Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી

અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી

gujaratex@gmail.com April 8, 2026
BABA - 2026-04-08T165451.942

અમદાવાદ પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર)ની બદલીનો ગંજીફો આખરે ચીપાઈ ગયો છે. કમિશનરેટે કુલ 67 પીઆઈની બદલી અને પોસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે 55 PIને બહારથી લાવીને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

આ વખતની બદલીમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે કમિશનર કચેરીએ સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું છે. અગાઉની બદલીઓમાં વચેટિયાઓ અને રાજકીય વગદાર નેતાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો, પરંતુ આ વખતે કોઈપણ ભલામણ કરનારને સીધા જ “સોરી” કહી દેવામાં આવ્યું છે. કોઈ વહીવટદાર કે વચેટિયાની ગોઠવણ આ વખતે ચાલી નથી.

પીઆઈઓને પોસ્ટિંગ આપવા માટે આ વખતે ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. અધિકારીએ અત્યાર સુધી કેવી કામગીરી કરી છે, મળેલા રિવોર્ડ્સ, સર્વિસ દરમિયાનની વર્તણૂક અને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ, આ બધું ધ્યાનમાં લઈને જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

Join Our WhatsApp Group

જે અધિકારીઓ અગાઉ વિવાદમાં આવ્યા હોય અથવા જેમની કામગીરી નબળી રહી હોય તેમને મહત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ, ટ્રાફિક વિભાગ જેવા સાઇડ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા મહત્વના અને સંવેદનશીલ પોલીસ સ્ટેશનો પર જે અત્યાર સુધી ઇન્ચાર્જ પીઆઈથી ચાલતા હતા, ત્યાં હવે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.

પ્રમાણિક અધિકારીઓમાં ખુશી

સામાન્ય રીતે વચેટિયાઓ પોતાની પસંદગીના PIને ચોક્કસ સ્ટેશનમાં મુકાવતા અને પછી તે PIએ તેમની મરજી મુજબ કામ કરવું પડતું. આનાથી પોલીસનું મનોબળ તૂટતું હતું. પરંતુ આ વખતે યોગ્યતા અને પ્રમાણિકતા આધારિત પોસ્ટિંગ મળતા પ્રમાણિક અને કાર્યક્ષમ પીઆઈઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ માને છે કે હવે કામ કરવાનું વાતાવરણ સુધરશે.

આ બદલીને અમદાવાદ પોલીસમાં સ્વચ્છ અને વ્યવસ્થિત વહીવટની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

જૂઓ નીચે પ્રમાણે સંપૂર્ણ લિસ્ટ

આ પણ વાંચો – ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું
Next: સુરેન્દ્રનગર : મામલતદાર કચેરીના આઉટસોર્સ પ્યુન અને નાયબ મામલતદાર 20 હજારની લાંચ લેતા ઝડપાયા

Related News

BABA - 2026-06-11T152938.433

ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-11T110618.765

સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-06T153224.909

ગુજરાત પોલીસને મળ્યા નવા બોસ: 1993 બેચના કડક IPS અધિકારી જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP

gujaratex@gmail.com June 6, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
  • મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
  • ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ
  • કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.