Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T220627.851
  • અમદાવાદથી લખનઉ-જયપુર સુધી ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે ત્રણની ધરપકડ કરી

અમદાવાદ: અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની સંયુક્ત કાર્યવાહીમાં બ્લડ પ્રેશરની સારવારમાં વપરાતી નકલી દવાઓના ઉત્પાદન, ખરીદી અને આંતરરાજ્ય સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે અમદાવાદ અને લખનઉમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં નકલી દવાનો સપ્લાય અમદાવાદ ઉપરાંત ઉત્તર પ્રદેશના લખનઉ અને રાજસ્થાનના જયપુર સુધી ફેલાયેલો હોવાનું બહાર આવ્યું છે.

આ સમગ્ર મામલો NICARDIA RETARD 10 (Nifedipine Sustained Release Tablets IP 10 mg)ની નકલી દવા સાથે જોડાયેલો છે. 19 ઓગસ્ટે J.B. Chemicals & Pharmaceuticals Limited, અંકલેશ્વરે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને પોતાની દવાની નકલી પ્રોડક્ટ બજારમાં વેચાતી હોવાની ફરિયાદ કરી હતી. નકલી દવા પર Batch No. ACG25007, Mfg. June 2025, Exp. May 2028 અને Licence No. G/394 દર્શાવવામાં આવ્યા હતા.

ફરિયાદ બાદ અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. તપાસમાં અમદાવાદની પારશ્વ મેડિકલ એજન્સી, પાલડી મારફતે નકલી દવાનો સપ્લાય થતો હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થો Sena Medical, Lucknowથી અમદાવાદ પહોંચ્યો હતો.

Join Our WhatsApp Group

બીજી તરફ કચ્છમાંથી મળી આવેલા નકલી દવાના જથ્થાની તપાસ કરતાં તેનો સપ્લાય AVR Medicose, Jaipur મારફતે થયો હોવાનું બહાર આવ્યું હતું. નડિયાદની Kishan Medical Storeમાંથી નકલી દવાની 30 સ્ટ્રીપ કબજે કરવામાં આવી છે. ભુજની Navkar Medical Agency અને Mahadev Medical Agencyમાંથી પણ નકલી NICARDIA RETARD 10નો જથ્થો મળી આવ્યો હતો.

અસલી દવા જેવી પેકિંગ

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નકલી દવાઓને અસલી પ્રોડક્ટ જેવી દેખાય તે રીતે પેક કરતા હતા. દવાનું નામ, લેબલ અને બેચની વિગતો પણ અસલી દવા સાથે મળતી આવે તેવી રાખવામાં આવતી હતી. ત્યારબાદ આ દવાઓ વિવિધ મેડિકલ ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર મારફતે ગુજરાતના બજારમાં પહોંચાડવામાં આવતી હતી.

બ્લડ પ્રેશરની સારવાર માટે દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી દવા નકલી હોવાનું બહાર આવતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે. આવી દવાઓ દર્દીના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

ત્રણ આરોપી ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે 26 ઓગસ્ટની રાત્રે આશરે 9:45 વાગ્યે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

દશિલ ગિરીશભાઈ ઠાકરશીભાઈ સંઘવી (39)

અમદાવાદ પાલડીમાં રહેતો દશિલ હોલસેલ દવાનો વેપાર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તે નકલી દવાનો જથ્થો મેળવી અમદાવાદ અને અન્ય શહેરોના સબ-ડિસ્ટ્રિબ્યુટરને સપ્લાય કરતો હતો. તેની સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.

દેવેન્દ્ર રામનાથ ઘનશ્યામ યાદવ (39), લખનઉ

દેવેન્દ્ર ભારે ડિસ્કાઉન્ટમાં નકલી દવાઓ મેળવી ગુજરાતમાં સપ્લાય કરતો હતો. જૂન 2026માં પુણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નકલી દવાના કેસમાં તેની ધરપકડ થઈ ચૂકી છે.

ઉમંગ અભય પુરુષોત્તમદાસ રસ્તોગી (34), લખનઉ

ઉમંગ ઓછી કિંમતે દવા આપતા સપ્લાયરો પાસેથી જથ્થો મેળવી ગુજરાતમાં સપ્લાયની વ્યવસ્થા કરતો અને કમિશન મેળવતો હતો. તેની પણ જૂન 2026માં પુણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનના નકલી દવાના કેસમાં ધરપકડ થઈ હતી. સપ્ટેમ્બર 2022માં GST Actના કેસમાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે.

BNSની વિવિધ કલમો હેઠળ ગુનો

અમદાવાદ ડિવિઝનના સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શિરીષભાઈ હિંમતભાઈ ગણાશ્વાની ફરિયાદના આધારે અમદાવાદ DCB પોલીસ સ્ટેશનમાં C.R. No. 11191011260274/2026 નોંધાયો છે. આરોપીઓ સામે Bharatiya Nyaya Sanhitaની કલમ 276, 277, 316(4), 336(2), 336(3), 338, 339, 340(2), 341(1), 111, 49 અને 61 હેઠળ ગુનો નોંધાયો છે.

હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અમદાવાદ ઉપરાંત જયપુર, લખનઉ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં તપાસ કરી રહી છે. નકલી દવાના ઉત્પાદકોથી માંડીને સપ્લાયર, ડિસ્ટ્રિબ્યુટર, મેડિકલ એજન્સી અને રિટેલર સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ અને વધુ નકલી દવાનો જથ્થો મળી આવવાની શક્યતા છે.

આ પણ  વાંચો – ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
Next: રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

Related News

BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
BABA - 2026-08-22T175617.380

જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.