Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઈરાન FM અરાગચીએ USને કહ્યું- ખોટો નિર્ણય લીધો, ડુબાડેલું યુદ્ધપોત ‘ભારતીય નૌકાદળનો મહેમાન’

ઈરાન FM અરાગચીએ USને કહ્યું- ખોટો નિર્ણય લીધો, ડુબાડેલું યુદ્ધપોત ‘ભારતીય નૌકાદળનો મહેમાન’

gujaratex@gmail.com March 5, 2026
1

વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળ દ્વારા ગયા મહિને આયોજિત યુદ્ધાભ્યાસ પછી પરત ફરી રહેલું ઈરાની યુદ્ધપોત અમેરિકી સબમરીન દ્વારા ટોર્પેડો મારીને ડુબાડવામાં આવ્યા બાદ એક દિવસ પછી, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ અમેરિકાને ખોટું પ્રિસીડન્ટ સેટ (ખોટું ઉદાહરણ) કરવાની ચેતવણી આપી છે અને ફ્રિગેટ ડેનાને “ભારતીય નૌકાદળનો મહેમાન” ગણાવ્યું છે.

આ યુદ્ધપોત પર 130 નાવિકો હતા, જે બુધવારે વહેલી સવારે શ્રીલંકાના દક્ષિણી તટ પાસે ડુબી ગયું હતું.

ગુરુવારે X પર પોસ્ટમાં અરાગચીએ લખ્યું કે “અમેરિકાએ ઈરાનના કિનારાથી 2,000 માઈલ દૂર સમુદ્રમાં અત્યાચાર કર્યો છે. ભારતીય નૌકાદળનો મહેમાન ફ્રિગેટ ડેના, જેમાં લગભગ 130 નાવિકો હતા, તેને આંતરરાષ્ટ્રીય જળમાં ચેતવણી વિના હુમલો કરીને ડુબાડવામાં આવ્યું. મારા શબ્દો યાદ રાખો, અમેરિકા આ નિર્ણય કરવા બદલ ખુબ જ મોટો પસ્તાવો થશે.” આ પોસ્ટને ઈરાની વિદેશ મંત્રાલયના હેન્ડલે પણ રીપોસ્ટ કરી છે.

Join Our WhatsApp Group

પેન્ટાગોનની બ્રીફિંગમાં અમેરિકી ડિફેન્સ સેક્રેટરી પીટ હેગ્સેથે કહ્યું કે આ યુદ્ધપોત પરનો હુમલો બીજા વિશ્વ યુદ્ધ પછી દુશ્મન પરનો આવો પહેલો હુમલો છે. “એક અમેરિકી સબમરીને એવું ઈરાની યુદ્ધપોત ડુબાડ્યું જે આંતરરાષ્ટ્રીય જળમાં સુરક્ષિત માનતું હતું,” હેગ્સેથે કહ્યું કે, ” સુરક્ષિત મનાતા યુદ્ધ જહાજને ટોર્પેડોથી ડુબાડવામાં આવ્યું. શાંત મૃત્યુ.”

The U.S. has perpetrated an atrocity at sea, 2,000 miles away from Iran’s shores.

Frigate Dena, a guest of India’s Navy carrying almost 130 sailors, was struck in international waters without warning.

Mark my words: The U.S. will come to bitterly regret precedent it has set. pic.twitter.com/cxYiI9BLUk

— Seyed Abbas Araghchi (@araghchi) March 5, 2026

આ ઘટના અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઝડપથી વધી રહેલા સંઘર્ષના ભાગરૂપે બની છે.

ઈરાની નૌકાદળના સધર્ન ફ્લીટનું મૌજ-ક્લાસ ફ્રિગેટ IRIS ડેનાએ સ્થાનિક સમય અનુસાર સવારે આશરે 5:30 વાગ્યે ગાલે શહેરથી લગભગ 40 નોટિકલ માઈલ દૂર ડિસ્ટ્રેસ કોલ કર્યો હતો.

આ યુદ્ધપોત ગયા મહિને ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ (IFR) અને મલ્ટીલેટરલ વ્યાયામ MILAN-2026માં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં વિશાખાપટ્ટનમમાં પહોંચેલા આ ફ્રિગેટને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ IFR અને MILANમાં ભાગ લેવાનું નિયત અમેરિકી નૌકાદળનું ડિસ્ટ્રોયર USS પિંકની ઇમર્જન્ટ જરૂરિયાતોને કારણે ભાગ લઈ શક્યું નહોતું. જોકે અમેરિકી P-8 એરક્રાફ્ટ વ્યાયામમાં ભાગ લીધો હતો.

ભારતીય ડિફેન્સ સોર્સ અનુસાર આ ઘટના શ્રીલંકાના ઓપરેશન વિસ્તારમાં આવે છે. નવી દિલ્હી અને ભારતીય નૌકાદળે આ ઘટના પર હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો- પુનઃપ્રારંભ : લોકતંત્ર, મીડિયા અને અમારી પ્રતિબદ્ધતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પુનઃપ્રારંભ : લોકતંત્ર, મીડિયા અને અમારી પ્રતિબદ્ધતા
Next: ઈરાન યુદ્ધ : US-ઈઝરાયલ હુમલાના છઠ્ઠા દિવસે શું ચાલી રહ્યું છે?

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.