Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • આરોપીઓના જાહેર વરઘોડા પર પોલીસને લગામ : ઇન્ચાર્જ DGP કે.એલ.એન. રાવનો કડક આદેશ

આરોપીઓના જાહેર વરઘોડા પર પોલીસને લગામ : ઇન્ચાર્જ DGP કે.એલ.એન. રાવનો કડક આદેશ

gujaratex@gmail.com May 13, 2026
10
  • હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસને માનવાધિકાર અનુસરવા સૂચના, ગેરવર્તણૂક થાય તો જવાબદારી નક્કી થશે

અમદાવાદ : ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના અને તેમને જાહેરમાં શરમજનક રીતે રજૂ કરવાની પોલીસની પ્રથા પર હવે રોક લગાવવામાં આવી છે. ઇન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે આ મુદ્દે કડક વલણ અપનાવતા સમગ્ર પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ આરોપીને જાહેરમાં વરઘોડા કાઢવા, માફી મંગાવવાની ફરજ પાડવા અથવા શારીરિક રીતે હેરાન કરવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી.

ડીજીપી દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે આરોપીઓ સાથે કોઈપણ પ્રકારનું અમાનવીય વર્તન કરવું સ્વીકાર્ય નહીં હોય. પોલીસ દ્વારા લાકડી-લાતોથી માર મારવો કે જાહેરમાં અપમાનજનક વર્તન કરવું કાયદાની વિરુદ્ધ ગણાશે.

ડીજીપી રાવે ચેતવણી આપી છે કે જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી દ્વારા આવા કૃત્યો કરવામાં આવશે તો તેના માટે ઉચ્ચ કક્ષાએ જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Join Our WhatsApp Group

આ નિર્ણય પાછળ ગુજરાત હાઈકોર્ટના તાજેતરના નિર્દેશને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે આરોપીઓના માનવાધિકાર અને કાયદેસરની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પોલીસના આવા વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આરોપીઓના જાહેર વરઘોડા અને જાહેરમાં માફી મંગાવવાના બનાવો સામે ચર્ચા ચાલી રહી હતી. આ પ્રથાને લઈ કાયદાકીય અને માનવાધિકારના મુદ્દાઓ ઉઠતા હવે પોલીસ તંત્રને સખત માર્ગદર્શિકા આપવામાં આવી છે.

આ પણ વાંચો – ઇંધણ બચત માટે ગુજરાત પોલીસ સક્રિય, DGPના કડક આદેશ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઇંધણ બચત માટે ગુજરાત પોલીસ સક્રિય, DGPના કડક આદેશ
Next: NEET-UG રી-એક્ઝામની તારીખ જાહેર : 21 જૂને લેવાશે ફરીથી પરીક્ષા

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.