Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • 20 જિલ્લામાં 2.57 લાખ કુપોષિત બાળકો : કરોડોનો ખર્ચ છતાં વધી રહ્યા છે આંકડા

20 જિલ્લામાં 2.57 લાખ કુપોષિત બાળકો : કરોડોનો ખર્ચ છતાં વધી રહ્યા છે આંકડા

gujaratex@gmail.com March 15, 2026
1

ગાંધીનગર : “કુપોષણ મુક્ત ગુજરાત”ના નારા વચ્ચે પણ રાજ્યમાં બાળકોની પોષણ સ્થિતિ ચિંતાજનક રહી છે. વિધાનસભામાં સરકારી આંકડા સામે આવ્યા છે કે માત્ર 20 જિલ્લામાં જ 2.57 લાખ બાળકો કુપોષણના શિકાર છે. આમાં 2.11 લાખ બાળકો ઓછું વજન ધરાવે છે અને 45,634 બાળકો અતિ કુપોષિત છે. આદિવાસી વિસ્તારો તો દૂર, શહેરી અને વિકસિત જિલ્લાઓમાં પણ આ સમસ્યા વધી રહી છે.

રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રો, સુપોષિત આહાર અને અનેક યોજનાઓ દ્વારા લાખો કરોડનો ખર્ચ કરી રહી છે. છતાં વિધાનસભામાં ચર્ચા દરમિયાન સામે આવ્યું કે ભાવનગર, વડોદરા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ખેડા, દાહોદ, ભરૂચ, બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કુપોષણના કેસ વધુ છે. આમાં છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં તો વર્ષ 2024-25 અને 2025-26માં કરોડો રૂપિયા ખર્ચ થયા છતાં કુપોષિત બાળકોની સંખ્યા વધી છે.

વિપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રશ્ન ઉઠાવ્યો કે 2004ના હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ પછી 21 વર્ષ થયાં હજુ પણ ગુજરાત આ સમસ્યા પર કાબૂ મેળવી શક્યું નથી. તેમણે કહ્યું કે યોજનાઓનો અમલ નબળો છે અને મળતિયા પોષિત થઈ રહ્યા છે.

Join Our WhatsApp Group

આ ચર્ચા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી મનિષા વકીલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “પહેલાં બાળકો પેટને ગમે તેવું ખાતાં હતાં, હવે તેઓ જીભ અને નાકને ગમે તેવું (સ્વાદ અને સુગંધવાળું) ખાય છે. આ ખોટી આદતને કારણે જરૂરી પોષક તત્વો શરીરમાં પહોંચતા નથી.” આ વાતે વિપક્ષ તેમજ સમાજમાં ભારે ચર્ચા થઈ રહી છે.

સરકારે દાવો કર્યો છે કે કુપોષણનો દર ઘટી રહ્યો છે, પરંતુ વિસ્તારોમાં આંકડા અને ખર્ચની વાસ્તવિક સ્થિતિ આ દાવાને પડકારે છે. ગુજરાતને સાચા અર્થમાં કુપોષણ મુક્ત બનાવવા માટે યોજનાઓના અમલમાં સુધારો અને મોનિટરિંગની જરૂર છે.

આ પણ વાંચો – કોવિડ પછી ફરી એક વખત બેરોજગારીનો ડર : LPG ગેસ કટોકટીમાં સુરત છોડી રહ્યા છે હજારો મજૂરો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: કોવિડ પછી ફરી એક વખત બેરોજગારીનો ડર : LPG ગેસ કટોકટીમાં સુરત છોડી રહ્યા છે હજારો મજૂરો
Next: જૂનાગઢ : વિસાવદરમાં પરિણીતા મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, 6 આરોપીઓની ધરપકડ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.