Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 : મિની વિધાનસભા જંગમાં મતદાનનો ઉત્સાહ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 : મિની વિધાનસભા જંગમાં મતદાનનો ઉત્સાહ

gujaratex@gmail.com April 26, 2026
BABA - 2026-04-26T182143.551

ગુજરાત ચૂંટણી : 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓના ભવિષ્યનો ફેંસલો આજે, 28મીએ પરિણામ

ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતો માટે નિર્ણાયક જંગ ખેલાઈ રહ્યો છે. આ ચૂંટણીને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાની ‘સેમીફાઈનલ’ માનવામાં આવી રહી છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.

Join Our WhatsApp Group

ચૂંટણીના મહત્વના ફેરફારો અને સમીકરણો

1. OBC અનામતના નવા નિયમો: આ ચૂંટણી નવા સીમાંકન અને OBC (અન્ય પછાત વર્ગો) માટેના સુધારેલા અનામતના નિયમો હેઠળ યોજાઈ રહી છે, જેના કારણે અનેક બેઠકો પર નવા સમીકરણો રચાયા છે.

2. બિનહરીફ બેઠકો: ચૂંટણી પહેલા જ રાજ્યમાં અંદાજે ૭૦૦થી વધુ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાંથી મોટાભાગની બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે.

3. ત્રિપાંખિયો જંગ: અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.

બપોરે 4 વાગ્યા સુધી મતદાનની ટકાવારી

મહાનગર પાલિકા- 40.79 ટકા
જિલ્લા પંચાયત- 51.85 ટકા
તાલુકા પંચાયત- 52.16 ટકા
નગર પાલિકા- 48.65 ટકા

મહાનગરપાલિકાઓમાં મતદાન

1 વાગ્યા સુધીના આંકડા : સૌથી વધુ મોરબી તો સૌથી ઓછું પોરબંદરમાં મતદાન
મહાનગરપાલિકાનું નામ મતદાનની ટકાવારી (%)

નડીયાદ 41.57%
મોરબી 39.80%
નવસારી 39.58%
વાપી 39.00%
કરમસદ-આણંદ 38.75%
મહેસાણા 37.71%
સુરત 33.23%
સુરેન્દ્રનગર 31.37%
ભાવનગર 31.29%
વડોદરા 30.62%
રાજકોટ 30.22%
જામનગર 29.60%
અમદાવાદ 29.23%
ગાંધીધામ 25.52%
પોરબંદર 24.37%

સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5% જેટલું ધીમું પણ સ્થિર મતદાન નોંધાયું છે. જેમાં 15 મહાનગરપાલિકાઓમાં 4%, 84 નગરપાલિકાઓમાં 6.50%, 34 જિલ્લા પંચાયતોમાં 4% અને 260 તાલુકા પંચાયતોમાં 5% સરેરાશ મતદાન.

ગોંડલના વોર્ડ નં. 2 માં મતદાન મથક 6 માં EVM બગડવાની ઘટના

 

આ પણ વાંચો – કેજરીવાલના રણનીતિકાર સંદીપ પાઠક ભાજપમાં જોડાતા વિશ્લેષકો કેમ હેરાન છે? જાણો AAP સાથેના છેડા ફાડવાનું અસલ કારણ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: કેજરીવાલના રણનીતિકાર સંદીપ પાઠક ભાજપમાં જોડાતા વિશ્લેષકો કેમ હેરાન છે? જાણો AAP સાથેના છેડા ફાડવાનું અસલ કારણ
Next: ટ્રેન અકસ્માતો રોકવા રેલ્વેનો મોટો નિર્ણય: દેશભરમાં સિગ્નલિંગ સિસ્ટમનું થશે ઓડિટ, ખામીઓ સુધારવા આદેશ

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.