Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • NA પ્રક્રિયા ઝડપી બનશે : ગુજરાતમાં ટુકડા ધારામાં ઐતિહાસિક સુધારા

NA પ્રક્રિયા ઝડપી બનશે : ગુજરાતમાં ટુકડા ધારામાં ઐતિહાસિક સુધારા

gujaratex@gmail.com April 3, 2026
BABA (79)

ગુજરાત સરકારે આઝાદી પછીથી અમલમાં હતા ટુકડા ધારામાં મહત્ત્વના સુધારા કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો ખેડૂતોને લાંબા સમયથી પરેશાન કરતી મુંઝવણો દૂર કરશે અને શહેરી વિકાસને પણ નવી ગતિ આપશે.સરકારે હવે આખા રાજ્યમાં તમામ પ્રકારની જમીન (પિયત, બિનપિયત, બાગાયત કે જીરાયત) માટે ૧૦ ગુંઠાનો એકસમાન નિયમ લાગુ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી જમીનના પ્રકાર અનુસાર અલગ-અલગ માપદંડ હતા, જેના કારણે ખેડૂતોને ઘણી અસુવિધા પડતી હતી. હવેથી 10 ગુંઠાથી ઓછા કોઈપણ ટુકડા પાડી શકાશે નહીં.

આ ઉપરાંત, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળોને ટુકડા ધારાના કાયદાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં NA (નો-એગ્રીકલ્ચર) પરવાનગી અને અન્ય જમીન સંબંધિત પ્રક્રિયાઓ ઘણી ઝડપી બનશે.

સરકારે એક મહત્ત્વનો સુધારો એ પણ કર્યો છે કે વર્ષ 1948થી અત્યાર સુધીમાં જે કેસોમાં નિયમ કરતાં નાના ટુકડા પાડવામાં આવ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેમને કોઈ પેનલ્ટી વગર રેગ્યુલરાઈઝ કરી દેવામાં આવશે. અત્યાર સુધી આવા કેસોમાં જંત્રીના ૧૦% પેનલ્ટી ભરવા છતાં પણ વ્યવહાર કાયદેસર ગણાતા નહોતા.આ ત્રણેય મુખ્ય સુધારાઓ માટે સરકાર વટહુકમ લાવી રહી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ ફેરફારો તાત્કાલિક અમલમાં આવી જશે.

Join Our WhatsApp Group

આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ એશિયન બજારોમાં ઘટાડો, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ એશિયન બજારોમાં ઘટાડો, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા
Next: માવઠાથી ખેડૂતોને ફરી નુકસાનની આશંકા: ગુજરાતમાં 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અનેક જિલ્લાઓમાં મેઘો ધોધમાર

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.