Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં મોટી કાર્યવાહી : દરિયાપુર PI જી.વી. ગોહિલ સસ્પેન્ડ

અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં મોટી કાર્યવાહી : દરિયાપુર PI જી.વી. ગોહિલ સસ્પેન્ડ

gujaratex@gmail.com August 14, 2026
BABA - 2026-08-14T114529.689

અમદાવાદ : શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય પોલીસ વડાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા એક હાઇપ્રોફાઇલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી સામે આવતા રાજ્યના પોલીસ વડાએ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને PSI સહિતના અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

શું હતી સમગ્ર ઘટના?

ગત ૨જી ઓગસ્ટની રાત્રે SMCની ટીમે દરિયાપુરના મનપસંદ જીમખાના ક્લબમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડાની ખાસિયત એ હતી કે સ્થાનિક પોલીસને તેની ગંધ પણ આવવા દેવામાં આવી ન હતી. આ મેગા રેઇડ દરમિયાન ૧૮૭ જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા અને તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.

Join Our WhatsApp Group

પોલીસ બેડામાં ખળભળાટ: જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ

પોતાના જ વિસ્તારમાં આટલા મોટા પાયે જુગારધામ ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી હતી. આ નિષ્ફળતા અને ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી બદલ ઉચ્ચ કક્ષાએથી આકરા પગલાં લેવામાં આવ્યા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી. વી. ગોહિલ, PSI અને સર્વેલન્સ સ્ક્વોડના PSI ને સસ્પેન્ડ કરવાનો કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.

શાહીબાગ PI ને સોંપાયો ચાર્જ

દરિયાપુર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીઓની સસ્પેન્શનની કાર્યવાહી બાદ વહીવટી અને કાયદો-વ્યવસ્થાની કામગીરી ખોરવાય નહીં તે માટે તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પૂરતો દરિયાપુર પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના PI ને વિધિવત રીતે સોંપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં DEO ની લાલ આંખ: 4 કર્મચારીઓની હકાલપટ્ટી, 10 હજારનો દંડ!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં DEO ની લાલ આંખ: 4 કર્મચારીઓની હકાલપટ્ટી, 10 હજારનો દંડ!
Next: નશાના કાળા કારોબારનો પર્દાફાશ: હિમાચલ પ્રદેશથી વડોદરા લવાયેલી ૧૯૨૦ કોડીન કફ સીરપની બોટલો જપ્ત

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.