Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • WhatsApp યુઝર્સ સાવધાન! સિમ કાર્ડ વગર એપ નહીં ચાલે, સરકાર 1 માર્ચથી નવા નિયમ લાગુ કરશે

WhatsApp યુઝર્સ સાવધાન! સિમ કાર્ડ વગર એપ નહીં ચાલે, સરકાર 1 માર્ચથી નવા નિયમ લાગુ કરશે

gujaratex@gmail.com February 26, 2026
Nabanna1

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 માર્ચ 2026 થી WhatsApp સહિતના તમામ મેસેજિંગ એપ્સ માટે નવા નિયમો અમલી બનશે, જેના કારણે હવે એક્ટિવ સિમ કાર્ડ (SIM) વગર આ એપ્સનો ઉપયોગ કરવો અશક્ય બની જશે. ટેલિકોમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ‘સિમ-બાઈન્ડિંગ’ના આ નિયમમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

શું છે નવો ‘સિમ-બાઈન્ડિંગ’ (SIM-Binding) નિયમ?

અત્યાર સુધી WhatsApp કે ટેલિગ્રામ જેવા એપ્સમાં એકવાર OTP દ્વારા લોગિન કર્યા પછી, ફોનમાં સિમ કાર્ડ હોવું અનિવાર્ય નહોતું. પરંતુ 1 માર્ચથી આ સ્થિતિ બદલાઈ જશે. નવા નિયમ મુજબ, જે મોબાઈલ નંબર પર તમારું WhatsApp એકાઉન્ટ છે, તે સિમ કાર્ડ તમારા ફોનમાં એક્ટિવ હોવું જોઈએ. જો તમે ફોનમાંથી સિમ કાઢી નાખશો અથવા તમારો નંબર રિચાર્જ ન હોવાને કારણે બંધ થઈ જશે, તો તમારું WhatsApp એકાઉન્ટ પણ કામ કરતું બંધ થઈ જશે.

Join Our WhatsApp Group

ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઈમ પર લગામ

સરકારના આ કડક વલણ પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન છેતરપિંડી અને ફેક એકાઉન્ટ્સ પર રોક લગાવવાનું છે. જ્યારે દરેક એકાઉન્ટ વેરિફાઈડ અને એક્ટિવ સિમ સાથે જોડાયેલું હશે, ત્યારે સાયબર ગુનેગારોને પકડવા સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ 28 નવેમ્બર 2025 ના રોજ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને કંપનીઓને સિસ્ટમ અપડેટ કરવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો, જેની મુદત હવે પૂર્ણ થઈ રહી છે.

ડેસ્કટોપ અને વેબ યુઝર્સ માટે પણ નિયમો કડક

માત્ર મોબાઈલ જ નહીં, પણ જો તમે કોમ્પ્યુટર કે લેપટોપ પર WhatsApp Web નો ઉપયોગ કરતા હશો, તો ત્યાં પણ દર 6 કલાકે ‘ઓટો લોગ-આઉટ’ નો નિયમ લાગુ થશે. એટલે કે દર 6 કલાકે તમારે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલશો અથવા સિમ બીજા ફોનમાં નાખશો, તો જૂના ડિવાઈસ પરથી તમારું એકાઉન્ટ તરત જ ઇન-એક્ટિવ થઈ જશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મુસલમાનોને ‘ગોળી મારવા’ વાળા હિમંત બિસ્વા સરમાના વીડિયો પર કાયદો શું કહે છે?
Next: અયાતુલ્લાહ અલી ખામેનેઈનું ઇઝરાયેલ-અમેરિકી હુમલામાં મોત થયું : ઈરાની મીડિયાનો દાવો

Related News

BABA - 2026-04-17T180702.021

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો

gujaratex@gmail.com April 17, 2026
Raghav Chadha BJP

શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાશે? સાંસદ મનોજ તિવારીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

gujaratex@gmail.com April 16, 2026

સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થયા પૂર્વે સીમાંકનનો વિરોધ, તમિલનાડુ CM સ્ટાલિને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.