તરફ ધકેલાઈ રહ્યા છે.

સૌથી ઓછો વપરાશ: બીજી તરફ, આદિવાસી અને પહાડી પટ્ટાના ડાંગ, પંચમહાલ અને ભરૂચ જિલ્લામાં ભૂગર્ભ જળનો વપરાશ અન્ય જિલ્લાઓની સરખામણીએ ઘણો ઓછો નોંધાયો છે.

પર્યાવરણવિદોની લાલબત્તી: ભવિષ્યમાં વલખાં મારવા પડશે

ભૂગર્ભ જળના આ આડેધડ અને બેફામ વપરાશના કારણે કુદરતી જળ સ્રોતો ઝડપથી સુકાઈ રહ્યા છે. પર્યાવરણવિદોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે જો આ જ ઝડપે ભૂગર્ભ જળ ખલાસ થશે, તો ભવિષ્યમાં લોકોને માત્ર પીવાના શુદ્ધ પાણી માટે જ નહીં, પરંતુ ખેતી માટેના સિંચાઈના પાણી માટે પણ વલખાં મારવા પડશે. પાણીની આ અછત સમગ્ર ગ્રામીણ અર્થતંત્રને વેરવિખેર કરી શકે છે.

ઉત્સવો નહીં, કડક કાયદાની જરૂર

નિષ્ણાતોનું માનવું છે કે સરકારે જળસંચયના અભિયાનોને માત્ર ‘ઉત્સવ’ તરીકે ઉજવવા પૂરતા સીમિત ન રાખતા, ભૂગર્ભ જળના આડેધડ વપરાશ પર તાત્કાલિક કાયદાકીય રોક લગાવવી પડશે. આ ઉપરાંત, વોટર રિચાર્જિંગની દિશામાં કાગળ પર નહીં પરંતુ જમીન પર નક્કર કામગીરી કરવી પડશે, અન્યથા ગુજરાત બહુ જલ્દી મોટી જળ કટોકટીના આરે આવીને ઊભું રહી જશે.

આ પણ વાંચો – સ્નિફર ડોગે કર્યો ઈશારો અને ફૂટ્યો ભાંડો! અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકના મુસાફર પાસેથી મળ્યો 10 કિલોથી વધુ ડ્રગ્સ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સ્નિફર ડોગે કર્યો ઈશારો અને ફૂટ્યો ભાંડો! અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકના મુસાફર પાસેથી મળ્યો 10 કિલોથી વધુ ડ્રગ્સ
Next: ધોલેરાધામમાં ‘સદ્વિદ્યા સેવા યજ્ઞ’ હેઠળ 8 હજાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ કીટનું વિતરણ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.