Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ભારતીય રાજનીતિમાં ‘વોટ બેંક’ના વળતા પાણી : શું મુસ્લિમ મતો હવે સેક્યુલર પક્ષોના હાથમાંથી સરકી રહ્યા છે?

ભારતીય રાજનીતિમાં ‘વોટ બેંક’ના વળતા પાણી : શું મુસ્લિમ મતો હવે સેક્યુલર પક્ષોના હાથમાંથી સરકી રહ્યા છે?

gujaratex@gmail.com May 8, 2026
8
  • વડગામથી વારાણસી સુધી: મુસ્લિમ મતોને બેઅસર કરવાના ‘સોફ્ટ પાવર’ અને સીમાંકનનું સત્ય
  • શિક્ષિત સમાજ, વિખરાયેલું રાજકારણ: મુસ્લિમ સમાજે પ્રગતિ કરી પણ શું રાજકીય જમીન ગુમાવી રહ્યો છે?

નવી દિલ્હી : ભારતના રાજકીય ઇતિહાસમાં વર્ષ 1947 પછીથી મુસ્લિમ મતો મેળવવા માટે ‘સેક્યુલર’ પક્ષોએ જે વ્યૂહરચના અપનાવી હતી, તે હવે ધીરે ધીરે નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરના પશ્ચિમ બંગાળ, અસમ અને તમિલનાડુના ચૂંટણી પરિણામો એક સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો હવે પ્રતીકાત્મક રાજકારણના માળખાને સમજી ગયા છે.

બંગાળ અને અસમના આંકડાકીય ઉલટફેર

પશ્ચિમ બંગાળમાં અપેક્ષા હતી કે મુસ્લિમ મતોનું મોટું ધ્રુવીકરણ મમતા બેનર્જીના પક્ષમાં થશે, પરંતુ પરિણામો કંઈક અલગ જ આવ્યા. ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના વિશ્લેષણ મુજબ, રાજ્યની સરેરાશ કરતા વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી 142 બેઠકોમાંથી ભાજપે 72 અને તૃણમૂલ કોંગ્રેસે 64 બેઠકો જીતી છે. અસમમાં પણ સીમાંકન પ્રક્રિયા બાદ મુસ્લિમ બહુલ બેઠકો ઘટીને 22 રહી ગઈ, જેણે પરંપરાગત વોટ બેંકના ગણિતને હચમચાવી દીધું છે.

Join Our WhatsApp Group

તમિલનાડુ અને કેરળની અલગ સ્થિતિ

તમિલનાડુમાં ‘હિન્દુ વિરોધી’ છબી ધરાવતા પક્ષોને ફટકો પડ્યો છે, જ્યારે અભિનેતા જોસેફ વિજયની નવી પાર્ટી ‘ટીવીકે’ (TVK) એ ધર્મના ભેદભાવ વગર તમામ સમુદાયોને જોડવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, કેરળમાં મુસ્લિમ મતોએ મોટો પ્રભાવ પાડ્યો છે, પરંતુ ત્યાં પણ ભાષા અને સ્થાનિક ગઠબંધનો વધુ મહત્વના રહ્યા છે.

સુધારાવાદ અને વક્ફ-તલાક જેવા મુદ્દાઓ

સેક્યુલર પક્ષોએ હંમેશા મુસ્લિમોને એક અલગ અને ડરેલા જૂથ તરીકે રાખવાનો પ્રયાસ કર્યો છે. હામિદ દલવાઈ કે આરીફ મોહમ્મદ ખાન જેવા સુધારાવાદી નેતાઓને ક્યારેય આ પક્ષોએ પ્રોત્સાહન આપ્યું નથી. સમાન નાગરિક સંહિતા (UCC) અને તલાક સુધારા જેવા મુદ્દાઓનો વિરોધ કરીને પક્ષોએ મુસ્લિમોને મુખ્ય પ્રવાહથી અલગ રાખ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

રાજકીય સીમાંકન અને મતોનું વિભાજન : શું મુસ્લિમ સમુદાય લોકશાહીમાં હાસિયા પર ધકેલાઈ રહ્યો છે?

ભારતીય રાજનીતિમાં મુસ્લિમ મતોનું ગણિત હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં જે રીતે સીમાંકન અને રાજકીય વ્યૂહરચનાઓ ઘડાઈ રહી છે, તેનાથી મુસ્લિમ મતદારોની અસરકારકતા સામે પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને ગુજરાત અને અન્ય રાજ્યોમાં જે પ્રકારે સીમાંકન કરવામાં આવ્યું છે, તેનાથી મુસ્લિમ બહુલ વિસ્તારોના મતો વહેંચાઈ ગયા છે અને તેમની નિર્ણાયક શક્તિ નબળી પડી છે.

સીમાંકન અને વડગામ જેવી સીટોનું સમીકરણ

ગુજરાતનું ઉદાહરણ લઈએ તો બનાસકાંઠાની વડગામ બેઠક પર મુસ્લિમ મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જેના કારણે ત્યાં કોંગ્રેસનું પલ્લું ભારે રહ્યું છે. પરંતુ આગામી સમયમાં નવા સીમાંકન દ્વારા આ બેઠકના સમીકરણો બદલવાની હિલચાલ દેખાઈ રહી છે. જો મતોનું ભૌગોલિક વિભાજન કરવામાં આવે, તો જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓની સીટ પણ અસુરક્ષિત બની શકે છે. આ માત્ર એક બેઠકની વાત નથી, પરંતુ આખા દેશમાં મુસ્લિમ મતોને ‘બેઅસર’ કરવાનું એક મસમોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.

મતોની વહેંચણી: વિભાજનકારી રાજનીતિનો મોટો હથિયાર

મુસ્લિમ મતોને બેઅસર કરવા માટે માત્ર સીમાંકન જ નહીં, પણ ગ્રાઉન્ડ લેવલે મુસ્લિમ સમાજમાં રહેલા નાના-મોટા અસામાજિક તત્વો કે નવા ‘નેતાઓ’ને ઉભા કરીને મતોની વહેંચણી કરવામાં આવે છે. જ્યારે મુસ્લિમ મતદારો પોતાના જ સમાજના અલગ-અલગ ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જાય છે, ત્યારે તેમનો એકંદર ‘વોટિંગ પાવર’ શૂન્ય થઈ જાય છે. મુસ્લિમોએ સમજવું પડશે કે જો તેઓ એકજૂટ થઈને વોટ નહીં આપે, તો તેઓ રાજકારણમાં અદ્રશ્ય થઈ જશે.

શિક્ષણ દ્વારા ભાગ્ય બદલતો મુસ્લિમ સમાજ

રાજકીય અવગણના વચ્ચે એક સકારાત્મક પાસું એ પણ છે કે છેલ્લા ૩૦ વર્ષોમાં મુસ્લિમ સમાજે પોતાના જીવનધોરણમાં મોટું પરિવર્તન આણ્યું છે. અગાઉના સમયમાં જે યુવાનો અસામાજિક પ્રવૃત્તિઓમાં ધકેલાતા હતા, તે હવે શિક્ષણ તરફ વળ્યા છે. આજે મુસ્લિમ પરિવારો પેટ પર પાટા બાંધીને પણ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા છે. સમાજમાં ગુનાખોરી ઘટી છે અને ડોનગીરીની જગ્યાએ હવે ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને શિક્ષિત યુવાનો લઈ રહ્યા છે.

રાજકીય અસ્તિત્વ માટે એકતા અનિવાર્ય

શૈક્ષણિક પ્રગતિ છતાં જો રાજકીય જાગૃતતા નહીં આવે, તો આ સમાજને ભવિષ્યમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. લોકતંત્રમાં સંખ્યાબળ જ સર્વોપરી છે, અને જો મતોનું વિભાજન થતું રહેશે તો નીતિ-નિર્ધારણમાં મુસ્લિમ સમાજનો અવાજ દબાઈ જશે. પોતાની ભૂલો સુધારીને અને મતોની વહેંચણી અટકાવીને જ મુસ્લિમ સમાજ પોતાની રાજકીય પ્રસ્તુતતા જાળવી શકશે.

 

આ પણ વાંચો – બંગાળના ‘દીદી’નો રાજકીય સૂર્યાસ્ત કે નવી સવારની પ્રતીક્ષા? મમતા બેનર્જી માટે અસ્તિત્વની લડાઈ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બંગાળના ‘દીદી’નો રાજકીય સૂર્યાસ્ત કે નવી સવારની પ્રતીક્ષા? મમતા બેનર્જી માટે અસ્તિત્વની લડાઈ
Next: અરવલ્લીમાં SMCની રેડમાં ₹76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, સરદારનગરના નેટવર્ક સાથે કડી

Related News

BABA (83)

CJP નો ડિજિટલ બળવો: કાર્યકર મોડલને બદલે ‘અટેન્શન કેપિટલ’ બની નવી તાકાત, જે દરેક જગ્યાએ છે અને ક્યાંય પણ નથી

gujaratex@gmail.com May 25, 2026
BABA (69)

રૂપિયામાં ઐતિહાસિક કડાકો અને વધતો અવિશ્વાસ: વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી કેમ ફેરવ્યું મોઢું?

gujaratex@gmail.com May 20, 2026
BABA (68)

સવાલોથી ડરતી સત્તા અને મૌન થતી પત્રકારિતા વચ્ચે ઘૂંટાતી લોકશાહી

gujaratex@gmail.com May 20, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.