Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર: હિંમતનગર સિવિલમાં ૫ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર: હિંમતનગર સિવિલમાં ૫ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું

gujaratex@gmail.com July 10, 2026
BABA (56)

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ દિવસની અંદર ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ ગંભીર બીમારીના કારણે અત્યાર સુધીમાં પાંચ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં એક કેસ પોઝિટિવ અને ચાર શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે એક અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, ૨૬ જૂનથી ૯ જુલાઈ દરમિયાન આ કેસો નોંધાયા છે. મૃત્યુ પામેલા બાળકોમાંથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના (ખેરવાડા તાલુકાના બાબારી ગામના) ૬ વર્ષીય બાળકનો રિપોર્ટ મૃત્યુના ત્રણ દિવસ બાદ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બનાસકાંઠાના બનોદરા ગામના ૩ વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત, પંચમહાલના વેજલપુર વ્યાસડા ગામની ૧૧ વર્ષીય બાળકીનું પણ મોત નિપજ્યું છે, જેના સેમ્પલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. અન્ય અસરગ્રસ્ત દર્દીઓ હાલ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છે.

જિલ્લાના આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાલીના રહેડા ગામના એક બાળકનું પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે મોત થયું છે. અન્ય એક ચોંકાવનારા કિસ્સામાં, પોશીના તાલુકાના દેમતી ગામના એક બાળકને હિંમતનગર સિવિલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેના વાલીઓ યોગ્ય સારવાર કરાવવાને બદલે હોસ્પિટલમાંથી પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ આ શંકાસ્પદ સંક્રમિત બાળકનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Join Our WhatsApp Group

વાયરસનો વ્યાપ વધુ ન ફેલાય તે માટે તંત્ર સફાળું જાગ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં જિલ્લાના ફિચોડ અને નાનાચેખલા ગામમાં પણ શંકાસ્પદ કેસો જોવા મળ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત તમામ ૪ ગામોમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરેક શંકાસ્પદ કેસની સંપૂર્ણ વિગતો જિલ્લા આરોગ્ય વિભાગને મોકલીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-6): અમદાવાદમાં ડ્રગ્સથી થતા ‘ગુમશુદા મોત’નું વરવું સત્ય, શરમ અને લાચારી વચ્ચે દબાતો પીડિતોનો આક્રોશ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-6): અમદાવાદમાં ડ્રગ્સથી થતા ‘ગુમશુદા મોત’નું વરવું સત્ય, શરમ અને લાચારી વચ્ચે દબાતો પીડિતોનો આક્રોશ
Next: શિક્ષણ જગતમાં ચિંતા : ૧૦ વર્ષમાં દેશમાંથી ૯૪,૦૦૦ સરકારી શાળાઓ બંધ થઈ, ખાનગી શાળાઓની સંખ્યામાં મોટો ઉછાળો

Related News

BABA (70)

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (64)

અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

gujaratex@gmail.com July 13, 2026
BABA (62)

ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

gujaratex@gmail.com July 12, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.