Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • રાજપીપળામાં હાઈ વોલ્ટેજ ડ્રામાઃ નાંદોદની ઉમરવા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ ખેંચવા દબાણ કરાયાનો આક્ષેપ

રાજપીપળામાં હાઈ વોલ્ટેજ ડ્રામાઃ નાંદોદની ઉમરવા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ ખેંચવા દબાણ કરાયાનો આક્ષેપ

gujaratex@gmail.com April 16, 2026
WhatsApp Image 2026-04-16 at 7.42.37 AM (1)

 

Narmada : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે નાંદોદ મામલતદાર કચેરીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કેટલાક ભાજપ આગેવાનો નાંદોદ તાલુકાની ઉમરવા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નયનાબેન વસાવાને મોંઢે બુકાની બાંધી મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી પાસે ફોર્મ પરત ખેંચાવવા માટે લાવ્યા હતા.

જો કે આમલેથા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર મુકેશ વસાવા અને અગ્રણી બળવંતસિંહ ગોહિલને આ બાબતની ગંધ આવી જતા તેઓ બંને ચૂંટણી અધિકારીની કચેરી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. મામલતદાર કચેરીની અંદરના ભાગે પહોંચેલા કોંગ્રેસી આગેવાનો અને ભાજપી આગેવાનો વચ્ચે ઉમેદવારને લઇ જવા રીતસરની ખેંચાખેંચી સર્જાઈ હતી.

Join Our WhatsApp Group

આ દરમ્યાન સામસામે અપશબ્દોનો વરસાદ પણ વરસ્યો હતો.દરમ્યાન કૉંગસી આગેવાનો ઉમેદવાર નયનાબેન વસાવાને લઇ જવામાં સફળ રહયા હતા.કોંગ્રેસી આગેવાનોએ તાત્કાલિક ગાડી મંગાવીને ઉમેદવાર નયનાબેનને અજ્ઞાત જગ્યાએ રવાના કર્યા હતા.ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય અને અનુક્રમ નંબર અને ચૂંટણી ચિન્હો ફાળવવાનું કામ ચાલુ હોય મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકોની રૂબરૂમાં આ હાઈવોલ્ટેજ ફિલ્મી ડ્રામા સર્જાયો હતો .

 

બીજી બાજુ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ આક્ષેપ લગાવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના ઉમરવા બેઠકના ઉમેદવારના ઘરે પણ પોલીસ મોકલવામાં આવી રહી છે અને રાજકીય પ્રેસર કરવામાં આવી રહ્યું છે.

રાજપીપલા નગરપાલિકાના પણ વોર્ડ નંબર 4 ના આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર અને વોર્ડ નંબર 6 ના પણ 2 ઉમેદવારને આમ આદમી પાર્ટી દ્વારા અજ્ઞાત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: કુબેરનગર ચોકીથી સંચાલિત નેટવર્ક? સરદારનગરમાં દારૂ-જુગાર બેફામ
Next: સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થયા પૂર્વે સીમાંકનનો વિરોધ, તમિલનાડુ CM સ્ટાલિને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી

Related News

BABA - 2026-04-17T095635.084

અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર

gujaratex@gmail.com April 17, 2026
1

અમદાવાદ મનપા ચૂંટણીઃ મતદાન પૂર્વે જ કોંગ્રેસે 6 બેઠકો ગુમાવી, ભાજપને સીધો જ લાભ

gujaratex@gmail.com April 16, 2026
Rain_SKT (1)

ગુજરાતમાં 18 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં, પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.