Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • 1900 કરોડના કૌભાંડમાં ગજેરા બંધુઓને મોટો ઝટકો: હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી

1900 કરોડના કૌભાંડમાં ગજેરા બંધુઓને મોટો ઝટકો: હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી

gujaratex@gmail.com March 19, 2026
1

અમદાવાદ : સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેમના ભાઈઓ વિરુદ્ધ ચાલી રહેલા 1900 કરોડ રૂપિયાના મોટા છેતરપિંડી અને ફોર્જરી કેસમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે ગજેરા બંધુઓ દ્વારા કરાયેલી એફઆઈઆર રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કહ્યું છે કે પ્રાથમિક પુરાવાઓ જોતાં તપાસ અટકાવવી ન્યાયના હિતમાં નથી.

ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે ગજેરા બંધુઓએ મસમોટું કૌભાંડ આચર્યું છે. તેમણે બોગસ ડિજિટલ સહીઓનો ઉપયોગ કરીને ખાનગી કંપનીમાં ફરિયાદીનો 43 ટકા હિસ્સો ઘટાડીને માત્ર 4.02 ટકા કરી નાખ્યો હતો. આ ઉપરાંત મિલેનિયમ-2 અને મિલેનિયમ-4 ટેક્સટાઈલ માર્કેટની દુકાનો વેચીને અંદાજે 2085 કરોડ રૂપિયા મેળવ્યા હતા, જેમાંથી માત્ર 157 કરોડ રૂપિયા ચેકથી દર્શાવ્યા હતા.

આરોપીઓ પર ₹1928 કરોડની રોકડ ઉચાપતનો પણ ગંભીર આરોપ છે. ફરિયાદીના પરિવારના સભ્યોની બનાવટી સહીઓ કરીને તેમને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવાયા હતા અને ખોટા દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC)માં રજૂ કરાયા હતા.

Join Our WhatsApp Group

હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને પુરાવાઓમાં આરોપીઓની ગુનાઇત સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આરોપીઓ વિરુદ્ધ IPCની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાથી, આ તબક્કે તપાસ રોકવી યોગ્ય નથી.

આ કેસની તપાસ હાલમાં સુરત પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે ગજેરા બંધુઓ વિરુદ્ધની તપાસ વધુ તેજ બનશે અને ટૂંક સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. કોર્ટના આ ચુકાદા પછી ગજેરા બંધુઓએ હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી છે.

આ પણ વાંચો – ક્રૂડ 112 ડોલરે પહોંચ્યું : ઈરાન-કતાર હુમલાથી વૈશ્વિક બજારોમાં સુનામી, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ક્રૂડ 112 ડોલરે પહોંચ્યું : ઈરાન-કતાર હુમલાથી વૈશ્વિક બજારોમાં સુનામી, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યું
Next: નકલી નોટ કાંડમાં રિટાયર્ડ સિનિયર અધિકારી સાથે પ્રદીપના સંબંધોની ચર્ચા, તપાસનો વ્યાપ વધે તેવી શક્યતા

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.