Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • GFGNLના GM કલ્પેશકુમાર પટેલ સામે ACBમાં ફરિયાદ : પ્રાઇવેટ કંપનીમાં સંડોવણી અને ડાર્ક ફાઇબર ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપ

GFGNLના GM કલ્પેશકુમાર પટેલ સામે ACBમાં ફરિયાદ : પ્રાઇવેટ કંપનીમાં સંડોવણી અને ડાર્ક ફાઇબર ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપ

gujaratex@gmail.com April 23, 2026
BABA - 2026-04-23T203120.528

અભિષેક પાંડેય, અમદાવાદ: ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) માં જનરલ મેનેજર (કોમર્શિયલ) તરીકે કાર્યરત કલ્પેશકુમાર ભક્તિભાઈ પટેલ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તેમની સામે આર્થિક ગેરરીતિ, સત્તાનો દુરુપયોગ અને સરકારી પ્રક્રિયામાં ગેરકાયદેસર હસ્તક્ષેપ જેવા ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કલ્પેશ પટેલ પર એક પ્રાઇવેટ ફર્મ અને એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સીધા અથવા પરોક્ષ રીતે લાભાર્થી હોવાનો આરોપ છે. PSU સાથે જોડાયેલા અધિકારી માટે આવી સંડોવણી નિયમો વિરુદ્ધ ગણાતી હોવાથી મામલો વધુ ગંભીર બની રહ્યો છે.

આ ઉપરાંત, રાજ્ય સરકારની કંપની GFGNLમાં ડાર્ક ફાઇબરની ફાળવણીને લઈને પણ ગંભીર અનિયમિતતાઓના આક્ષેપો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયામાં એક કંપની સાથે કથિત સાંઠગાંઠ દ્વારા સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યના ખજાનાને મોટા પાયે નુકસાન થયું છે.

Join Our WhatsApp Group

મામલાનો વધુ એક મહત્વપૂર્ણ પાસો એ છે કે જે અધિકારી સામે આક્ષેપો થઈ રહ્યા છે, તેમને મેનેજમેન્ટ દ્વારા સંવેદનશીલ જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું કહેવાય છે. સંબંધિત અધિકારીને GFGNL માં નોડલ ઓફિસર તરીકે જાળવી રાખવામાં આવ્યા છે અને સાથે જ ભારતનેટ ફેઝ-2ના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ (O&M) RFP માટે પણ નોડલની જવાબદારી સોંપવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે આ માત્ર આર્થિક ગેરરીતિનો મુદ્દો નથી, પરંતુ તે સરકારી પ્રોજેક્ટ્સની વિશ્વસનીયતા પર પણ ગંભીર અસર પાડી શકે છે. કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ અનિવાર્ય બની છે.

આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં બમ્પર મતદાન : બંગાળમાં 89% અને તમિલનાડુમાં 82% ને પાર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં બમ્પર મતદાન : બંગાળમાં 89% અને તમિલનાડુમાં 82% ને પાર
Next: બંગાળમાં 92% મતદાનઃ પ્રથમ તબક્કામાં જ આ રેકોર્ડ મતદાનનો શું અર્થ છે?

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.