Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સત્તાધારી ધારાસભ્યના પરિવાર પર જુગારનો આરોપ: માતરમાં 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત

સત્તાધારી ધારાસભ્યના પરિવાર પર જુગારનો આરોપ: માતરમાં 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત

gujaratex@gmail.com April 5, 2026
BABA (95)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માતર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કલ્પેશ પરમારના પોતાના ગામ ભલાડામાં સ્ટેટ વિજિલન્સની ટીમે ત્રાટકીને મોટા પાયે ચાલતા જુગાર અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ધારાસભ્યનો સગો ભત્રીજો મુખ્ય આરોપી તરીકે ઝડપાતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, ભલાડા ગામના હરસિધ્ધિ ફળિયા નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સને મળી હતી. બાતમીના આધારે વિજિલન્સ ટીમે અચાનક દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી 16 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ જુગાર અડ્ડો રાજેશ ઉર્ફે લાલો ગુલાબ પરમાર દ્વારા ચલાવવામાં આવતો હતો. તે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ મુખ્ય આરોપી રાજેશ પરમાર, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો સગો ભત્રીજો છે.

Join Our WhatsApp Group

વિજિલન્સ ટીમે સ્થળ પરથી કુલ 22.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 3.20 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે.પોલીસે તમામ 16 આરોપીઓને અટકાયતમાં લીધા છે અને આ મામલે લીંબાસી પોલીસ મથકે કાયદેસર ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આગમન સાથે આ ઘટનાએ માતર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો વધારી દીધો છે. ધારાસભ્યના પોતાના ગામમાં અને તેમના નજીકના પરિવારજન દ્વારા જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની વાત સામે આવતા વિરોધ પક્ષોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. એક તરફ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની કડક વાત કરી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષના જ ધારાસભ્યના પરિવાર સામે આ કાર્યવાહી ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

આ પણ વાંચો – વાવ-થરાદ : યુવતીના પરિવારે લિવ ઈનમાં રહેતા યુવકને આપી તાલિબાની સજા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: વાવ-થરાદ : યુવતીના પરિવારે લિવ ઈનમાં રહેતા યુવકને આપી તાલિબાની સજા
Next: ડેટિંગ એપથી કરન્સી ટ્રેડિંગ સુધી : અમદાવાદના યુવકે ગુમાવ્યા ₹56 લાખ, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.