Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્મા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવી વધુ એક ગોઝારી ઘટના પાટણ જિલ્લામાંથી સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ભાટસણ અને ઇટોદા (ઇટોદરા) ગામમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના સેવનથી બે આશાસ્પદ જિંદગીઓ અકાળે કાળનો કોળિયો બની ગઈ છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસના ‘સબ સલામત’ના દાવાઓની પોલ ખોલી નાખી છે.

દેશી દારૂ બન્યો કાળ
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાણસ્મા તાલુકાના ભાટસણ ગામે રહેતા અને લાંબા સમયથી દેશી દારૂ પીવાની ટેવ ધરાવતા આધેડ વયના રમેશભાઈ રાવળનું દારૂ પીધા બાદ શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ ઇટોદા ગામે રહેતા માત્ર ૩૫ વર્ષીય યુવાન લાભુજી ઠાકોરનું પણ દેશી દારૂના સેવન બાદ મોત થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘરનો મોભી ગુમાવતા બન્ને પરિવારોમાં હાલ હૈયાફાટ રુદન સાથે શોકનો માહોલ છવાયો છે.

ધારાસભ્યની મુલાકાત અને પોલીસ પર પ્રહાર
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ ઠાકોરે તાત્કાલિક બન્ને મૃતકોના ગામની મુલાકાત લીધી હતી અને શોકાતુર પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ પાટણ પોલીસની અત્યંત નબળી અને નિષ્ક્રિય કામગીરી સામે સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં બેફામપણે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ અને જુગારની બદીઓ નાબૂદ કરવાની સંપૂર્ણ જવાબદારી પાટણ પોલીસની છે, જેમાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે.

Join Our WhatsApp Group

પરિવારજનોની માંગ: દારૂબંધીનો કડક અમલ થાય
આંસુ સાથે રોષ ઠાલવતા મૃતકોના પરિવારોએ સરકાર પાસે માંગ કરી છે કે, રાજ્યમાં દારૂબંધીના કાયદાનો માત્ર દેખાડો કરવાના બદલે તેનો જમીની સ્તર પર કડક અમલ કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ પરિવારે આવી ગોઝારી સ્થિતિનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો – સામાન્ય માણસને હપ્તા માટે ફાંસો, અબજોપતિઓને જલસા! ૨૨,૦૦૦ કરોડના દેવા સામે સુભાષ ચંદ્રા માત્ર ૬.૫ કરોડ ભરીને છૂટ્યા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો
Next: નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.