- પૈસાની લાલચ આપી ૩ બાળકોની માતાનો દેહ ચૂંથનાર નરાધમ શિક્ષક અને તેનો ડ્રાઈવર લોકેશન ટ્રેસિંગમાં ફસાયા!
- સમાજના ઘડવૈયાનો રાક્ષસી ચહેરો: “હું કચરા-પોતા કરી આપીશ, પણ મને છોડી દો”, આજીજીઓ વચ્ચે હવસ સંતોષનાર ‘ગુરુજી’ ના જેલ જવાના કાઉન્ટડાઉન શરૂ
પાલનપુર: સમાજમાં શિક્ષકનો દરજ્જો ઈશ્વર સમાન માનવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ શિક્ષક જ પોતાની હવસ સંતોષવા માટે કોઈ લાચાર અને ગરીબ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવે, ત્યારે માનવતા શર્મસાર થઈ જાય છે. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં એવા જ એક ‘મુખોટાધારી’ બળાત્કારી શિક્ષક અને તેના સાગરીત ડ્રાઈવરના પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. ખૂબ જલ્દી આ નરાધમોના અસલી ચહેરા સમાજ સમક્ષ બેનકાબ થવાના છે.
ગરીબી અને ભૂખનો ફાયદો ઉઠાવી આચર્યું પાપ
આશરે એકાદ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્રણ ભૂખ્યા બાળકોના પેટનો ખાડો પૂરવા મથતી એક અત્યંત ગરીબ અને લાચાર માતાને પૈસાની લાલચ આપીને બાલારામના સૂમસામ જંગલોમાં લઈ જવામાં આવી. મહિલા જાણતી હતી કે તેની સાથે શું થવાનું છે, છતાં પોતાના બાળકોના જીવન ખાતર તેણે પોતાની ઈજ્જત દાવ પર લગાવી દીધી.
“હું કચરા-પોતા કરી આપીશ, મને છોડી દો…”
બાલારામના જંગલના એ અંધારામાં મહિલાએ એ નરાધમ સામે અનેક વાર હાથ જોડ્યા, આજીજી કરી કે “મારી ગરીબીનો આવો ગેરલાભ ન ઉઠાવો, માનવતા દાખવીને થોડી મદદ કરો. હું આખી જિંદગી તમારા ઘરે કચરા-પોતા અને ઘરકામ કરીને તમારા પૈસા ચૂકવી આપીશ.” પરંતુ એ હવસખોરના મગજમાં તો શૈતાન સવાર હતો. તેણે મદદના બદલે સૂમસામ જંગલમાં એક વાર નહીં, પણ વારંવાર મહિલાના દેહને પીંખી નાખ્યો. મહિલાની ચીસો જંગલમાં જ દબાઈને રહી ગઈ.
ગુનામાં બરાબરનો ભાગીદાર: મૂકપ્રેક્ષક ડ્રાઈવર
આ પાશવી અત્યાચારમાં માત્ર પેલો શૈતાન જ નહીં, પણ તેનો ડ્રાઈવર પણ એટલો જ ગુનેગાર છે. ગાડીનો ડ્રાઈવર પોતાની આંખો સામે એક લાચાર મહિલા પર બળાત્કાર થતો જોતો રહ્યો, પણ તેનામાં જરાય દયા ન જાગી. તેણે મહિલાને બચાવવાનો કોઈ જ પ્રયાસ ન કર્યો. કાયદાની નજરમાં ખોટું કામ કરનાર અને તેમાં સાથ આપનાર બંને એકસમાન ગુનેગાર છે.
ડિજિટલ ટ્રેપ તૈયાર: લોકેશન અને પુરાવાઓ હાથવગા
શરૂઆતમાં સમાજ અને પતિના ડરથી ચૂપ રહેલી પીડિતાની વેદના અંતે એક પત્રકાર સુધી પહોંચી. હવે આ મામલે સંપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે પીડિતાને ન્યાય અપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આરોપી શિક્ષક, ડ્રાઈવર અને તેમની ગાડી… આ તમામના જે-તે સમયના મોબાઈલ લોકેશન, ટાવર ડમ્પ અને ટેકનિકલ પુરાવાઓ એકઠા કરી લેવામાં આવ્યા છે. ગુનેગારો ચાહે ગમે તેટલા ધમપછાડા કરે, પણ ડિજિટલ પુરાવાઓથી પીછો છોડાઇ શકાશે નહીં. તો કથિત રીતે મળી રહેલી માહિતી અનુસાર, મહિલાના પતિના મોઢાને પણ પૈસા આપીને ચૂપ કરાવવામાં આવ્યું છે.
‘ગુરુજી’, હવે તમારી કાઉન્ટડાઉન શરૂ!
આ નરાધમ અન્ય કોઈ નહીં, પણ પાલનપુરથી અંદાજિત ૩૦ કિલોમીટર દૂર આવેલા એક આદિવાસી પટ્ટાના નાનકડા ગામમાં ફરજ બજાવતો શિક્ષક છે. જે વ્યક્તિના મગજમાં જ પલિતો ભરાયેલો હોય, તે ગામના માસૂમ બાળકોને શું સંસ્કાર આપતો હશે?
અમારી ટીમે કાયદાકીય પડકારો પાર પાડીને આ કેસને મજબૂત બનાવી લીધો છે. FIR નોંધાવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. આગામી અહેવાલમાં આ બળાત્કારી શિક્ષક અને તેના સાગરીત ડ્રાઈવરના નામ જોગ, પુરાવાઓ સાથે મોટો ધડાકો કરવામાં આવશે. ‘ગુરુજી’, જેલના સળિયા ગણવા તૈયાર રહેજો!
આ પણ વાંચો – મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!
