Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ગાંધીનગરમાં ACB નો સપાટો: મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

ગાંધીનગરમાં ACB નો સપાટો: મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

gujaratex@gmail.com June 1, 2026
BABA - 2026-06-01T173121.037
  • ઉદ્યોગ ભવનના અધિકારીની કાળી કમાણી: મુખ્ય વિદ્યુત નિરીક્ષકના ઘરેથી 88 લાખનું સોનું-ચાંદી અને કારમાંથી રોકડ મળી
  • ગાંધીનગરમાં ACB નો મોટો એક્શન: મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત સાથે ઝડપાયા
  • ભ્રષ્ટાચારનો પર્દાફાશ: શનિવારે કારમાંથી 5.51 લાખ રોકડા મળ્યા, ઘરે દરોડા પડતા 2.65 કરોડનો ખજાનો ખૂલ્યો

ગાંધીનગર: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતા ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા વર્ગ-1 ના અધિકારીની ધરપકડ કરી છે. ઉદ્યોગ ભવનમાં બેસતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી પાસેથી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ACB ની ટીમે શનિવારે સાંજે મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીની કારની તલાશી લીધી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન તેમની કારમાંથી જ રૂપિયા 5.51 લાખની રોકડ રકમ અને કેટલાક કિંમતી ગિફ્ટ વાઉચરો મળી આવ્યા હતા. અધિકારી પોતાની પાસે રહેલી આટલી મોટી રોકડ રકમ અંગે સંતોષકારક ખુલાસો ન કરી શકતા ACB એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કારમાંથી રોકડ મળ્યા બાદ ACB ની અલગ-અલગ ટીમો દ્વારા અશ્વિન ચૌધરીના સુરત અને ગાંધીનગર સ્થિત રહેણાંક મકાનો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. ઘરની તલાશી દરમિયાન તપાસ એજન્સીને છૂપાવીને રાખવામાં આવેલું 88.82 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને ચાંદી મળી આવ્યું હતું.

Join Our WhatsApp Group

ACB દ્વારા કરવામાં આવેલી આ સમગ્ર મેગા ડ્રાઈવમાં અધિકારી પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ મળીને કુલ રૂપિયા 2.65 કરોડની માતબર મતા જપ્ત કરવામાં આવી છે. એક સરકારી અધિકારી પાસેથી આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ મળી આવતા ACB દ્વારા અશ્વિન ચૌધરી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, જેમાં અધિકારીના અન્ય કનેક્શન અને બેનામી સંપત્તિઓ અંગે પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો – CBSE-NEET: આરોપો વચ્ચે શિક્ષણ મંત્રાલયની ઓફિસમાં લાગી આગ, ઉઠ્યા સવાલો- ‘સંજોગ કે પ્રયોગ’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: CBSE-NEET: આરોપો વચ્ચે શિક્ષણ મંત્રાલયની ઓફિસમાં લાગી આગ, ઉઠ્યા સવાલો- ‘સંજોગ કે પ્રયોગ’
Next: ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.