Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
BABA (67)
  • મેડિકલ હબ ગણાતા પાલનપુરમાં ઘોર બેદરકારી: ડૉ. મકસૂદા નાગોરીની ભૂલથી માતા અને બે નવજાત જોડિયા બાળકોનું કરુણ મોત
  • ‘આ સારવાર નથી, હત્યા છે!’: ઓપરેશનમાં નસ કાપી નાખી, બાળકો પર પણ ચીરકા વાગ્યા; ડો. મકસૂદા નાગોરી સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ

ઉત્તર ગુજરાતનું પાલનપુર શહેર આજે મેડિકલ ક્ષેત્રે એક મોટું અને આગળ પડતું હબ બની ચૂક્યું છે. માત્ર આસપાસના ગામડાઓ જ નહીં, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાનથી પણ હજારો દર્દીઓ અહીંના તબીબો પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે છે અને પોતાનો જીવ તેમના હાથમાં સોંપે છે. પરંતુ શું પાલનપુરના તમામ ડોક્ટરો આ ‘ભગવાન’ના દરજ્જાને લાયક છે ખરા? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે પાલનપુરમાં એક એવી કમકમાટીભરી ઘટના ઘટી છે, જેણે તબીબી જગત પર કાળો ડાઘ લગાવી દીધો છે. પૈસાની લ્હાય કે ડોક્ટરની અણઆવડતે એક હસતા-રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો છે.

સારાહ લેડીકેર હોસ્પિટલમાં સર્જાયો કરુણાંતિકાનો ખેલ

પાલનપુર શહેરમાં આવેલી સારાહ લેડીકેર હોસ્પિટલ (Sarah Ladycare Hospital) હાલ ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. મળતી માહિતી મુજબ, પાલનપુર નજીક આવેલા સાંગલા ગામના સંગીતાબેન શ્રીમાળી નામની ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારને આશા હતી કે ઘરે જોડિયા બાળકોની કિલકારીઓ ગુંજશે અને ખુશીઓ આવશે, પરંતુ ગાયનેક ડોક્ટર મકસૂદા નાગોરીની ગંભીર અને અક્ષમ્ય બેદરકારીના કારણે સંગીતાબેન અને તેમના બે જોડિયા માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા છે. એકસાથે ત્રણ અર્થીઓ ઉઠતા ગામમાં અને પરિવારમાં ભારે રોકકળ મચી ગઈ છે.

Join Our WhatsApp Group

ઓપરેશનના નામે ઘોર બેદરકારી: નસ કાપી અને ચીરકા વાગ્યાનો આક્ષેપ

દર્દીના શોકાતુર સગાસંબંધીઓએ અત્યંત ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટર મકસૂદા નાગોરીએ તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું પડશે તેવું કહ્યું હતું. પરિવારે ડોક્ટર પર ભરોસો રાખીને સંમતિ આપી હતી. પરંતુ ઓપરેશન દરમિયાન ડોક્ટરે અચાનક જણાવ્યું કે દર્દીની સ્થિતિ ગંભીર છે અને ગર્ભાશયની કોથળી કાઢવી પડશે. ગભરાયેલા પરિવારે માત્ર એક જ વિનંતી કરી કે ગમે તે થાય, અમારા દર્દીનો જીવ બચવો જોઈએ. છતાં કોથળી કાઢી નાખ્યા પછી પણ ડોક્ટર માતા કે બંને બાળકોમાંથી કોઈનો પણ જીવ બચાવી શકી ન હતી.

પરિવારજનોનો આક્રોશ સાતમા આસમાને છે. તેઓ સીધો આક્ષેપ કરી રહ્યા છે કે ડોક્ટર મકસૂદા નાગોરીની બિનઅનુભવી અને બેદરકારીભરી સર્જરી દરમિયાન ભૂલથી દર્દીની કોઈ મુખ્ય નસ કપાઈ ગઈ હતી, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો હતો અને તે કંટ્રોલમાં ન આવતા દર્દીનું મોત થયું. એટલું જ નહીં, અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે ડોક્ટરની સર્જિકલ બેદરકારીને લીધે નવજાત બાળકો અને ગર્ભાશયની કોથળી પર પણ સર્જરીના ‘ચીરકા’ (કાપા) લાગી ગયા હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. આ આક્ષેપો દર્શાવે છે કે ઓપરેશન થિયેટરમાં દર્દીના જીવ સાથે કેટલી હદે ખીલવાડ કરવામાં આવ્યો હતો. આ અંગેના ફોટોગ્રાફ પણ પરિવાર રજૂ કરવા સંમતિ દર્શાવી છે.

‘આ બેદરકારી નથી, હત્યા છે’: કડક કાર્યવાહી અને હોસ્પિટલ સીલ કરવાની માંગ

એકસાથે ત્રણ-ત્રણ જીવ ગુમાવ્યા બાદ મૃતક મહિલા અને બાળકોના પરિજનો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. સમાજના આગેવાનો અને રોષે ભરાયેલા લોકો હવે આ ઘટનાને માત્ર મેડિકલ નેગ્લિજન્સ (બેદરકારી) નહીં, પરંતુ સ્પષ્ટ ‘હત્યા’ ગણાવી રહ્યા છે. તેમની ઉગ્ર માંગ છે કે ડોક્ટર મકસૂદા નાગોરી સામે સાદો કેસ નોંધવાના બદલે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

આ ઉપરાંત, ડોક્ટરનું મેડિકલ લાયસન્સ કાયમ માટે રદ કરવામાં આવે અને સારાહ લેડીકેર હોસ્પિટલને તાત્કાલિક અસરથી તાળા મારી દેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ પરિવારનો માળો ન પીંખાય. મેડિકલ કાઉન્સિલ અને સ્થાનિક વહીવટી તંત્ર જો આ મામલે કડક દાખલો નહીં બેસાડે, તો મેડિકલ હબ તરીકેની પાલનપુરની છબી ખરડાતા વાર નહીં લાગે. ભગવાનનું રૂપ ગણાતા ડોક્ટરો જ્યારે બેજવાબદારીપૂર્વક વર્તે છે, ત્યારે સિસ્ટમે જ દર્દીઓની વ્હારે આવવું પડશે.

આ પણ વાંચો – ગુજરાતીઓના દિલ પડ્યા નબળા : છેલ્લા ૬ મહિનામાં ૫૩ હજારથી વધુ હાર્ટ એટેકના ઈમરજન્સી કેસ, દરરોજ ‘૧૦૮’ ને મળે છે ૨૯૪ કોલ્સ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતીઓના દિલ પડ્યા નબળા : છેલ્લા ૬ મહિનામાં ૫૩ હજારથી વધુ હાર્ટ એટેકના ઈમરજન્સી કેસ, દરરોજ ‘૧૦૮’ ને મળે છે ૨૯૪ કોલ્સ
Next: જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.