Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સુરેન્દ્રનગર : મામલતદાર કચેરીના આઉટસોર્સ પ્યુન અને નાયબ મામલતદાર 20 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરેન્દ્રનગર : મામલતદાર કચેરીના આઉટસોર્સ પ્યુન અને નાયબ મામલતદાર 20 હજારની લાંચ લેતા ઝડપાયા

gujaratex@gmail.com April 8, 2026
1

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં આવેલી મામલતદાર કચેરીમાં એક મોટી લાંચની ઘટના સામે આવી છે. કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ પ્યુન કનકસિંહ વાધુભા ઝાલા અને નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમારને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

એસીબી દ્વારા વચેટિયા પ્યૂન અને અધિકારી સામે લાંચ લેવાના આરોપમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાંચની આ ઘટના મહેસૂલ વિભાગમાં ચાલતી ગેરરીતિઓ તરફ ફરી એક વખત ધ્યાન ખેંચે છે.

મામલતદાર કચેરી, લખતર ખાતે ફરજ બજાવતા આઉટસોર્સ પ્યુન કનકસિંહ વાધુભા ઝાલા અને નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમારે કોઈ કામ માટે લાંચ માંગી હતી. પરંતુ અરજદાર લાંચ આપવા માંગતો નહોવાના કારણે તેને એસીબીનો સંપર્ક સાંધ્યો હતો. ભ્રષ્ટાચાર રોકવા માટે એસીબીએ નાયબ મામલતદારને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતુ.

Join Our WhatsApp Group

નાયબ મામલતદાર વતી પ્યૂન દ્વારા લાંચનું સ્વીકાર કરવાની સાથે જ એસીબીની ટીમે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા બંને અધિકારીઓ સામે લાંચ વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની સામે વધુ તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે લાંચ વિરોધી ટીમ સતત સક્રિય છે અને કોઈપણ અધિકારીને લાંચ લેતા છોડવામાં આવશે નહીં.

 

આ પણ વાંચો – અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી
Next: સાળંગપુર ધામમાં અંબાણી પરિવારનું મહાદાન : ₹15 કરોડની અત્યાધુનિક ગૌશાળા બનાવશે

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.