Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરવા માટે બુટલેગરો અને માફિયાઓ રોજ નવા કીમિયા અજમાવી રહ્યા છે, પરંતુ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી કાર્યવાહી કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. એઆઈયુની ટીમે બેંગકોકથી ગેરકાયદે રીતે લાવવામાં આવેલો અંદાજે ૧.૯ કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ (ઉચ્ચ ગુણવત્તાવાળો વિદેશી ગાંજો) જપ્ત કરી એક દંપતીની ધરપકડ કરી છે.

પ્રોફાઇલિંગ અને એક્સ-રે સ્કેનિંગમાં ફૂટ્યો ભાંડો

પ્રાપ્ત માહિતી અનુસાર, બેંગકોકથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઈ એરવેઝની ફ્લાઇટ (TG-343) લેન્ડ થઈ હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા મુસાફરોનું રાબેતા મુજબ પેસેન્જર પ્રોફાઇલિંગ અને સામાનનું એક્સ-રે સ્કેનિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એઆઈયુના અધિકારીઓને એક દંપતીની હિલચાલ અને તેમના સામાન પર શંકા જતા તેમને અટકાવવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Group

ટ્રોલી બેગમાંથી મળ્યા ૧૦ વેક્યુમ-સીલ પેકેટ

અધિકારીઓએ શંકાસ્પદ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તેમની ટ્રોલી બેગ ખોલતા તેમાંથી સિફતપૂર્વક સંતાડવામાં આવેલા વેક્યુમ-સીલ કરેલા ૧૦ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો તોડીને તપાસ કરતા તેમાંથી કુલ ૧.૯૨૮ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત અધધ.. ૧.૯ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી અને રિમાન્ડની તજવીજ

કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક અસરથી આ નશાકારક પદાર્થનો જથ્થો ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ’ (NDPS) એક્ટ, ૧૯૮૫ ની કડક જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યો છે.

આ હાઇડ્રોપોનિક ગાંજો બેંગકોકમાં કોની પાસેથી ખરીદવામાં આવ્યો હતો?

ગુજરાતમાં આ માલ કોને સપ્લાય કરવાનો હતો?

આ કથિત દાણચોરીના નેટવર્કમાં સ્થાનિક કે અન્ય કયા લોકો સામેલ છે?

તેની ઓળખ કરવા માટે કસ્ટમ્સ વિભાગે પકડાયેલા દંપતીની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આગળની કાયદાકીય તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો – નેતાઓ અને કંપનીઓની મિલીભગત? ધોળકામાં 11મા દિવસે આંદોલન આક્રમક, ભાજપના ધારાસભ્યને જનતાની સીધી ચીમકી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નેતાઓ અને કંપનીઓની મિલીભગત? ધોળકામાં 11મા દિવસે આંદોલન આક્રમક, ભાજપના ધારાસભ્યને જનતાની સીધી ચીમકી
Next: બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.