Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • દાંતામાં અનાજ માફિયાઓએ છીનવ્યું ગરીબોનું કોળીયું, સિદ્ધપુરનો અનાજ માફિયા બનશે રાજનેતા

દાંતામાં અનાજ માફિયાઓએ છીનવ્યું ગરીબોનું કોળીયું, સિદ્ધપુરનો અનાજ માફિયા બનશે રાજનેતા

gujaratex@gmail.com April 4, 2026
BABA (90)

ગરીબો માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તો બીજી તરફ બિલાડીની ટોપની જેમ ઉગી નિકળેલા અનાજ માફિયાઓ ગરીબોનો દાણો છીનવી રહ્યા છે. સરકાર વિવિધ યોજનાઓ થકી ગરીબો સુધી અનાજ પહોંચાડવાની કોશિશ કરી રહી છે, પરંતુ તે અનાજ અધ:વચ્ચેથી જ ગાયબ કરી દેવામાં આવી રહ્યું છે. આજે આપણે કેટલાક અનાજ માફિયાઓ વિશે વાત કરીશું પરંતુ તે પહેલા સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ અને યોજના વિશે પણ જાણી લઈશું.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા (NFSA-2013) હેઠળ ચાલી રહી છે. આનો હેતુ ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને મફત અનાજ (ઘઉં અને ચોખા) આપવાનું છે. ગુજરાતમાં આ યોજના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

2025-26માં કેન્દ્ર સરકારે રાશન સબસિડી માટે આશરે ₹2.03 લાખ કરોડ (2,03,000 કરોડ)થી વધુ ફાળવણી કરી છે. ખર્ચ વાસ્તવમાં ₹2.27 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. જ્યારે 2026-27માં: ₹2.27 લાખ કરોડ (2,27,429 કરોડ)ની ફાળવણી કરવામાં આવી છે. આમાંથી મોટા ભાગનો ખર્ચ PMGKAY પર જાય છે. 5 વર્ષ (2024થી 2029 સુધી) માટે કુલ અંદાજિત ખર્ચ આશરે ₹11.80 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

Join Our WhatsApp Group

આ ખર્ચમાં અનાજ ખરીદવો, સ્ટોર કરવો, પરિવહન અને વિતરણનો સમાવેશ થાય છે. જેમાં કેન્દ્ર સરકાર મોટા ભાગની સબસિડી આપે છે. ગુજરાતમાં રાશન વિતરણ માટે રાજ્ય સરકાર પણ અલગથી ખર્ચ કરે છે, વધારાની વસ્તુઓ જેમ કે દાળ, તેલ, મીઠું વગેરે માટેનો ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે.

2025-26 ના બજેટમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે ₹2,712 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. તુવેર દાળ અને ચણા વિતરણ માટે ₹767 કરોડ, અનાજ વિતરણ માટે ₹675 કરોડ, સબસિડી તેલ માટે ₹160 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાતમાં આશરે 76 લાખથી વધુ પરિવારો (3.7 કરોડ લાભાર્થીઓ)ને આ લાભ મળે છે.

આ પણ વાંચો – પાટણ જિલ્લાની પ્રજા સરકારી ભ્રષ્ટાચારથી ત્રાહિમામ, અનેકવિધ સમસ્યાઓથી પીડિત જનતા – AAP જિલ્લા પ્રભારીના ગંભીર આક્ષેપ

આમ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ ગરીબોને રાશન પહોંચાડવા માટે કરી રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે સક્રિય અનાજ માફિયાઓ સરકારના કામ ઉપર પાણી ફેરવી રહ્યા છે. અનાજ માફિયાઓ રાશન વહેંચતી સમિતીઓ સાથે મળીને પૂરતા પ્રમાણમાં અનાજ ગરીબો સુધી પહોંચવા દેતા નથી.

આ અંગે બનાસકાંઠાના દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં સરકારી અનાજની કાળાબજારી થતી હોવાની માહિતી સામે આવી છે. દાંતામાં બે વેપારીઓએ મોટા પ્રમાણમાં કાળા બજારી કરીને ગરીબોનું કોળીયું છીનવી લીધું છે. મળતી માહિતી અનુસાર, દાંતામાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓએ મોટા પ્રમાણમાં સરકારી અનાજની ખરીદી કરી રહ્યા છે.

આ વેપારીઓ પર પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. પરંતુ તે છતાં સરકારી તંત્ર તેમની કાળા બજારી બંધ કરાવવામાં નિષ્ફળ રહી છે. આ વેપારીઓમાં એકનું નામ વારિસ છે તો બીજાનું નામ જાકિર હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટા પ્રશ્ન તે છે કે, સરકારી તંત્ર કેમ કાળા બજારીઓને નાંથી શકી રહ્યા નથી? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે મામલતદારથી લઈને ક્લેક્ટર સુધીના નિવેદનો લઈને વિસ્તારપૂર્વકનો અહેવાલ આગામી અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, વારીસે પોતાના ધંધાનો વિસ્તાર કર્યો છે અને અન્ય વધુ એક તાલુકામાં પોતાનો ગેરકાયદેસર અનાજનો કાળો કારોબાર શરૂ કર્યો છે.

આ બંને વેપારીઓ વિશે વિસ્તારપૂર્વકનો અહેવાલ આવતા અંકમાં પ્રકાશિત કરવામાં આવશે. આ દરમિયાન તેમના દ્વારા લેવામાં આવતા અનાજ સહિતના ફૂટેજનું પણ પ્રસારણ કરવામાં આવશે. સાથે જ સિદ્ધપુરનો એક અનાજ માફિયા રાજનીતિમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે. તે માટે તેને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સૌથી આશ્ચર્યની વાત તે છે કે, આ અનાજ માફિયા બીજેપીની ટિકિટ ઉપર નગરપાલિકાની ચૂંટણીમાં મેદાનમાં ઝંપલાવશે.. હેતુ માત્રને માત્ર બીજેપીના નેજા હેઠળ પોતાના કાળા ધંધાઓને છૂપાવવાનો.. વધુ વાંચો આવતા અંકે

આ પણ વાંચો – ટ્રમ્પને ઈરાન તરફથી મોટો ઝટકો: પાકિસ્તાનમાં અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો ઈન્કાર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ટ્રમ્પને ઈરાન તરફથી મોટો ઝટકો: પાકિસ્તાનમાં અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો ઈન્કાર
Next: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : ન્યાય આપવામાં AI પર સંપૂર્ણ પ્રતિબંધ!

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.