Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: કાલોલ, ગોંડલ અને પાવી જેતપુરમાં 8 જિંદગીઓ હોમાઈ

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: કાલોલ, ગોંડલ અને પાવી જેતપુરમાં 8 જિંદગીઓ હોમાઈ

gujaratex@gmail.com April 27, 2026
BABA - 2026-04-27T121117.585

અમદાવાદ: ગુજરાતના હાઈવે જાણે રકત રંજિત બન્યા હોય તેમ રવિવારે ત્રણ અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પંચમહાલના કાલોલ પાસે વડોદરાના એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે, જ્યારે ગોંડલ અને પાવી જેતપુરમાં પણ માર્ગ અકસ્માતે અનેક પરિવારોમાં માતમ ફેલાવ્યો છે.

1. પંચમહાલ: એક્સપ્રેસ-વે પર વડોદરાના ખીનજી પરિવારને કાળ ભરખી ગયો

પંચમહાલ જિલ્લાના કાલોલ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર સૌથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી પરત ફરી રહેલો વડોદરાનો ખીનજી પરિવાર પોતાની કારમાં સવાર હતો ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુ ફંગોળાઈ હતી.

Join Our WhatsApp Group

આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચમાંથી ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

મૃતકોના નામ: સાજિદ ઈકબાલ ખીનજી (55), ઈલિયાસ ઈકબાલ ખીનજી (50), ઈશાક ઈકબાલ ખીનજી (48) અને રેહાન અજગર ખીનજી (35).

વડોદરાના આ પરિવારના ચાર સભ્યોના સામૂહિક મોતથી સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે.

2. ગોંડલ: બ્રિજની રેલિંગ સાથે વાન અથડાતા 20 ફૂટ નીચે પટકાયેલા બેના મોત

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી વિસાવદરના ધ્રાફળ ડેમ તરફ માછીમારી કરવા જઈ રહેલી એક બોલેરો પીકઅપ વાન બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. વાનના પાછળના ભાગે બેઠેલા 16 લોકોમાંથી 6 વ્યક્તિઓ 20 ફૂટ નીચે બ્રિજ પરથી પટકાયા હતા.

આ ઘટનામાં કૃષ્ણનંદન સહની (25) અને રિતેષકુમાર સહની (18) નામના બે યુવકોના ગંભીર ઈજાને કારણે સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

3. પાવી જેતપુર: પાવાગઢથી પરત ફરતા બે મિત્રોને ટ્રેલરે કચડ્યા

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના વંકુટિર ગામ પાસે ત્રીજો અકસ્માત સર્જાયો હતો. મધ્ય પ્રદેશના અલીરાજપુરના બે મિત્રો શૈતાન મેહડા અને રાયમલ મેહડા બાઈક પર પાવાગઢ માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા એક ટ્રેલરે તેમની બાઈકને અડફેટે લેતા બંને મિત્રોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો, જેની પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે.

તમામ ઘટનાઓમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં આઠ જિંદગીઓ હોમાતા રાજ્યભરમાં ટ્રાફિક સુરક્ષા અને પૂરપાટ ઝડપે દોડતા વાહનો સામે ફરી સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો – ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થીની કોશિશ તેજ: ઈરાની વિદેશ મંત્રી 24 કલાકમાં બીજીવાર ઈસ્લામાબાદ પહોંચ્યા, ટ્રમ્પે કહ્યું- ‘યુદ્ધ જલ્દી ખતમ થશે’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થીની કોશિશ તેજ: ઈરાની વિદેશ મંત્રી 24 કલાકમાં બીજીવાર ઈસ્લામાબાદ પહોંચ્યા, ટ્રમ્પે કહ્યું- ‘યુદ્ધ જલ્દી ખતમ થશે’
Next: નેતાઓ નહીં, પ્રોફેશનલ્સ નક્કી કરે છે રણનીતિ: બંગાળમાં આઈ-પેક (I-PAC) અને આઈટી સેલ (IT Cell) વચ્ચેનો જંગ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.