Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • “હમ દલાલ દેશ નહીં હો સકતે”- ભારતીય વિદેશ મંત્રીના નિવેદન પાછળની જીયો-પોલિટિકલ વાસ્તવિકતા અને પાકિસ્તાનની પુનઃઉદયમાન ભૂમિકા

“હમ દલાલ દેશ નહીં હો સકતે”- ભારતીય વિદેશ મંત્રીના નિવેદન પાછળની જીયો-પોલિટિકલ વાસ્તવિકતા અને પાકિસ્તાનની પુનઃઉદયમાન ભૂમિકા

gujaratex@gmail.com March 30, 2026
BABA (62)

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના તાજેતરના નિવેદન “હમ દલાલ દેશ નહીં હો સકતે” (અમે દલાલ દેશ નથી બની શકીએ)એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણી ચર્ચાઓ જગાવી છે. કેટલાક આને ભારતની ન્યુટ્રલિટી તરીકે જુએ છે, તો કેટલાકમાં ભારતની નિરાશા અને વ્યૂહાત્મક ચિંતા સ્પષ્ટ દેખાય છે.

છેલ્લા પાંચ વર્ષથી એક સામાન્ય ધારણા બની ગઈ હતી કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં અપ્રસ્તુત બની ગયું છે. પરંતુ 26 માર્ચ 2026ની સવારે વિશ્વ એક અલગ વાસ્તવિકતાથી જાગ્યું. જ્યારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મિસાઈલોની ભાષા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાને દિલ્હીના સાઉથ બ્લોકને અચાનક પરેશાન કરી દીધું. કેમ કે અમેરિકા-ઇઝરાયેલ Vs ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં પાકિસ્તાનની અચાનક એન્ટ્રી થઈ ગઈ હતી. એકાએક થયેલી પાકિસ્તાની એન્ટ્રીએ વિશ્વભરને ચોંકાવ્યું હતું. જેમાંય ખાસ કરીને ભારતને.

પાકિસ્તાન દ્વારા 15-પોઈન્ટ પીસ પ્લાન

Join Our WhatsApp Group

જ્યારે ઈરાન અમેરિકાના શાંતિ પ્રસ્તાવોને જાહેરમાં નકારી રહ્યું હતું, ત્યારે એક મહત્વની ખબર સામે આવી હતી. અમેરિકાએ 15-પોઈન્ટ શાંતિ યોજના પાકિસ્તાનના માધ્યમથી ઈરાનને મોકલી છે. આ યોજનામાં સંઘર્ષવિરામ, પરમાણુ કાર્યક્રમ પર અંકુશ, સેંક્શન્સમાં રાહત અને હોર્મુઝ સ્ટ્રેઈટમાં શિપિંગ સુરક્ષા જેવા મુદ્દાઓ સામેલ છે.

આ ઘટનાએ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય કદમાં અચાનક વધારો કરી દીધો. પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસિમ મુનીર અમેરિકા અને ઈરાન વચ્ચે મુખ્ય મધ્યસ્થ તરીકે ઉભરી આવ્યા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી અને ઈરાની નેતૃત્વ સાથે પણ સંપર્ક જાળવ્યો છે.

પાકિસ્તાનની વ્યૂહાત્મક તાકાત: બોર્ડર એક્સેસ અને ખુફિયા માહિતી

કહેવાય છે કે, ઈરાનના ઈન્ટરેસ્ટ સેક્શનનું કામ પાકિસ્તાની દૂતાવાસ જ સંભાળી રહ્યું છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન ઈરાન સુધી અમેરિકાની વાત પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે અને તેના પર ટ્રમ્પ વહીવટીતંત્રને ભરોસો છે. બીજી તરફ ભારતની પાસે ઈરાન સાથે આવી સીધી બોર્ડર એક્સેસ કે ખુફિયા નેટવર્ક નથી. ભારતે ચાબહાર પોર્ટમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે જેથી પાકિસ્તાનને બાયપાસ કરી શકાય, પરંતુ જો ઈરાનની સુરક્ષાની “ચાવી” પાકિસ્તાનના હાથમાં આવી જાય તો ભારતના વ્યૂહાત્મક હિતોને સીધો ફટકો પડી શકે છે.

પાકિસ્તાન માટે આ મિશન : અસ્તિત્વની લડાઈ

પાકિસ્તાન માટે આ શાંતિ મિશન સામાન્ય કૂટનીતિ નથી; આ તેના અસ્તિત્વની લડાઈ છે. જો પાકિસ્તાન આ ડીલ સફળતાપૂર્વક કરાવી શકે તો ટ્રમ્પ વહીવટીતંત્રનું ઝુકાવ ફરીથી ઈસ્લામાબાદ તરફ વળી શકે છે. ખાસ કરીને ભવિષ્ય અને અફઘાનિસ્તાનના મુદ્દાઓ પર.

આર્મી ચીફ અસિમ મુનીર માટે આ તેમની આંતરિક છબી મજબૂત કરવાની સોનેરી તક છે. તેઓ પાકિસ્તાની જનતાને બતાવી શકે છે કે અસલી તાકાત હજુ પણ સેનાના હાથમાં છે, જે વિશ્વની સૌથી મોટી જંગને રોકવાની “દવા” બનીને ઉભરી આવી છે.

મધ્ય પૂર્વનું બદલાતું સમીકરણ

મધ્ય પૂર્વ હવે બદલાઈ ગયો છે. ખાડીના દેશો હવે અમેરિકાની પ્રોક્સી બનીને મરવા તૈયાર નથી. ક્વિન્સી ઈન્સ્ટિટ્યૂટની એક રિપોર્ટ અનુસાર, ખાડી દેશો અમેરિકા સાથે રહેવાને પોતાના માટે જોખમ માની રહ્યા છે. તેઓને એવા બફરની જરૂર છે જે ઈરાનને શાંત રાખી શકે. પાકિસ્તાને પોતાને આ બફર તરીકે પ્રસ્તુત કર્યું છે.

સપ્ટેમ્બર 2025માં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સહી થયેલા મ્યુચ્યુઅલ ડિફેન્સ પેક્ટએ પાકિસ્તાનને મધ્ય પૂર્વની સુરક્ષાના નવા ભાગીદાર તરીકે સ્થાપિત કરી દીધું છે. આ પેક્ટમાં કોઈપણ એક પર હુમલો બીજા પર હુમલો ગણવામાં આવે છે.

બીજી તરફ ચીન પણ ઈરાનની સ્થિરતા ઈચ્છે છે જેથી તેનો બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (BRI) કોરિડોર સુરક્ષિત રહે. તેથી પાકિસ્તાનનું મધ્યસ્થ બનવું બેઈજિંગને પણ સ્વીકાર્ય છે. આ રીતે પાકિસ્તાન વોશિંગ્ટન અને બેઈજિંગ બંનેનું કોમન ગ્રાઉન્ડ બની ગયું છે અને આ જ ભારત માટે મુશ્કેલીનું મુખ્ય કારણ છે.

ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી અને પડકાર

ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી હંમેશા તેની મજબૂતી રહી છે. પરંતુ ઈરાન (અથવા ઈઝરાયેલ)ની નજીક આવવાને કારણે ભારતની ભૂમિકા “બહારથી જોનાર દર્શક” જેવી થઈ ગઈ છે.

જો પાકિસ્તાન અમેરિકાનો નવો લાડલો બને તો દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન ફરી વિગડી શકે છે. અમેરિકા પાકિસ્તાનને આધુનિક હથિયારો આપી શકે છે, જેને ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણી મહેનતથી રોક્યા છે.

કેટલાક વિશેષજ્ઞો માને છે કે ભારત આ વખતે વેઈટ એન્ડ વોચની નીતિ પર વધુ પડતો ભરોસો કરી રહ્યું છે. જયશંકરના બયાનના બીજા ભાગમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થતામાં કંઈ નવું નથી. અમેરિકા 1981થી જ પાકિસ્તાનનો ઉપયોગ કરતું આવ્યું છે.

ઇતિહાસનો પાઠ અને આગળનો રસ્તો

ઘણા નિષ્ણાતો માને છે કે “ઉપયોગ થવું” પાકિસ્તાનની વિદેશ નીતિનો અભિન્ન ભાગ છે. ભારત આને સહન કરી શકે છે, પરંતુ ઇતિહાસ શીખવે છે કે જીયો-પોલિટિક્સમાં કોઈ વેક્યુમ લાંબા સમય સુધી રહેતું નથી. જો તમે પગલાં પાછળ ખેંચી લો છો તો અન્ય તમારી જગ્યા ભરી દે છે.

જયશંકરનું બયાન માત્ર એક સાદી ટિપ્પણી નથી; તે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા, પ્રાદેશિક હિતો અને બદલાતા વૈશ્વિક સમીકરણોની ચિંતાને પ્રતિબિંબિત કરે છે. 26 માર્ચ 2026ની ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનને “અપ્રસ્તુત” ગણવું હવે યોગ્ય નથી.

ભારત માટે સમય આવી ગયો છે કે તે પોતાની કૂટનીતિને વધુ સક્રિય અને બહુ-આયામી બનાવે જેથી દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં તેના હિતો સુરક્ષિત રહે.

આ પણ વાંચો – ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકાભરમાં કેમ થઈ રહ્યા છે વ્યાપક વિરોધ પ્રદર્શન?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકાભરમાં કેમ થઈ રહ્યા છે વ્યાપક વિરોધ પ્રદર્શન?
Next: અમદાવાદની 18 બેંકોમાં 5.67 લાખની નકલી નોટો! ગુનેગારોએ બેન્કોને જ બનાવી ટાર્ગેટ

Related News

BABA (83)

CJP નો ડિજિટલ બળવો: કાર્યકર મોડલને બદલે ‘અટેન્શન કેપિટલ’ બની નવી તાકાત, જે દરેક જગ્યાએ છે અને ક્યાંય પણ નથી

gujaratex@gmail.com May 25, 2026
BABA (69)

રૂપિયામાં ઐતિહાસિક કડાકો અને વધતો અવિશ્વાસ: વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી કેમ ફેરવ્યું મોઢું?

gujaratex@gmail.com May 20, 2026
BABA (68)

સવાલોથી ડરતી સત્તા અને મૌન થતી પત્રકારિતા વચ્ચે ઘૂંટાતી લોકશાહી

gujaratex@gmail.com May 20, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.