Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો

જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T175617.380
  • બાપ નંબરી તો બેટો દસ નંબરી! સરકારી ખાતાને લૂંટીને કરોડો છાપનાર નિવૃત્ત અધિકારી અને હવસખોર પુત્રનો મુખોટો ઉતરવાની તૈયારી

પાલનપુર: સમાજમાં સફેદ કપડાં પહેરીને ઇજ્જતદાર હોવાનો મુખોટો પહેરીને ફરતા કેટલાક પરિવારો અંદરથી કેટલા કાળા અને ખોખલા હોય છે, તેનો એક બહુ મોટો અને સનસનીખેજ કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. પાલનપુરના જ્યુબિલી ગંજપુરા વિસ્તારમાં રહેતા અને સરકારી ખાતામાંથી ઊંચી પોસ્ટ પરથી નિવૃત્ત થયેલા એક અધિકારી અને તેના અય્યાશ દીકરાના પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. આ દંભી પરિવારના કાળા કારનામાઓ સાંભળીને પાલનપુર હચમચી જશે.

સરકારી તિજોરી લૂંટીને ઊભી કરી કરોડોની બેનામી સંપત્તિ

સૂત્રો પાસેથી મળતી કથિત માહિતી અનુસાર, આ પરિવારનો મુખિયા એટલે કે પિતા એક સરકારી ખાતામાં મોટા હોદ્દા પર હતો. પોતાની નોકરીના વર્ષો દરમિયાન તેણે સરકાર અને પ્રજા સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ એકઠી કરી છે. નિવૃત્ત થયા બાદ આ ભ્રષ્ટાચારના કાળા નાણાંને સગેવગે કરવા માટે તેણે અવનવા ધંધાઓ શરૂ કર્યા છે. હાલમાં જ આ પરિવાર દ્વારા કરોડો રૂપિયાની પ્રોપર્ટી વેચવા અને નવી ખરીદવાના મોટા ખેલ ચાલી રહ્યા છે, જેના તમામ પુરાવાઓ એકઠા થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Group

કરોડપતિ હોવા છતાં ગરીબના હક પર તરાપ: RTE કૌભાંડ

જે પરિવાર કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં આળોટે છે, તેમની દાનત કેટલી ખરાબ હશે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, આ નિવૃત્ત અધિકારીના દીકરાએ પોતાના જ બાળકો (પૌત્રો) ના એડમિશન ખોટા દસ્તાવેજો ઊભા કરીને ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) હેઠળ ગરીબના ક્વોટામાં કરાવ્યા છે! સરકાર સાથે છેતરપિંડી કરીને એક ગરીબ બાળકનો હક છીનવનાર આ પરિવારની ગુનાહિત માનસિકતા અહીં જ છતી થઈ જાય છે.

અય્યાશ બેટો દસ નંબરી: દુકાનની આડમાં સગીરાઓનું શોષણ

બાપે તો માત્ર સરકારને લૂંટી, પણ તેનો બેટો તો એનાથી પણ મોટો નરાધમ છે. આ અધિકારીનો દીકરો નાની-નાની સગીર વયની છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેમનું શારીરિક અને માનસિક શોષણ કરવાની વિકૃત ફિતરત ધરાવે છે.  દુકાનોમાં શોપિંગ કરાવવાની લાલચ આપીને તે સગીરાઓને બોલાવે છે, શોપિંગ કરાવે છે અને પછી પોતાની હવસનો શિકાર બનાવે છે. અત્યાર સુધીમાં અનેક વાર તેના આ કારનામા પકડાયા છે, પરંતુ બાપના કાળા નાણાં વેરીને, ભોગ બનનારને પૈસા આપીને આ પરિવારે પોતાની જાતને બચાવી લીધી છે.

મુખોટો ઉતરવાની કાઉન્ટડાઉન શરૂ!

આ દંભી પરિવારના તમામ કાળા કારનામાઓના પુરાવા, બેનામી સંપત્તિના દસ્તાવેજો અને દુકાનની અંદર રમાતી ગંદી રમતના પુરાવાઓ મીડિયા સુધી પહોંચી ગયા છે. આગામી અહેવાલમાં આ બાપ અને બેટા બંનેના નામ જોગ, પુરાવાઓ સાથે એવો ઘટસ્ફોટ કરવામાં આવશે કે તેમનો સમાજમાં ફરવાનો મુખોટો કાયમ માટે ઉતરી જશે. જ્યુબિલી ગંજપુરાનો આ પરિવાર હવે કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં.

આ પણ વાંચો – ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

Related News

BABA - 2026-08-22T160705.142

પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T155018.968

ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-21T120731.026

પોલીસ વિભાગમાં મોટા પાયે આંતરજિલ્લા બદલીઓ : જાણો કઈ કક્ષાના કેટલા કર્મચારીઓને મળી નવી પોસ્ટિંગ

gujaratex@gmail.com August 21, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
  • મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.