Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T172129.968

ભાવનગર/સુરત : ભાવનગરમાં નકલી ‘ઈંગ્લિશ’ દારૂ (લઠ્ઠાકાંડ) પીવાના કારણે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં મોતનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે ૨૨મી ઓગસ્ટે વધુ ત્રણ દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડતાં આ લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક વધીને ૧૨ પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં ત્રણ લોકોના મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

સર ટી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અત્યંત ક્રિટિકલ હાલતમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમાર નામના દર્દીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અગાઉ, આજે સવારે જ ૩૫ વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું પણ ઝેરી દારૂ પીધાના પાંચમા દિવસે સારવાર દરમિયાન નિધન થયું હતું.

Join Our WhatsApp Group

મૃતક હાર્દિકભાઈ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા વર્ધમાનનગરમાં રહેતા હતા. દારૂ પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને પહેલા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સ્થિતિ વધુ નાજુક બનતા તેમને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સુરતમાં પણ એકનું મોત: બ્રેઈનડેડ સંજયસિંહનું નિધન

બીજી તરફ, આ નકલી દારૂકાંડની ગંભીર અસરોનો વ્યાપ સુરત સુધી પહોંચ્યો છે. નકલી દારૂ પીધા બાદ ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા સંજયસિંહ ડોડિયા નામના દર્દીને વધુ સારવાર માટે ભાવનગરથી સુરત રિફર કરવામાં આવ્યા હતા. બ્રેઈનડેડ થઈ ગયેલા સંજયસિંહને આજે (૨૨ ઓગસ્ટ) અચાનક હૃદય બંધ પડી જતાં (કાર્ડિયાક અરેસ્ટ) સારવાર કરી રહેલા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે.

મૃત્યુઆંક ૧૨ પર પહોંચતા સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ વધુ તેજ બની છે.

આ પણ વાંચો – ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
Next: વાડ જ ચીભડાં ગળી ગઈ! કામ રાખનાર કોન્ટ્રાક્ટરે જ વેપારી બનીને પધરાવ્યા નકલી બિલો, પૂર્વઆયોજિત કાવતરામાં પંચાયતની ભૂમિકા કેટલી?

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.