Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • વાવ-થરાદ : યુવતીના પરિવારે લિવ ઈનમાં રહેતા યુવકને આપી તાલિબાની સજા

વાવ-થરાદ : યુવતીના પરિવારે લિવ ઈનમાં રહેતા યુવકને આપી તાલિબાની સજા

gujaratex@gmail.com April 5, 2026
BABA (94)

વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ભયાનક અને ક્રૂર ઘટના સામે આવી છે. મૈત્રી કરાર કરી અમદાવાદમાં સાથે રહેતા યુવક-યુવતીને યુવતીના પરિવારે શોધી કાઢ્યા બાદ યુવક પર અસહ્ય અત્યાચાર કરવામાં આવ્યો છે. યુવકની હાલત ગંભીર હોવાથી તેને પાલનપુર ખસેડવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, બીજી એપ્રિલ 2026ની રાત્રે યુવતીના પરિવારના સભ્યોએ કાવતરું રચી અમદાવાદમાં યુવક-યુવતીના રૂમનો દરવાજો ખોલાવ્યો. આરોપીઓએ યુવક પાસે રહેલા રોકડા, દસ્તાવેજો અને દાગીના લૂંટી લીધા બાદ બંનેને અપહરણ કરી લીધા. રસ્તામાં યુવતીને અલગ કારમાં બેસાડી અલગ કરી દેવામાં આવી, જ્યારે યુવકને અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવ્યો.

Join Our WhatsApp Group

યુવક પર કરવામાં આવેલો અત્યાચાર અત્યંત ક્રૂર અને માનવતા વિરુદ્ધ છે. આરોપીઓએ યુવકના કપડાં ઉતારી નાખ્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં ટ્યુબ લગાવી અને ઈન્જેક્શનની સોય ભોંકી અસહ્ય પીડા આપી. તેના મોઢા અને આંખ પર કોઈ પ્રવાહીનો ફુવારો મારવામાં આવ્યો. જ્યારે યુવકે બૂમાબૂમ કરી ત્યારે નાક પર મુક્કો મારીને તેને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો.

આટલું પણ ન અટકતા આરોપીઓ યુવકને એક વાડીમાં લઈ ગયા. ત્યાં છરા વડે તેની પીઠ, કાન અને હાથ પર ઘા કર્યા. ત્યારબાદ પાઈપ અને પટ્ટા વડે આડેધડ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવકની હાલત અત્યંત નાજુક જણાતા તેને પ્રથમ થરાદ સિવિલ હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યો છે.

આ ઘટનાને લઈને થરાદ પોલીસ સ્ટેશને કુલ 24 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં 12 નામજોગ અને 12 અજાણ્યા આરોપીઓ સામે અપહરણ, લૂંટ, આતંક મચાવવો અને જીવલેણ હુમલો જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે. આ ઘટનાથી આખા પંથકમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો – ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : ન્યાય આપવામાં AI પર સંપૂર્ણ પ્રતિબંધ!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : ન્યાય આપવામાં AI પર સંપૂર્ણ પ્રતિબંધ!
Next: સત્તાધારી ધારાસભ્યના પરિવાર પર જુગારનો આરોપ: માતરમાં 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત

Related News

BABA - 2026-04-17T175048.638

ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?

gujaratex@gmail.com April 17, 2026
BABA - 2026-04-17T101856.731

પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા

gujaratex@gmail.com April 17, 2026
BABA - 2026-04-15T210607.383

કુબેરનગર ચોકીથી સંચાલિત નેટવર્ક? સરદારનગરમાં દારૂ-જુગાર બેફામ

gujaratex@gmail.com April 15, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.