Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-27T121000.802

અમદાવાદ/ચાંગોદર: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાની વાતો વચ્ચે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચાંગોદર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને બુટલેગરોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોકે, આ મોટા ઓપરેશને સ્થાનિક ચાંગોદર પોલીસની કામગીરી અને કહેવાતી ‘ચેકિંગ ડ્રાઈવ’ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.

મહાગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં LCB ની મેગા રેડ

ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે મોરૈયા ગામની સીમમાં આવેલા મહાગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધમધમતા શ્યામ મેટલ કંપનીના ગોડાઉનના શેડમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે ગોડાઉનની અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની (IMFL) નાની-મોટી ૩૫,૧૯૯ બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. ૭૨.૫૦ લાખ જેટલી થવા જાય છે.

Join Our WhatsApp Group

દારૂના જથ્થાની હેરાફેરી માટે રાખવામાં આવેલા ૩ મહિન્દ્રા બોલેરો વાહનો અને ૬ મોબાઈલ ફોન પણ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યા છે. આમ, દારૂ અને વાહનો મળીને LCB એ કુલ રૂ. ૯૬,૨૫,૯૮૫ નો તોતિંગ મુદ્દામાલ કબજે કર્યો છે.

મહારાષ્ટ્ર અને ભાવનગરનું કનેક્શન: ૪ ની ધરપકડ

આ ગોરખધંધામાં આંતરરાજ્ય નેટવર્ક હોવાનું ખૂલ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી મહારાષ્ટ્ર અને ભાવનગરના ૪ શખ્સોની રંગેહાથ ધરપકડ કરી છે. જેમાં
૧. દિપકસિંગ મહાલે (રહે. ધુલીયા, મહારાષ્ટ્ર)
૨. આનંદ રાજપુત (રહે. ધુલીયા, મહારાષ્ટ્ર)
૩. સુધીર પંડ્યા (રહે. શિહોર, ભાવનગર)
૪. અલ્પેશભાઈ મકવાણા (રહે. બોરતળાવ, ભાવનગર) નો સમાવેશ થાય છે.
આ ચાર ઉપરાંત, દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય પાંચ શખ્સો મળીને કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ પર સવાલો!

આ રેડ પછી સૌથી મોટો સવાલ સ્થાનિક ચાંગોદર પોલીસની કામગીરી પર ઉઠી રહ્યો છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલાં અલગ-અલગ ગોડાઉન આવેલા છે. ગત ૧૯ તારીખે જ ચાંગોદર પોલીસ દ્વારા ૧ PSI અને ૨૦ પોલીસ કર્મચારીઓની ફોજ ઉતારીને તમામ ગોડાઉનો ચેક કરવા માટે એક ‘ડ્રાઇવ’ રાખવામાં આવી હતી.

પ્રજામાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે જો ખરેખર સઘન ચેકિંગ થયું હતું, તો આટલી મોટી માત્રામાં દારૂ ભરેલું આખું ગોડાઉન ચાંગોદર પોલીસની નજરમાંથી કેમ બચી ગયું? શું આ માત્ર દેખાડા ખાતરનું ચેકિંગ હતું કે પછી કોઈ મિલીભગત? આ અંગે બચાવ કરતા ચાંગોદર પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે સનાથલ-ચાંગોદર સહિતના અનેક ગોડાઉનમાં સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ચેકિંગ કરાયું હતું. પરંતુ LCB ની રેડે સ્થાનિક પોલીસના આ દાવાઓની હવા કાઢી નાખી છે.

આ પણ વાંચો – AMC ની લાલ આંખ : ૮૩ લાખથી વધુનો ટેક્સ ન ભરનારાઓની મિલકતોની હરાજી, બે પ્રોપર્ટી માત્ર ૧ રૂપિયાના ટોકનથી જપ્ત!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: AMC ની લાલ આંખ : ૮૩ લાખથી વધુનો ટેક્સ ન ભરનારાઓની મિલકતોની હરાજી, બે પ્રોપર્ટી માત્ર ૧ રૂપિયાના ટોકનથી જપ્ત!
Next: શિક્ષણના નામે વેપાર: વર્ગખંડો ખાલી છતાં ઓનલાઇન ૫૦% બોગસ હાજરી પકડાતા તંત્રની લાલ આંખ, શાળા કાયમી બંધ થવાની નોબત

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.