આજે એટલે કે 23 માર્ચે રાજ્યભરના મોટા શહેરોમાં અચાનક પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે પડાપડી થવા લાગી હતી. આ પડાપડી પાછળ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા અને અછતની અફવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પેનિક વાતાવરણને જોતા સરકારે પણ સ્પષ્ટતા કરી કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે. જોકે, આ સ્પષ્ટતા પછી પણ પેનિકની સ્થિતિ યથાવત રહી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર સ્પષ્ટતામાં જણાવાયું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન જાહેર કરીને અફવા ન ફેલાવવાનું કહ્યું હતું. આ સાથે જ અફવા ફેલાવનારાઓને કડક સજા આપવાની વાત પણ કરી હતી. આ સાથે જ રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક પાસે પૂરતો જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે સતત મોનિટરિંગ કરી રહી છે.
#WATCH | Gandhinagar, Gujarat: Sanjiv Behra, Executive Director and State Head, Indian Oil Corporation, Gujarat State Office, says, “All our petrol pumps in Gujarat have adequate stocks. Our depots and terminals also have adequate stocks. So, there is sufficient buffer stock and… pic.twitter.com/qIcYgrak4s
— ANI (@ANI) March 23, 2026
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના સ્ટેટ નોડલ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે આ અંગે નિવેદન આપ્યું છે કે, ગુજરાતના તમામ પેટ્રોલ-ડીઝલ ડેપો અને ટર્મિનલ્સમાં ઇંધણની પૂરતી ઇન્વેન્ટરી (સ્ટોક) ઉપલબ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોએ પંપ પર ખોટી ભીડ કરવાની જરૂર નથી, રાજ્યમાં ગમે ત્યારે જરૂર મુજબનું ઈંધણ મળી રહેશે.
ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટે પણ જનતાને આશ્વસ્ત કરતા કહ્યું છે કે, ઓઈલ કંપનીઓએ ઈંધણના સપ્લાયના કલાકોમાં વધારો કર્યો છે અને જથ્થો પણ વધારી દીધો છે. સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવા તેમણે વિનંતી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ સમસ્યા સર્જાશે નહીં.
#Ahmedabad Petrol Pump Owners Association President Arvindbhai dismisses shortage rumours, says queues seen over last 4/5 hours are temporary. Assures steady fuel supply with no government or oil company orders to cut sales.@NewIndianXpress @santwana99 @jayanthjacob https://t.co/Zf8pQReFn4 pic.twitter.com/7efgXlgaJ5
— Dilip Kshatriya (@Kshatriyadilip) March 23, 2026
ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટે પણ જનતાને આશ્વસ્ત કરતા કહ્યું છે કે, ઓઈલ કંપનીઓએ ઈંધણના સપ્લાયના કલાકોમાં વધારો કર્યો છે અને જથ્થો પણ વધારી દીધો છે. સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવા તેમણે વિનંતી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ સમસ્યા સર્જાશે નહીં.
જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં ઈંધણ અને ગેસના પુરવઠાની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મહત્વપૂર્ણ હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પુરવઠો વિના અવરોધે સતત મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિતરણ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ તમામ અપીલો છતાં રાજ્યભરના તમામ મોટા શહેરોથી લઈને ગામડાઓ સુધીમાં પેટ્રોલ પંપ ઉપર મસમોટી લાઈનો જોવા મળી રહી છે. અમદાવાદમાં ખુબ જ વધારે પેનિક જોવા મળ્યું હતું. તે ઉપરાંત બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરના તમામ પેટ્રોલ પંપો ઉપર બાઈકોથી લઈને ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.
આ ઉપરાંત મહેસાણા, પાટણ સહિતના શહેરોમાં પણ પેટ્રોલ પંપ ઉપર લાઈનો જોવા મળી છે.
આ પણ વાંચો – સિલિન્ડરથી કરંટ સુધી : રસોડાની બદલાતી દિશા અને આત્મનિર્ભર ભારતની સાચી કસોટી
