- પાટણને નજરઅંદાજ કરવાનો આક્ષેપ, પાટણ જિલ્લા પ્રભારી ભીખાભાઈના બીજેપી પર આકરા પ્રહાર
- પાટણ જિલ્લાને અનાથ બનાવી દેવામાં આવ્યો, અધિકારીઓને ઘી-મલાઈ, પ્રજાની રજરપાટ- ભીખાભાઈ
- પાટણ જિલ્લામાં સરકારી ભ્રષ્ટાચાર પોતાની ચરમસીમા પર – ભીખાભાઈ નાડોદા
પાટણ : પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતરી ચૂક્યા છે. સત્તાધારી પાર્ટી સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારો બધાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. તો આજે સમી જિલ્લા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પાટણ જિલ્લા પ્રભારી એવા ભીખાભાઈ નાડોદાએ સરકાર પર આકરા પ્રહારો કરીને તેમને પોતાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલેથી પણ પરિવર્તનની હવા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલેથી કામ કરતાં ભીખાભાઈ નાડોદા લોકોની પહેલી પસંદ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભીખાભાઈ ઉમેદવારી નોંધાવતી વખતે જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ દાયકાથી ભાજપની સરકાર સત્તામાં છે, છતાં વિકાસનું એક પણ કામ પૂર્ણ થયું નથી. નર્મદા કેનાલના વારંવાર ગાબડા પડવા, ઓવરફ્લો થવા અને પાકના સત્યાનાશથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. પીવાના પાણી માટે ટેન્કર પર આધારિત ગામડાઓ, ખખડધજ રસ્તાઓ અને વહીવટી અવ્યવસ્થા આ વિસ્તારની વાસ્તવિકતા છે.
સમી જિલ્લા પંચાયતની તાજેતરની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા નેતા ભીખાભાઈ નાડોદાએ આ પ્રજાલક્ષી મુદ્દાઓને ઉઠાવીને તમામ સમસ્યાઓને ઉગ્ર રીતે ઉઠાવીને ભાજપ સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “30 વર્ષથી ભાજપ સત્તામાં છે, પરંતુ સમી તાલુકામાં નર્મદા કેનાલની એક પણ માઈનોર કેનાલ સાફ અને મજબૂત નથી થઈ. ખેડૂતો વર્ષોથી પાણીના અભાવે અને વધારાના પાણીથી બર્બાદ થઈ રહ્યા છે.”
તેમણે કહ્યું કે, કેનાલોમાં ગાબડા સરકારી બાબુઓના ભ્રષ્ટાચારના પરીણામે જ પડી રહ્યા છે. સરકારી ઓફિસોમાં કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભ્રષ્ટાચારના કારણે સામાન્ય લોકોની સરકારી કામો કરાવવા માટે રજડપાટ પણ વધી ગઈ છે. સરકારે પાટણ જિલ્લાને અનાથ બાળકની જેમ તડથોડી દીધો છે. તેથી પ્રતિદિવસ પાટણ જિલ્લાના લોકોની મુશકેલીઓમાં વધારો થયો છે. તેથી હવે પાટણ જિલ્લાની જનતા પરિવર્તન માટે હાંકારો ભરી રહી છે. તેઓ આમ આદમી પાર્ટીને પ્રોત્સાહન આપી રહી છે.
સમી તાલુકા: નર્મદાની કેનાલ બની ખેડૂતો માટે આફત
ભીખાભાઈ નાડોદાએ સરકાર અને તેમની ભ્રષ્ટાચારી સિસ્ટમ ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, સમી તાલુકામાં નર્મદા કેનાલની માઈનોર અને સબમાઈનોર કેનાલો વારંવાર ગાબડાં પડે છે અને ઓવરફ્લો થાય છે. જાન્યુઆરી 2024થી લઈને 2026 સુધીમાં રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં કેનાલ ઓવરફ્લો થતાં હજારો હેક્ટર ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. ઘઉં, કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકોનો સત્યાનાશ થયો છે.
નર્મદા વિભાગની ઘોર બેદરકારીને કારણે કેનાલમાં વનસ્પતિ વધી ગઈ છે અને સફાઈનું કામ વર્ષોથી નથી થયું. ભીખાભાઈ નાડોદાએ આ મુદ્દો ઉઠાવતાં કહ્યું, “ભાજપ સરકાર 30 વર્ષથી કેનાલની મરામત માટે કરોડોના ટેન્ડર બહાર પાડે છે, પરંતુ કામ ક્યાંય થતું નથી. આ નામે માત્ર કરોડોનું રૂપિયાનું ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે.”
જાખેલ, દુદખા, નાયકા અને વરાણા જેવા ગામોમાં પીવાના પાણી માટે લોકો આજે પણ ટેન્કર પર આધારિત છે. ઉનાળામાં પાણીની તંગી વધુ વિકરાળ બને છે. સરકારના વાયદાઓ છતાં પાઇપલાઇન અને સ્થાયી વ્યવસ્થા નથી થઈ.
પાટણ જિલ્લાની વ્યાપક અવગણના: 30 વર્ષનું રેકોર્ડ
ભીખાભાઈએ કહ્યું કે, ભાજપ સત્તામાં આવ્યા પછી વિકાસનું કોઈ મોડલ નથી દેખાયું. સમી તાલુકા સહિત રાધનપુર, સાંતલપુર, હારીજ અને ચાણસ્મા તાલુકામાં નર્મદા યોજનાના નામે માત્ર વાયદા અને પ્રચાર થયો છે. ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર નથી મળતું અને જ્યારે મળે છે ત્યારે વધારાના પાણીથી ખેતરો બર્બાદ થાય છે.
ભીખાભાઈ નાડોદાએ આકરા શબ્દોમાં કહ્યું કે, “ભાજપ સરકારને સમી અને પાટણના ખેડૂતોની કોઈ ચિંતા નથી. ૩૦ વર્ષમાં એક પણ કેનાલ સાફ કરવાનું કામ પૂર્ણ નથી થયું. રસ્તાઓ ખખડધજ છે, વીજળીની સમસ્યા વારંવાર થાય છે અને વહીવટી અધિકારીઓ ફક્ત ખુરશીઓ પર બેસીને ફાઇલો ફેરવે છે.” તેમણે રાજ્ય સરકારને તાત્કાલિક કેનાલની મરામત, પીવાના પાણીની સ્થાયી વ્યવસ્થા અને ખેડૂતોને વાસ્તવિક વળતર આપવાની માંગ કરી.
ખેડૂતોની વેદના અને સરકારની નીરુત્સાહીતા
સમી તાલુકાના ખેડૂતો કહે છે કે વર્ષોથી એક જ વાર્તા ચાલે છે – કેનાલમાં ગાબડું, પાણી ભરાયું અને પાક બરબાદ. સરકાર રાહત પેકેજના નામે માત્ર જાહેરાતો કરે છે, પરંતુ વાસ્તવિક વળતર સમયસર નથી મળતું. આનાથી ખેડૂતોનું દેવું વધે છે અને સ્થળાંતર વધી રહ્યું છે.
ભીખાભાઈ નાડોદાએ ભાજપને સીધી ચેતવણી આપતાં કહ્યું, “જો સરકાર હજુ પણ આ સમસ્યાઓને અવગણશે તો આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો ભાજપને જવાબ આપશે. સમી તાલુકો અને પાટણ જિલ્લો વિકાસ માગે છે, વાયદાઓ નહીં.”
સમય આવી ગયો છે તપાસ અને જવાબદારી નક્કી કરવાનો
સમી તાલુકા અને પાટણ જિલ્લાની આ સમસ્યાઓ માત્ર સ્થાનિક નથી, પરંતુ રાજ્યની વહીવટી વ્યવસ્થાની નિષ્ફળતા છે. ભીખાભાઈ નાડોદા જેવા પ્રજાલક્ષી નેતાઓએ ઉઠાવેલા મુદ્દાઓને હવે સરકારે ગંભીરતાથી લેવા જોઈએ. કેનાલની તાત્કાલિક સફાઈ, મરામત અને પીવાના પાણીની સ્થાયી વ્યવસ્થા કરવી જ જોઈએ.
સમી જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહેલા ભીખાભાઈ નાડોદાએ કહ્યું કે, હવે તપાસ અને જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે. હવે માત્ર વચનો અને વાયદા ચાલશે નહીં. લોકોની સમસ્યાઓને ઉકેલીને નક્કર કામો ઉપર મોહર મારવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન તેમણે પોતાના મતવિસ્તારના લોકોને વિશ્વાસ રાખીને એક તક આપવાની વિનંતી કરી હતી. જેથી પ્રજાલક્ષીના કામો જે પાછલા ત્રણ દાયકાઓથી બાકી રહી ગયા છે, તે સારી રીતે પ્રજા સાથે મળીને કરી શકાય.
ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીની ગ્રાઉન્ડ લેવની કામગીરીથી ડરી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ પાટણ જિલ્લામાં પણ ભીખાભાઈ નાડોદા જેવા કાર્યકર્તા બીજેપીને ખુલ્લી ચેતવણી આપીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત તરફ જતાં દેખાઈ રહ્યા છે.
સમીની જનતા પણ આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યાં હોય તેવું ચિત્ર ઉભું થયું છે. ભીખા ભાઈ નાડોદાને લોકોનો ટેકો મળી શકે છે. તો આ વખતે સમી જિલ્લા પંચાયતમાં એક નવું ચિત્ર સામે આવે તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે. આ ચિત્રને જોતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર બીજેપી દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો – Investigation: ભારતનેટ ફેઝ-3 ભ્રષ્ટાચાર અને આંતરિક લડાઈનો ભોગ બન્યો
