Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • નશાના કાળા કારોબારનો પર્દાફાશ: હિમાચલ પ્રદેશથી વડોદરા લવાયેલી ૧૯૨૦ કોડીન કફ સીરપની બોટલો જપ્ત

નશાના કાળા કારોબારનો પર્દાફાશ: હિમાચલ પ્રદેશથી વડોદરા લવાયેલી ૧૯૨૦ કોડીન કફ સીરપની બોટલો જપ્ત

gujaratex@gmail.com August 14, 2026
BABA - 2026-08-14T123039.155

વડોદરા: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા કાળા કારોબાર પર વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી તવાઈ બોલાવવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે ગોરવા વિસ્તારમાં દરોડો પાડીને પ્રતિબંધિત નશીલી કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગોડાઉનના સંચાલક અને સીરપ મંગાવનાર ઈસમ સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હિમાચલ પ્રદેશથી મંગાવાયો હતો જથ્થો
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોરવા આઈટીઆઈ રોડ પર નર્મદા નગરી વિભાગ-૧ સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સની એક દુકાનમાં નશીલી કફ સીરપનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ જથ્થો છેક હિમાચલ પ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યો હોવાની વિગતો મળતા SOG ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને દુકાનનું તાળું તોડી અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

૨૨.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત
દુકાનની અંદર તપાસ કરતા પોલીસને મોટી સંખ્યામાં બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સની ગણતરી કરતા તેમાંથી આયુર્વેદિક કોડીન કફ સીરપની કુલ ૧૯૨૦ બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. ૨૨.૫૮ લાખ જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ જથ્થો જપ્ત કરી લીધો છે.

Join Our WhatsApp Group

નાર્કોટિક્સ એક્ટ હેઠળ નોંધાયો ગુનો
ઉલ્લેખનીય છે કે, આયુર્વેદિક કોડીન કફ સીરપનો ઉપયોગ નશા માટે પણ મોટા પાયે થતો હોવાથી સરકારે તેના વેચાણ અને સંગ્રહ પર કડક નિયંત્રણો મૂક્યા છે. આ સીરપ રાખવા માટે ખાસ લાયસન્સની જરૂર પડે છે. આમ છતાં ગેરકાયદેસર રીતે તેનો જથ્થો રાખવા બદલ પોલીસે ગોડાઉન ધરાવતા અને સીરપ મંગાવનાર આરોપી આકાશ સિંહ રાજેશ સિંહ ઠાકુર (રહે. સાઈ લાઈફ સાયન્સ, લાભ બિઝનેસ હબ, કરોડિયા રોડ, ગોરવા) વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો – અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં મોટી કાર્યવાહી : દરિયાપુર PI જી.વી. ગોહિલ સસ્પેન્ડ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં મોટી કાર્યવાહી : દરિયાપુર PI જી.વી. ગોહિલ સસ્પેન્ડ
Next: ભાવનગરમાં નકલી દારૂના સેવનથી એકનું મોત, 5 હોસ્પિટલમાં સારવાર હેઠળ; પોલીસ પર લટકતી તલવાર

Related News

BABA - 2026-08-22T172129.968

ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T114143.061

મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T091051.297

ગુજરાત પોલીસ ભરતી : આવતીકાલે PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા, ગેરરીતિ રોકવા AI અને ફેસિયલ રેકગ્નિશનથી રખાશે નજર

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
  • મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.